Only Gujarat

International

મહિલાને શરીરના એવા હિસ્સામાં વાળ ઉગ્યા કે સૌ કોઈ ચોંકી ગયા

ઇટાલીઃ દુનિયામાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે. કેટલીક એવી બીમારીઓ હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. બાંગ્લાદેશમાં એક ટ્રી મેન હતો જેના હાથ અને પગ ઝાડના મૂળિયાની જેમ દેખાતા હતા. પરંતુ તાજેતરમાં જ ઇટાલીમાં એક એવી મહિલાની બીમારી સામે આવી છે જેણે તમામને ચોંકાવી દીધા છે. મહિલાને શરીરના એવા હિસ્સામાં વાળ ઉગ્યા છે જેણે તમામને ચોંકાવી દીધા છે.


ઇટાલીમાં કહેનારી એક 25 વર્ષની મહિલાના દાંત અને જડબાની વચ્ચે વાળ ઉગી ગયા હતા. જ્યારે તે પોતાની સમસ્યાને લઇને ડોક્ટર પાસે ગઇ તો તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. ડોક્ટરને પહેલા કાંઇ સમજમાં ના આવ્યું પરંતુ રિસર્ચ બાદ જાણવા મળ્યું કે, આ પાછળ પોલિસિસ્ટિક ઓવરી સિડ્રોમ હોઇ શકે છે.

કેટલાક ડોક્ટર્સના મતે આ ગિંગિવલ હર્સુટિઝમ હોઇ શકે છે. આ બીમારીમાં માણસના શરીરના એવા હિસ્સામા વાળ ઉગે છે જ્યાં કોઇ વિચારી પણ ના શકે.આ મહિલા ઘણા વર્ષોથી પીસીઓએસથી પીડિત છે. આ કારણે 2009માં તેના ગળામાં વાળ ઉગ્યા હતા.

ત્યારે ડોક્ટરે તેની સારવાર કરી હતી. ત્યારબાદ આ સમસ્યા ખત્મ થઇ ગઇ હતી પરંતુ એકવાર ફરી તે સમસ્યાનો સામનો કરી રહી છે.

ડોક્ટરોએ મહિલાના મોંમાં રહેલા વાળ ખેંચીને બહાર કાઢી લીધા હતા. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આજે દુનિયામાં ફક્ત પાંચ પુરુષ આ બીમારીથી ગ્રસ્ત છે. આ પ્રથમ મહિલા છે જે આ બીમારીનો ભોગ બન્યો છે. તાજેતરમાં જ આ બીમારી અંગે એક વિશેષ રિપોર્ટ ઓરલ પેથોલોજી જનરલમાં પ્રકાશિત થયો હતો.

You cannot copy content of this page