Only Gujarat

FEATURED National

જ્યાં પતિના થયા અંતિમ સંસ્કાર, ત્યાં જ પત્નીની સળગી ચિતા, એકના એક દીકરાના હાલ થયા બેહાલ

કાનપુરઃ પતિની હત્યા બાદ એકલા જીવી રહેલી મહિલા પોલીસકર્મીએ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેણે ગાજીપુર સ્થિત મામા-સસરાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ સાથે જ બાળપણની એક લવ સ્ટોરીનો અંત આવ્યો હતો. મહિલા પોલીસકર્મીએ એક સુસાઈડ નોટ પણ લખી હતી.

સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પરિવારજનોની પૂછપરછ બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. 5 મહિનાના દીકરાની જવાબદારી મનિષના નાના ભાઈને સોંપવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મહિલા પોલીસકર્મી રિંકીનો મૃતદેહ ગૌસપુર સ્થિત સાસરીએ લઈ જવાયો હતો.

અમુક સમય રિંકીનો મૃતદેહ સાસરીમાં રાખ્યા બાદ પતિ મનીષના બગીચામાં લઈ જવાયો અને તે જ સ્થળે અંતિમ સંસ્કાર કરી દેવાયા જ્યાં મનિષના થયા હતા. સુસાઈડ નોટમાં રિંકીએ જ આ ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ 5 મહિનાના દીકરા શિવાયના માતા વગર હાલ બેહાલ થયા હતા.

રિંકીના પિયર પક્ષથી કોઈપણ વ્યક્તિ અંતિમ સંસ્કારમાં સામેલ થયો નહોતો. દિયર મંદીપે ભાભીને મુખાગ્નિ આપી. સાંજે ચિંકીનો મૃતદેહ જ્યારે સાસરીએ પહોંચ્યો ત્યારે લોકો ચીખો સાથે રડતા જોવા મળ્યા હતા.

માતાને જોઈ રડવા લાગ્યો 5 મહિનાનો દીકરો
5 મહિનાનો દીકરો શિવાય મોટાભાગે માતા સાથે રહેતો હતો. તેને જ્યારે માતાના અંતિમ દર્શન માટે લઈ જવામાં આવ્યો તો તેણે માતાને જોઈ તેમની પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા હાથ ફેલાવ્યા હતા પરંતુ તેને માતાના નિધન અંગે ક્યાંથી સમજ હોય.

આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર તમામ લોકો રડવા લાગ્યા હતા. રિંકીના સાસરીની પાસે જ પિયર છે. પરંતુ જમાઈ મનિષની હત્યા બાદથી જ રિંકીના પરિવારજનો ગુમ છે. આશા છે કે રિંકીની માતા તો આ સમયે આવશે પરંતુ તે પણ આવી નહીં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page