Only Gujarat

Bollywood

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટે કર્યો મોટો ધડાકો, એક નહીં પણ બે છોકરાઓ સાથે હતી રિલેશનશીપમાં

મુંબઈઃ રિઆલિટી શૉમાં બિગબોસના ઘરમાં ગયાં પછી કન્ટેસ્ટન્ટ ગેમમાં પોતાની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. એવામાં પવિત્ર પુનિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં પવિત્રા એક સમયે બે છોકરા સાથે રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી રહી છે. ગેમની વાત કરીએ તો આ સીઝનમાં પવિત્રા પનિયા અને એજાજ ખાન વચ્ચે નજીકતા વધતી દેખાઈ રહી છે.

હાલમાં જ ટેલિકાસ્ટ થયેલાં એક એપિસોડમાં એજાજ પવિત્રાને પોતાની બાહોમાંથી ઉઠાવી કિચનથી દૂર બીજા એરિયામાં લઈ જતો જોવા મળે છે. પવિત્રા અને એજાજ એક બીજા સાથે ખૂબ જ ખુશ પણ લાગી રહ્યાં છે.

આ સાથે જ થોડાં સમય પહેલાં પવિત્રાના એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાએ દાવો કર્યો હતો કે, તેમને ડેટ કર્યાં પહેલાં પવિત્રા પરિણીત હતી અને તેમને પારસ પાસે આ વાત છુપાવી હતી. જોકે, પારસની આ વાત પર પવિત્રાએ કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

વાત કરીએ વાઇરલ થઈ રહેલાં વીડિયોની તો તેમાં પવિત્રા બિગબોસના ઘરમાં કન્ટેસ્ટન્ટ સારા ગુરપાલ, નિશાંત સિંહ અને રાહુલ વૈધેને કહે છે, ‘પહેલાની વાત છે, મારા બે બોયફ્રેન્ડ હતાં. હું મારા બંને કાનમાં ફોન રાખતી હતી અને એકબીજાને ખબર પણ પડતી નહોતી.’

પવિત્રા પુનિયાની આ વાત પર રાહુલે ઇન્ટ્રસ લઈ પૂછી લીધું કે, ‘શું તેમને ક્યારેય બોયફ્રેન્ડ્સના નામને મિક્સ કર્યાં છે.’ જેના વિશે પવિત્રાએ જવાબ આપ્યો કે, ‘કન્ફ્યૂઝનથી બચવા માટે તે બંનેને બેબી કહેતી હતી.’ સારાએ મજાકમાં કહ્યું કે, આ જ કારણ છે કે, પુરુષોને બેબી, શોના અને જાન જેવા પ્રેમાળ નિકનેમ કેમ આપવામાં આવે છે.

રિપોર્ટ્સ મુજબ, પવિત્રા અને પારસે વર્ષ 2018માં થોડાં સમય માટે એક બીજાને ડેટ કર્યાં હતાં. આ પછી પારસને પવિત્રાના સંબંધ વિશે જાણ થઈ હતી.

પવિત્રાની કોમેન્ટ્સ પર પારસે કહ્યું કે, ‘પવિત્રાએ તેના લગ્નની વાત છુપાવીને રાખી હતી, જ્યારે તે એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. તેમને ત્યારે લગ્નની વાત ખબર પડી જ્યારે તેમના પતિએ તેમને મેસેજ કર્યો.’

You cannot copy content of this page