Only Gujarat

Bollywood

દીપિકાની પાર્ટીમાં આલિયા ભટ્ટ અને અનન્યા પાંડેનો આવો હતો જલવો, આવી હતી પાર્ટીની ચમક-દમક

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ગઈકાલે તેનો 35મો જન્મદિવસ ઉજવ્યો હતો. બોલિવુડના સિતારાઓથી લઈને ફેન્સ સોશ્યિલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગ પર દીપિકાએ મુંબઈની રેસ્ટોરન્ટમાં એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેની કેટલિક તસવીરો સામે આવી છે.

આ ડિનર પાર્ટીમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ હાજર રહ્યા હતા. પાર્ટીમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને તેની બહેન શાહીલ સામેલ થઈ હતી.

પાર્ટીમાં આલિયા ભટ્ટ બ્લેક આઉટફીટમાં નજર આવી હતી. તેણે બ્લેક બ્રાલેટની સાથે જેકેટ અને જીન્સ પહેર્યું હતું. તેણે પોતાના આઉટફીટને મેચ કરતા બ્લેક સ્લિંગ બેગ પણ કેરી કરી હતી. પાર્ટીમાં જતી વખતે રણબીરની એક સોલો તસવીર સામે આવી હતી. જેમાં તેણે વ્હાઈટ શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલું છે.

દીપિકાની બર્થડે પાર્ટીમાં પ્રોડ્યુસર કરન જોહર એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે આવ્યો હતો. કરન જોહરે રંગની શર્ટ પહેર્યો હતો, જ્યારે અનન્યા પાંડે વ્હાઈટ આઉટફીટમાં હતી.

પાર્ટીમાં અનન્યા પાંડેની એન્ટ્રી પછી તેનો બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર પણ આવ્યો હતો. તેણે રંગીન જેકેટ અને વ્હાઈટ જીન્સ પહેર્યું હતું.

સિદ્ઘાંત ચતુર્વેદી અને અંજીની ઘવને પણ દીપિકાની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપી હતી.

સિદ્ધાર્થ આનંદ તેની પત્ની સાથે પાર્ટીમાં હાજર રહ્યો હતો. અયાન મુખર્જી પણ ઉપસ્થિત રહ્યો હતો.

રીતિકા ભવનાની પણ પાર્ટીમાં હાજર રહી હતી.

પાર્ટીમાં તમામ સેલેબ્સે માસ્ક પહેર્યું હતું. આ ઉપરાંત રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં દીપિકા રણવીરની ગોદમાં બેસેલી જોવા મળે છે.

દીપિકા પાદુકોણે જન્મદિવસની શરૂઆત પતિ રણવીરસિંહ સાથે બ્રેકફાસ્ટ કરીને કરી હતી. તેના બ્રેકફાસ્ટને લઈને પણ અમુક તસવીરો બહાર આવી છે. જેમાં દીપિકા બ્રાઉન કલરનું ટ્રક સૂટ પહેરેલી જોવા મળી હતી.

You cannot copy content of this page