Only Gujarat

Bollywood

આ સુંદર એક્ટ્રેસને સીરિયલના શૂટિંગ દરમિયાન કો-સ્ટાર સાથે મળી ગઈ હતી આંખ

મુંબઈ: પોપ્યુલર શો ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરીને ફેમસ થઈ ગયેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી 33 વર્ષની થઈ ગઈ છે. પૂજાએ વર્ષ 2008માં ટીવી શો ‘કહાની હમારે મહાભારત કી’થી કરિયર શરૂ કરી હતી. જોકે તેને ઓળખ એ જ વર્ષે શરૂ થયેલી વધુ એક સીરિયલ ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’થી મળી હતી. પૂજાએ હિન્દી ઉપરાંત બંગાળી અને તેલુગુ મળી ડઝનથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

પહેલાંથી જ પરિણીત પૂજા બેનર્જીને આ સીરિયલના સેટ પર કો-સ્ટાર કૃણાલ વર્મા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર પછી બંને વચ્ચે અફેર શરૂ થયું હતું.

અફેર શરૂ થઈ ગયા પછી પૂજા અને કૃણાલ વર્મા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું અને પછી 2016માં એવા સમાચાર પણ આવ્યા હતા કે કપલનો 8 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો છે. બ્રેકઅપના કારણ અંગે પૂજા બેનર્જીએ કોઈ કમેન્ટ કરી નહોતી.

જોકે પૂજા સાથે બ્રેકએપ અંગે કૃણાલે કહ્યું હતું, ‘‘આ એક એકબીજાની સમજૂતી લેવાયેલો નિર્ણય છે. પૂજા લગ્ન કરવા માંગતી હતી, પણ મને લાગે છે કે હું એના માટે હજી તૈયાર નથી. હું હજી મારા કરિયર પર ધ્યાન આપવા માંગું છું. હું લગ્ન કરું એ પહેલાં મારા પોતાના પગ પર ઉભો રહેવા માંગું છું. પૂજા અને હું અમારા સંબંધને એક સારા દોસ્ત તરીકે કન્ટીન્યૂ કરીશું.’’

જોકે બાદમાં 2017માં પૂજા અને કૃણાલે સગાઈ કરી લીધી હતી. મુંબઈના અંધેરી સ્થિત ‘ધ ક્લબ’માં તેમની પ્રાઈવેટ એંગજમેન્ટ સેરેમની પણ યોજાઈ હતી.

નોંધનીય છે કે પૂજા બેનર્જીએ એકતા કપૂરના શો ‘કહાની હમારે મહાભારત કી’થી ડેબ્યૂ કર્યું હતું. ‘સર્વગુણ સંપન્ન’, ‘કયામત’, ‘દેવો કે દેવ મહાદેવ’, ‘કબૂલ હૈ’ અને ‘કોમેડી નાઈટ્સ બચાવો’ જેવા શોમાં પૂજા કામ કરી ચૂકી છે. પૂજા બિગબોસ બાંગ્લામાં પણ કન્ટેસ્ટન્ટ તરીકે નજર આવી ચૂકી છે.

પૂજાએ ટીવી ઉપરાંત બોલિવૂડની ફિલ્મોમાં પણ ચમકી ચૂકી છે. પૂજાએ ‘રાજધાની એક્સપ્રેસ’ અને ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ ઉપરાંત તેલુગુ, બંગાળી અને નેપાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં પણ કામ કર્યું છે. 2019માં આવેલી ફિલ્મ ‘3 દેવ’માં તેનું આઈટમ સોંગ પણ હતું.

You cannot copy content of this page