Only Gujarat

Bollywood

સાઉથ સુપરસ્ટારના મોતના ચાર મહિના પછી પત્નીનું યોજાયું સીમંત, મર્યા બાદ પણ આ રીતે સેરેમનીમાં થયો સામેલ

મુંબઈઃ સાઉથ ફિલ્મ એક્ટર ચિરંજીવી સરજાનું આ વર્ષે 7 જૂને માત્ર 39 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકને લીધે નિધન થઈ ગયું છે. તેમનું નિધન પત્ની મેઘના રાજ માટે મોટો આઘાત છે. મેઘના 7 મહિનાની પ્રેગ્નન્ટ છે. ચિરંજીવી અને મેઘના પહેલા બાળકની રાહ જોઈ રહ્યાં હતાં અને આ દૃર્ઘટના થઈ ગઈ હતી. ચિરંજીવીના નિધનના 4 મહિના પછી તેમની પત્ની મેઘનાનું સીમંત યોજાયું હતું. આ અવસરે તેમના પરિવારના દરેક સદસ્ય હાજર હતાં.

મેઘનાના સીમંતમાં જે રીતે તેમના પતિની કમી પૂરી કરવામાં આવી તે જોઈ તે ખૂબ જ ભાવુક થઈ ગયાં હતાં. સામે આવેલાં ફોટો જોઈ કોઈ પણ કહેશે કે ચિરંજીવી મેઘનાની સાથે ઊભા છે પણ, રિઅલમાં તે તેમનું કટઆઉટ છે.

મેઘનાના સીમંતની વિધિમાં તેમના પતિની કમી ન રહે એટલા માટે ચિરંજીવીના કદકાઠીનું એક કટઆઉટ બનાવ્યું અને સીમંત દરમિયાન તેમને સાથે રાખવામાં આવ્યાં.

મેઘનાના પતિએ કટાઆઉટ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. મેઘનાના સીમંતમાં ચિરંજીવીનું કટઆઉટ જોઈને દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયાં હતાં.

મેઘના રાજે બેબી શૉવર દરમિયાન લીલા રંગની પિન્ક ઑર્ડરવાળી સાડી પહેરી હતી. સ્ટેજ પર બેસેલી મેઘના સાથે તેમના પરિવારના સભ્યો જોવા મળી રહ્યાં છે.

મેઘનાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે અને લખ્યું, ‘મારા બે સૌથી ખાસ લોકો. ચિરુ તમે જેવું ઇચ્છતા હતા બિલકુલ એવું જ થશે. હંમેશા માટે. હું તમને પ્રેમ કરું છું બેબી.’

ચિરંજીવીનું જ્યારે નિધન થયું ત્યારે મેઘના ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ હતી. ચિરંજીવી અને મેઘના એક સાથે પોતાના ઘરે આવનારા નાના બાળકની રાહ જોઈ રહ્યાં હતાં, પણ આવું થઈ શક્યું નહીં.

17 ઑક્ટોબર, 1980માં બેંગલુરુંમાં જન્મેલા ચિરંજીવીએ વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘વાયુપુત્ર’થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને તેમના અંકલ કિશોર સરજાએ ડિરેક્ટ કરી હતી.

તેમના કરિયરની શરૂઆતમાં લગભગ ચાર વર્ષ સુધી અંકલ અર્જુન સરજા સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ચિરંજીવી, એક્ટર ધ્રુવ સરજાના મોટા ભાઈ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના એક્શન કિંગ કહેવાતા અર્જુન સરજાના ભત્રીજા છે.

ચિરંજીવી સરજાએ તેમના 11 વર્ષના કરિયરમાં કુલ 22 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘ચિરું’, ‘કૈમ્પેગૌડા’, ‘વરદનાયકા’, ‘વ્હિસલ’, ‘ચંદ્રલેખા’, ‘રામલીલા’, ‘સીઝર’, ‘અમ્મા આઇ લવ યુ’, ‘ખાખી’, ‘આધ્યા’ અને ‘શિવાર્જુન’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page