Only Gujarat

Bollywood

પિતા સનીપાજીને ઠુમકા લગાવતા જોઈને દીકરો શરમથી થયો લાલ, હતું આ રિએક્શન

મુંબઈ: માધુરી દીક્ષિત અને સની દેઓલનો એક રોમાન્ટિક ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંને 1989માં આવેલી પોતાની જ ફિલ્મ ‘ત્રિદેવ’ના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સની અને માધુરીએ ‘મે તેરી મોહબ્બત મેં પાગલ હો જાઊંગા’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન માધુરીના એક્સપ્રેશન જોવા જેવા હતા તો, સની દેઓલ ખૂબ જ ઓછા મૂવમેન્ટ કરતા જોવા મળ્યા. ડાન્સ દરમિયાન સની એક જ જગ્યાએ ઉભા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વીડિયો રિયાલિટી શો ‘ડાન્સ દિવાને’નો છે, જેમાં માધુરી પિંક સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે.

માધુરી સાથે પાપા સની દેઓલને રોમાન્ટિક ડાન્સ કરતા જોઈ તેના દીકરા કરણનું રીએક્શન જોવા જેવું હતું. પહેલા તો તે શરમાઈ ગયો બાદમાં તેણે પાપા માટે તાળી પાડી હતી. તો, ડાન્સ પછી સની દેઓલને પૂછવામાં આવ્યું કે તમે ખૂબ જ શરમાઈ રહ્યા હતા. તો તેમણે કહ્યું કે, શું કરું હું શરમાતો નહોતો. તે પોતાની મેળે જ આવી જાય છે, પરંતુ બાદમાં તેને પાછળ હટાવવી પડે છે.

તો માધુરી દીક્ષિતે કહ્યું હતું કે, ‘મે જ્યારે સની સાથે પહેલી ફિલ્મ કરી તો એ સમયે અમે જ્યારે રોમાન્ટિક શોટ્સ આપતા ત્યારે તેઓ આંખમાં નહોતા જોતા. તેઓ હંમેશા શરમાતા રહેતા હતા.’ જેના પર ધર્મેન્દ્રએ કહ્યું કે, બધું બાપ પર છોડી દીધું છે તેણે.

ધર્મેન્દ્રની વાત સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ હસી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે સની અને માધુરીની જોડી માત્ર એક જ વાર સુપરહિટ ફિલ્મ ‘ત્રિદેવ’માં નજર આવી હતી. જે બાદ બંનેએ સાથે એકપણ ફિલ્મ નથી કરી.

બંનેના સાથે ન આવવાનું કારણ એ હતું કે સનીની ફિલ્મોનું જૉનર એક્શન સુધી સીમિત હતું. તો માધુરી ડાન્સ, કૉમેડી, ફેમિલી ડ્રામા દરેક પ્રકારની ફિલ્મો કરી રહી હતી. બંનેની ફિલ્મોના જોનરમાં ક્યારેય તાલમેલ ના થયો અને બંનેની જોડી પછી એકપણ ફિલ્મમાં ના દેખાઈ.

ભલે સની અને માધુરીએ એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું પરંતુ તેમની વચ્ચેના સંબંધો ઘણા સારા છે. સની લગભગ એક્ટિંગમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે. જો કે, માધુરી એક-બે ફિલ્મમાં નજર આવી રહી છે.

વર્કફ્રંટની વાત કરીએ તો માધુરી છેલ્લી વાર 2019માં આવેલી ફિલ્મ ‘કલંક’માં નજર આવી હતી. તો સની દેઓલ 2018માં આવેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં નજર આવ્યા હતા. નોંધનીય છે કે ફિલ્મ ‘ત્રિદેવ’ 31 વર્ષ પહેલા 1989માં રિલીઝ થઈ હતી.

You cannot copy content of this page