Only Gujarat

Bollywood

બોલિવૂડની ચમકદમકથી આ એક્ટ્રેસિસનું ઉતરી ગયું મન ને બની ગઈ સાધ્વી

મુંબઈઃ બિગ બોસ 6, અને ફિલ્મ ‘જય હો’માં કામ કરી ચૂકેલી એક્ટ્રસ સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. હવે તે આધ્યાત્માનાં રસ્તે જતી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવતા લખ્યું કે, ‘હવે અલ્લાહએ બતાવેલા રસ્તા પર ચાલી માનવતાની સેવા કરશે.’ સના ખાન પહેલાં પણ ઘણી એક્ટ્રસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડી આધ્યાત્મ અને તરફ વળી ગઈ હતી. તો અમે તમને જણાવીએ એવી એક્ટ્રસ વિશે…

જાયરા વસીમ
સનાની જેમ જાયરા વસીમે પણ ગયાં વર્ષે જૂન મહિનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી લોકોને ચોંકાવી દીધા હતાં. ફિલ્મ ‘દંગલ’થી ડેબ્યુ કરનારી એક્ટ્રસ જાયરાએ કુલ ત્રણ ફિલ્મામાં જ કામ કરી બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. તેમનું કહેવું હતું કે, ‘તેમને આ પ્રોફેશનમાં ખુશી મળતી નથી કેમ કે તેમના ધર્મને માનવામાં અડચણો અનુભવાય રહી છે.’

સોફિયા હયાત
બિગ બોસ 7ની કન્ટેસ્ટન્ટ અને મૉડેલ સોફિયા પણ વર્ષ 2016માં શૉ છોડી નન બની જતાં ચર્ચામાં આવી હતી. તેમનું કહેવું હતું કે, ‘તે રાતોરાત નન બની ગઈ નથી, જોકે, રિલેશનશિપને લીધે તેમને આ પગલું ભર્યું છે.’ જોકે, લોકોએ આ પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

બરખા મદાન
બરખાએ 4 નવેમ્બર 2012માં સંસાર છોડી સન્યાસ લઈ લીધો હતો. એવું નહોતું કે, તેમણે આ નિર્ણય આર્થિક તંગી, કરિયરમાં અડચણ કે દિલ તૂટ્યા પછી લીધો હોય. કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2002માં ધર્મશાળામાં એક ઇવેન્ટ દરમિયાન જ્યારે તેમને દલાઇ લામા જોપા રિપોંચેને સાંભળ્યા ત્યારે તેમના મનમાં નન બનવાનો વિચાર આવ્યો. જ્યારે આ ઇચ્છ દલાઇ લામા સામે રાખી તો તેમણે કહ્યું કે, ‘કેમ, શું તમારો બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે. મઠમાં રહેવાનો અર્થ એવો નથી કે તમે કોઈનાથી ભાગી રહ્યા છો.’

આ પછી બરખાને બૌદ્ધ ધર્મ દર્શન શાસ્ત્ર સાથે જોડવવાની સલાહ આપવામાં આવી હતી. આ સલાહનો ઉદ્દેશ્ય બરખાને તે વાતનું જ્ઞાન કરાવવાનો હતો કે, તે કેમ નન બનવા માગે છે.

આ પછી બરખાએ ખુદની પ્રોડક્શન કંપની બનાવી અને તેમના બેનર હેઠળ બે ફિલ્મોનું નિર્માણ કર્યું. એક ફિલ્મ ‘સોચ લો’ (2010) અને બીજી ફિલ્મ ‘સુરખાબ’. વર્ષ 2012માં એકવાર ફરી બરખા કાઠમાંડૂ સ્થિત બૌદ્ધ મઠ પહોંચી તો તેમને ફરી સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં બરખાએ કહ્યું કે, ‘બધું પોતાની જગ્યાએ સરખું ચાલી રહ્યું છે. આ પછી તેમને એવું લાગે છે કે, કંઈક છે જે બાકી રહે છે.’ 4 નવેમ્બર 2012ને સવાર-સવારમાં 9 વાગ્યે બરખાએ સન્યાસ લઈ લીધો.

અનુ અગ્રવાલ
વર્ષ 1990માં આવેલી ફિલ્મ ‘આશિકી’એ અનુને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. આ ફિલ્મ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી પણ તેમને ‘આશિકી’ જૈવી પોપ્યુલારિટી મળી નહોતી. હવે ગ્લેમરસ વર્લ્ડથી દૂર અનુ ઝૂંપડીમાં જઈ ગરીબ બાળકોને ફ્રીમાં યોગ શીખવાડે છે. વર્ષ 1996 પછી ફિલ્મી દુનિયામાંથી ગાયબય થયેલી અનુ યોગા અને આધ્યાત્મ તરફ આગળ વધી ગઈ છે.

આ વચ્ચે વર્ષ 1999માં થયેલાં એક રોડ એક્સિડન્ટે અનુની લાઇફ બદલી નાખી હતી. આ દુર્ઘટનામાં ન માત્ર તેમની યાદશક્તિ જતી રહી, પણ તે પેરેલાઇઝ્ડ પણ થઈ ગઈ હતી. લગભગ 29 દિવસો સુધી કોમામાં રહ્યાં બાદ અનુ ભાનમાં આવી, તો તે પોતાને ભૂલી ગઈ હતી. યાદશક્તિ ગુમાવ્યા પછી અનુનો પુર્નજન્મ હતો કે લગભગ 3 વર્ષની ટ્રીટમેન્ટ પછી તેમની યાદશક્તિ પાછી આવી ગઈ. અનુ પોતાની આત્મકથા ‘અનયુઝવલઃ મેમોઇર ઓફ એ ગર્લ કેમ બેક ફ્રોમ ડેડ’માં જણાવી છે.

મમતા કુલકર્ણી
ક્યારેક પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહેતી એક્ટ્રસ મમતા કુલકર્ણી પાંચ વર્ષ પહેલાં સાધ્વી બધાને ચોંકાવી દીધા હતાં. બોલિવૂડને છોડી તે આધ્યાત્મની રાહ પર જતી રહી હતી. વર્ષ 2013માં તેમણે પોતાના પુસ્તક ‘ઑટોબાયોગ્રાફી ઑફ ઍન યોગિની’ રિલીઝ કરી હતી. આ દરમિયાન ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાનું કારણ જણાવતાં મમતા કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ‘કેટલાક લોકો દુનિયાના કામો માટે જન્મયા હોય છે, જ્યારે કેટલાક ઇશ્વર માટે જન્મયા હોય છે. હું પણ ઇશ્વર માટે જન્મી છું.’

You cannot copy content of this page