Only Gujarat

Bollywood

શ્રીદેવીથી લઈને માધુરી સુધી: બોલિવૂડની 11 અભિનેત્રીઓ શૂટિંગમાં જ થઈ ગઈ હતી પ્રેગનેન્ટ

મુંબઈ: કરીના કપૂર હાલમાં પ્રેગનેન્ટ છે અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તે પોતાના બીજા બાળકને જન્મ આપશે. જો કે તેની પ્રેગનેન્સીના કારણે લાલ સિંહ ચઢ્ઢાના મેકર્સ ચિંતામાં પડી ગયા છે. આ ફિલ્મમાં કરીના લીડ રોલમાં છે અને તેનું ઘણું શૂટિંગ બાકી છે. પરંતુ એક્ટ્રેસના બેબી બંપના કારણે હવે મેકર્સને શૂટિંગમાં પરેશાની થઈ શકે છે. કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે બેબી બંપને છુપાવવા માટે મેકર્સ હવે કમ્પ્યૂટર ગ્રાફિક્સનો સહારો લઈ શકે છે. જણાવી દઈએ લાલ સિંહ ચઢ્ઢાના પ્રોડ્યૂસર આમિર ખાન અને કિરણ રાવ છે, જ્યારે ડાયરેક્ટર અદ્વૈત ચંદન છે. ફિલ્મનું બજેટ 200 કરોડ આસપાસ છે. ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂરની સિવાય વિજય સેતુપતિ, મોના સિંહ, વિવેક મુસ્કાન અને વિનીતા ઠાકુર પણ છે. આમ તો આ પહેલો મોકો નથી જ્યારે શૂટિંગ દરમિયાન કોઈ અભિનેત્રીની પ્રેગનેન્સીના અહેવાલો મળ્યા હોય. પહેલા પણ આવું થતું રહ્યું છે. આ પેકેજમાં અમે તમને જણાવી રહ્યા છે આવી જ 10 અભિનેત્રીઓ વિશે, જે શૂટિંગ પીરિયડમાં જ પ્રેગનેન્ટ થઈ હતી.

કરીના કપૂર:
કરીના કપૂર ફિલ્મ વીરે દી વેડિંગના શૂટિંગ દરમિયાન જ પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. કરીના શરૂઆમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને પ્રેગનેન્સીની ખબર પડી હતી. જો કે પ્રેગનેન્સી બાદ પણ તેણે ફિલ્મના કેટલા સીન શૂટ કર્યા હતા. બાદમાં ડિલીવરી પહેલા બ્રેક લીધો હતો. જે બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ માંગે જોર પકડ્યું હતું કે એક્ટ્રેસ ફિલ્મના શૂટિંગ દરમિયાન ખાતરી આપે કે તે પ્રેગનેન્ટ નહીં થાય.

કાજોલ:
2010માં વી આર ફેમિલીની શૂટિંગ દરમિયાન કાજોલ પ્રેગનેન્ટ હતી. ફિલ્મમાં કાજોલે 3 બાળકોની માતાનો રોલ કર્યો હતો. પ્રેગનેન્ટ હોવા છતા કાજોલ ન માત્ર ફિલ્મનું શૂટિગ પુરું કર્યું પરંતુ તેની પ્રમોશનલ ઈવેન્ટ્સમાં પણ ભાગ લીધો હતો. અજય ઈચ્છતા હતા કે કાજોલ આરામ કરે. પરંતુ ડિલિવરીના કેટલાક મહિલાઓ સુધી કાજોલ સતત કામ કરતી હતી. બાદમાં કાજોલે દીકરા યુગને જન્મ આપ્યો હતો.

ઐશ્વર્યા રાય:
ફિલ્મ હીરોઈનના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા પ્રેગનેન્ટ થઈ હતી, જેના કારણે તેણે ફિલ્મનું શૂટિંગ વચ્ચે જ રોકી દીધું. જણાવી દઈએ કે ફિલ્મના કેટલાક સીન એશ સાથે શૂટ થઈ ચુક્યા હતા. ઐશ્વર્યાએ ફિલ્મ વચ્ચેથી છોડી દેતા ઘણું નુકસાન પણ થયું હતું. બાદમાં ઐશ્વર્યાની જગ્યાએ કરીનાને લેવામાં આવી હતી.

