Only Gujarat

Bollywood

તો શું વર્ષના અંત સુધીમાં રણબીર ઘોડે ચડશે ને આલિયા ભટ્ટ સાથે ફરશે સાત ફેરા?

મુંબઈઃ બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ નીતૂ કપૂરની પોતાના દીકરા રણવીર સાથે સારી બોન્ડિંગ છે. નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર ઘણીવાર પોતાની માતા અને ભાઈની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જ્યારે હવે નીતૂ કપૂર રણબીર કપૂરના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી અને તેમનો આ વીડિયો વાઈરલ થયો હતો.

કોરિયોગ્રાફર રાજેન્દ્ર સિંહે શેર કર્યો વીડિયો
સોશિયલ મીડિયા પર માસ્ટરજીના નામે જાણીતા કોરિયોગ્રાફર રાજેન્દ્ર સિંહે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં નીતૂ કપૂર દીકરા રણબીર કપૂરની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ના ગીત ‘ઘાઘરા’ પર ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં આ ગીતમાં રણબીર કપૂર અને માધુરી દીક્ષિત જોવા મળ્યા હતા.

રણબીર-આલિયાના લગ્ન અંગે થયા સવાલ
નીતૂ કપૂરના ડાન્સ રિહર્સલનો વીડિયો વાઈરલ થતા જ રણબીર અને આલિયા ભટ્ટના લગ્ન અંગે ફેન્સના સવાલો ફરી જોવા મળ્યા હતા. ફેન્સે પ્રશ્ન કર્યો હતો કે, શું નીતૂ કપૂર આલિયા અને રણબીરના લગ્ન માટે ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યાં છે?

નીતૂ કપૂરની આગામી ફિલ્મ
વક્રફ્રન્ટની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે, નીતૂ કપૂર ડિરેક્ટર રાજ મેહતાની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાણી પણ જોવા મળશે. જ્યારે રણબીર કપૂર ટૂંકસમયમાં અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.

You cannot copy content of this page