Only Gujarat

Bollywood FEATURED

મંડપમાં પતિનો હાથ પકડીને ‘સિંઘમ’ ગર્લે લીધા હતા ફેરા, લાલ લહેંગામાં લાગી રૂપરૂપનો અંબાર

મુંબઈઃ ‘સિંઘમ ગર્લ’ એટલે કે કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યાં હતાં. કાજલ તથા ગૌતમે મુંબઈમાં જ લગ્ન કર્યા હતા અને બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. કાજલ અગ્રવાલ તથા ગૌતમે પોતાના લગ્નની તસવીરો પણ શૅર કરી હતી.

આ તસવીરમાં એક્ટ્રેસે જીવનસાથીનો હાથ પકડ્યો છે અને ખુશીથી કિસ કરી રહી છે. સિંઘમ સ્ટારે લખ્યું કે- ‘અને બસ આવી જ રીતે, મિસથી મિસિસ સુધી. મે પોતાના આત્મવિશ્વાસ, સાથી, બેસ્ટ ફ્રેન્ડ, અને આત્માના સાથી સાથે લગ્ન કરી લીધા. કેટલી ખુશ છુ, કે મે આ તમામ વસ્તુઓ અને પોતાનું ઘર તમારામાં મેળવ્યું.’

બીજી તસવીરમાં દુલ્હા-દુલ્હનને એક વિધિ દરમિયાન એકબીજાના માથા પર હાથ રાખતા જોવા મળી રહ્યા છે. સાથે જ કાજલે, પોતાની પંજાબી-કશ્મીરી લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, આ વિધિ દક્ષિણ ભારતીય પરંપરા સાથે જોડાયેલી છે.

શેર કરેલી તસવીરમાં કાજલે પોતાના ચાહકોને જણાવ્યું છે કે કોરોનામાં લગ્ન કરવા એક ચેલેન્જ હતી. આથી જ તેમણે બહુ જૂજ મહેમાનોને બોલાવ્યા હતા. લગ્નમાં સામેલ થનાર તમામ ગેસ્ટ તથા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને કોવિડ 19ના તમામ નિયમોનું પાલન કર્યું હતું.

લુકની વાત કરીએ તો લગ્ન માટે, કાજલે ડિઝાઈનર અનામિક ખન્નાનો ડિઝાઈન કરેલો રેડ કરેલો લહેંગો પહેર્યો હતો, જે બ્લશ ગુલાબી દુપટ્ટા સાથે હતો. આ બ્રાઈડલ અટાયર પર ફ્લોરલ મોટિફ્સ અને સોનાનું કામ કરવામાં આવ્યું હતું.

બીજી બાજુ, વરરાજાએ ગોલ્ડન પાઘડી સાથે હાથી દાંત રંગની શેરવાની પહેરી હતી. કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

You cannot copy content of this page