Only Gujarat

Bollywood FEATURED

મૃત્યુના 20 દિવસ પછી પણ સુશાંત સિંહને નથી ભૂલી શકી ઓનસ્ક્રીન બહેન

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધનને 20 દિવસ થઈ ગયા છે. સુશાંતે તેમના દમદાર અભિયન અને સ્વાભથી લોકોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. સુશાંતને ચાહતા લોકો હજુ પણ તેમને ભૂલી શકતાં નથી. આવી જ હાલત ફિલ્મ ‘એમ.એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંતની બહેનનો રોલ પ્લે કરનારી એક્ટ્રસ ભૂમિકા ચાવલાની છે. ભૂમિકા ચાવલા પણ સુશાંત સિંહ રાજપુતના નિધનથી આઘાતમાંથી બહાર આવી શકતી નથી અને હજુ પણ તેમને આશા છે કે, ખૂબ જ જલદી જાણ થાય કે સુશાંતે કયાં કારણે આત્મહત્યા કરી હતી?

ફિલ્મ ‘એમ.એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંતની બહેનનો રોલ પ્લે કરનારી ભૂમિકા ચાવલાએ સુશાંત સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતાં ભૂમિકા ચાવલાએ લખ્યું કે, ‘20 દિવસ થઈ ગયા હજુ પણ તમારા વિશે વિચારતી રહુ છું. હજુ પણ વિચારીને આશ્ચર્ય થાય છે કે, આ શું થઈ ગયું? કોઈ ભલે પડદા પર સાથે નાનો રોલ પ્લે કરે પણ તે પછી જોડાઈ જાય છે.’

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા પર સવાલ ઊભા કરતાં ભૂમિકા ચાવલાએ લખ્યું કે, ‘શું તે ડિપ્રેશનમાં હતો કે કોઈ પર્સનલ કારણ હતું?… જે પણ હતું કહેવું હતું. જો કોઈ પ્રોફેશનલ કારણ હતું તો તેમણે પહેલાં જ આટલી સારી ફિલ્મ કરી લીધી હતી.’ ભૂમિકા ચાવલાએ વધુમાં લખ્યું કે, ‘અહીં સર્વાઇવ કરવું સરળ નથી. તે ઇનસાઇડર આઉટસાઇડરની વાત કરી રહી નથી. આ વાત છે જે કાંઈ પણ છે.’

ભૂમિકાએ પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, ‘જો તે કોઈ સાથે 50થી વધુ ફિલ્મો કરે અને કનેક્ટ થઈ જાય તો તે સરળ હોતું નથી, પણ, તે ખુશ છે કે, ભૂમિકા કામ કરી રહી છે. કદાચ, એટલાં માટે કેમ કે તે તેની મરજીથી કામ કરી રહી છે અને સારા કામમાં વિશ્વાસ રાખે છે. તે વાત સાચી છે કે, અનેકવાર તમે લોકોને (બોલિવૂડ અથવા બહારના) ફોન કરો છો, મેસેજ કરો છો અને તે તમારી સાથે અયોગ્ય રીતે વાત કરે છે, પણ એવા પણ લોકો છે જે તમારા કામને નકારી દે છે અથવા તમને બધાથી અલગ કરી દે છે… આ દુનિયા દરેક પ્રકારના માણસોથી બનેલી છે.’

ભૂમિકાએ પોસ્ટમાં લખ્યું કે, ‘બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં લોકો એવાં છે જે તમારી ખૂબ જ ઇજ્જત કરશે, પણ કેટલાંક એવાં પણ લોકો છે જે જરૂર હોય ત્યારે જ તમારી પાસે આવે છે, પણ, જ્યારે તમે કહો કે, તમે તેમની સાથે કામ કરવા માગો છો. ત્યારે તે લોકો કહે છે કે… ચલો જોવું છું અથવા માત્ર હસીને તમને ચાલતાં કરે છે.’ આ ઉપરાંત ભૂમિકા લખે છે કે, ‘અત્યારે પણ દરેક વસ્તુ માટે ભગવાનની આભારી છું’

ભૂમિકાએ આ ઉપરાંત વધુમાં લખ્યું કે, ‘તેમણે ખુદ ને સમજાવી અને નિર્ણય કર્યો કે તે પછી વિચારશે, પણ લગભગ દરેક માટે બધુ સરખું નથી હોતું. કોઈ વાત નહીં બધુ જ પોઝિટિવ છે, પણ જો તમને લાગે કે પ્રોફેશનથી સંતુષ્ટ નથી અથવા કોઈ કારણે ડિપ્રેશનમાં છો તો… આ શહેર આપણને આપણાં સપના આપે છે, નામ આપે છે… ક્યારેક-ક્યારેક ગુમનામ પણ કરી દે છે…લાખો લોકોની આબાદીમાં તન્હા પણ કરી દે છે. જો કંઈ પણ આવું થાય તો મને આશા છે કે, તે આપણેને મરતાં પહેલાં જાણ થશે કે, શું હતું…તમે જ્યાં પણ છો તમારા અને તમારા પરિવાર માટે પ્રાર્થના કરું છું.’

ઉલ્લેખનીય છે કે, પડદા પર સુશાંતની બહેનનો રોલ પ્લે કરનારી ભૂમિકા ચાવલા તેમના ઇન્સ્ટાગ્રામ પર પહેલાં જ ભાવુક પોસ્ટ લખી ચૂકી છે. મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા મામલે તપાસ કરી રહી છે. અત્યાર સુધી 28 લોકોના પોલીસે નિવેદન લીધા છે. પોલીસ જલદી જ સંયજ લીલા ભણસાલીની પૂછપરછ કરશે. વર્ષ 2013માં ફિલ્મ ‘કાઇ પો છે’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારા સુશાંત સિંહ રાજપુતે ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘પીકે’, ‘એમ.એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’ અને ‘છિછોરે’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page