જૂહી ચાવલા:
1995માં જ જૂહીએ જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતા. તે બાદ તેણે ફિલ્મો ન છોડી. જ્યારે જૂહી પહેલીવાર પ્રેગનેન્ટ થઈ ત્યારે તેને અમેરિકાથી સ્ટેજ શોની ઑફર આવી હતી જેને જુહીએ ના નહોતી પાડી અને બીજી વાર ફિલ્મ ઝંકાર બીટ્સ દરમિયાન પણ તે પ્રેગનેન્ટ હતી.

માધુરી:
માધુરી પણ એ અભિનેત્રીઓમાં સામેલ છે જેણે પોતાના કામ સાથે કોઈ પણ સ્થિતિમાં સમજૂતી ન કરી. દેવદાસ શૂટ કરતા સમયે માધુરી પ્રેગનેન્ટ હતી. અને આ દરમિયાન તેણે ગીત હમ પે યે કિસને પર ખૂબ જ સારો ડાન્સ પણ કર્યો હતો.

શ્રીદેવી:
ફિલ્મ જુદાઈના શૂટિંગ દરમિયાન શ્રીદેવી પ્રેગનેન્ટ હતી. એ સમયે તે પોતાની મોટી દીકરી જાહ્નવી કપૂરને જન્મ આપવાની હતી. આ ફિલ્મના પ્રોડ્યૂસર બોની કપૂર હતા. કહેવામાં આવે છે કે, જ્યારે શ્રીદેવી પ્રેગનેન્ટ હતી ત્યારે તેમના લગ્ન પણ નહોતા થયા. બાદમાં શ્રીદેવી અને બોની કપૂરના લગ્ન થયા હતા.

ફરાહ ખાન:
ફરાહ ખાન જ્યારે ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ડાયરેક્શન કરી રહી હતી ત્યારે તે પ્રેગનેન્ટ હતી. તેમ છતાં તેણે કામ ન છોડ્યું. ત્યાર બાદ તેણે એકસાથએ 3 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાંથી એક દીકરો અને બે દીકરીઓ છે.

મૌસમી ચેટર્જી:
ફિલ્મ રોટી કપડા ઔર મકાનના શૂટિંગ સમયે મૌસમી ચેટર્જી પ્રેગનેન્ટ હતી. મનોજ કુમારના લીડ રોલ વાળી આ ફિલ્મમાં મૌસમી સાથે એક રેપ સીન શૂટ કરવાનો હતો. કારણ કે એ સમયે મૌસમી પ્રેગનેન્ટ હતી, તેની તબિયત સારી નહોતી રહેતી. એટલે મૌસમી એ વાતને લઈને ચિંતામાં હતી કે તે રેપ સીન શૂટ કેવી રીતે કરશે. જો કે બાદમાં આ સીન શૂટ થયો હતો.

જયા બચ્ચન:
ફિલ્મ શોલે પહેલા જયા અને અમિતાભ લગ્ન કરી ચુક્યા હતા અને ફિલ્મ શૂટિંગ દરમિયાન જયા બચ્ચન પ્રેગનેન્ટ હતા. આ ફિલ્મના એક સીને જયા બચ્ચનનો બેબી બમ્પ દેખાય છે. બાદમાં જયાએ દીકરી શ્વેતાને જન્મ આપ્યો હતો.

નંદિતા દાસ:
એક્ટ્રેસ અને ડાયરેક્ટર નંદિતા દાસ ફિલ્મ આઈ એમના શૂટિંગ દરમિયાન પ્રેગનેન્ટ હતી. જો કે એવા સમયમાં પણ તેણે ઘરે આરામ કરવાના બદલે શૂટિંગ પર જવું યોગ્ય સમજ્યું. ફિલ્મમાં નંદિતાએ એવી છોકરીની ભૂમિકા નિભાવી હતી જે ઘરે એકલી રહે છે પરંતુ માતા બનવા માંગે છે.

કોંકણા સેન:
કોંકણા સેને પ્રેગનેન્સીના સમયમાં ફિલ્મ મિર્ચની સાથે રાઈટ યા રોંગનું શૂટિંગ કર્યું હતું. તેણે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને ફિલ્મના પ્રમોશનમાં પણ સામેલ થઈ હતી.

You cannot copy content of this page