Only Gujarat

Bollywood

પ્રેગ્નન્સીમાં આ કારણે કરીના કપૂર પહેરે છે એકદમ ઢીલાં કપડાં!

મુંબઈઃ કરીના કપૂર અત્યારે તેમનો પ્રેગ્નન્સિ પીરિયડ એન્જોય કરી રહી છે. પ્રેગ્નન્ટ થવા છતાં પણ કરીના ખૂબ જ એક્ટિવ છે અને અત્યારે કામ કરી રહી છે. જોકે, પ્રેગ્નન્સિમાં કરીના કપૂર ઢીલાં કપડાં પહેરી રહી છે. હાલમાં જ કરીના કપૂર વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન કરીનાનો ડ્રેસ, માસ્ક અને મોબાઇલ કવર પણ વ્હાઇટ હતાં. કરીનાને આ લુકમાં જોઈ લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યાં છે.

એક યૂઝરે કોમેન્ટ કરી કહ્યું કે, ‘આ કપડા છે કે PPE કીટ.’ તો બીજા યૂઝરે કહ્યું કે, ‘શું તમે ખરેખર પ્રેગ્નન્ટ છો?’ ખરેખર કરીના આ ડ્રેસમાં તેમનો બેબી બંપ જરા પણ દેખાતું નથી.

એક બીજા યૂઝરે કરીનાના ફોટો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘બાળકોને ફેમસ કરવાની નિન્જા ટેક્નીક. રોજ ઘરેથી બહાર નીકળો.’ તો કેટલાક લોકોએ તો કરીનાને નેપોટિઝ્મ પ્રોડક્ટ પણ કહી દીધી.

કરીના કપૂર પ્રેગ્નન્સિમાં ઢીલાં કપડાં એટલે પહેરી રહી છે કે, તેમનુ બેબી બંપ ન દેખાય. સાથે જ વધારે ટાઇટ કપડાથી પેટ પર વધારે દબાણ થાય નહીં. આ કારણે જ કરીના અત્યારે ઢીલા અને આરામદાયક કપડા પહેરવાનું પસંદ કરી રહી છે.

હાલમાં જ કરીનાએ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જેના પર ઓવરઓવ વ્હાઇટ કલર પ્રિન્ટ હતો. પેન્ટ્સ અને ટોપ, બંને જ લૂઝ ડિઝાઈનમાં હતાં, જે પ્રેગ્નન્સિ મુજબ એકદમ પરફેક્ટ છે.

કો-ઓર્ડ સેટમાં પેન્ટ્સ લૂઝ-સ્ટ્રેટકટ સ્ટાઇલ કરી હતી. ટોપની લેન્થ લોઅર વેસ્ટ પોર્શન સુધી હતી જેમાં થ્રી-ફોર્થ સ્લીવસ હતી. ટોપમાં ડિપ-નેકલાઇન હતી, જે તેમની સ્ટાઇલને વધારી રહી હતી. આ સિમ્પલ સેટને કરીનાએ હાઇ હિલ્સ સાથે મેચ કર્યાં હતાં.

કરીનાએ થોડાં દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેની પહેલી પ્રેગ્નન્સિ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘તૈમૂરના સમયે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે દરેક મને ખૂબ જ ખાવાનું કહેતાં હતાં અને તેને લીધે મારું 25 કિલો વજન વધી ગયું હતું. હું ફરીથી તેવું કરવા માગતી નથી. મારે બસ હેલ્થી ખાવાનું અને ફિટ રહેવું છે.’

કરીનાના જણાવ્યા મુજબ, ‘પહેલી પ્રેગ્નન્સિ દરમિયાન દરેક કહેતાં હતાં કે પરાઠા ખાવ, દૂધ પીવો, પણ હવે હું કહું છું કે મેં આ બધુ કર્યું છે. હું જાણું છું કે મારી બોડીને શેની જરૂર છે.’ કરીનાએ વધુમાં કહ્યું કે, ‘મારા ડોક્ટરે મને કહ્યું છે કે, તમે બે વ્યક્તિનું ખાવ. બસ સારું ખાવ અને પોતાનું ધ્યાન રાખો.’

કરીના વર્ષ 2021માં ફેબ્રુઆરી અથવા માર્ચમાં તેના બાળકને જન્મ આપશે. આમ તો કરીના-સૈફ દીકરો કે દીકરીની મા બને છે તે સમય આવ્યે ખબર પડશે, પણ બેંગલુરુંના જ્યોતિષ જગન્નાથ ગુરુજીએ કરીના-સૈફના ઘરે આવનારા બીજા મહેમાન અંગે ખુલાસો કર્યો છે.

પંડિતજીએ કહ્યું છે કે, ‘જ્યોતિષી ગણના અને તેમના ચહેરાને જોયાં પછી હું ભવિષ્યવાણી કરું છું કે, કપલ તેમની દીકરીનું સ્વાગત કરશે.’

કરીના જલદી જ આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. જેનું શૂટિંગ આ મહિનાના અંતમાં દિલ્હીમાં શરૂ થશે. ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલ પ્લે કરી રહી છે. આ શૂટિંગ ઘણાં સપ્તાહ સુધી ચાલે તેવી સંભાવના છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page