Only Gujarat

Bollywood

જે છોકરી સાથે સાત ફેરા લેવા માગતા હતા ગુરુ રંધાવા, તેને આપી લગ્નની શુભેચ્છા અને પછી જે થયું તે…

થોડા દિવસો પહેલાં પોતાના ટ્રાન્સફોર્મેશનને લીધે ચર્ચામાં રહેતા ગુરુ રંધાવા હાલમાં જ કપિલ શર્મા શો માં આવ્યા હતા. આ દરમિયાન ગુરુ રંધાવાએ ઘણી વાતો કરી હતી. જેમાં કપિલ શર્માએ ગુરુ રંધાવાને તેના લગ્ન વિશે પણ સવાલ કર્યો હતો. જેના જવાબમાં ગુરુ રંધાવાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ગુરુ એ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા તેમના લગ્નની અફવા ઉડી હતી જેને લીધે તેમની સાથે શું થયું તે પણ જણાવ્યું હતું.

ગુરુ રંધાવા નવા વર્ષના અવસરે પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં એક છોકરી પણ હતી. જોકે ફોટોમાં છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહતો. આ ફોટો સાથે ગુરુએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘નવું વર્ષ નવી શુભેચ્છા’ ફોટો જોઈ તેમના ફેન્સને લાગતું હતું કે તેમણે સગાઈ કરી લીધી છે. આ પછી તેમને ઘણી બધી શુભેચ્છા પણ મળી હતી.આ શુભેચ્છા માંથી એક શુભેચ્છા વ્યક્તિની હતી જેની સાથે ગુરુ રંધાવા લગ્ન કરવા માગતા હતા.

કપિલ શર્માએ સગાઈનો સવાલ કરતા ગુરુ રંધાવાએ જવાબમાં કહ્યું કે, ‘આ મને ખુદને ખબર નથી, મેં પોસ્ટ નાખી, નવું વર્ષ નવી શુભેચ્છા. મને શું ખબર કે હિન્દુસ્તાન માટે નવી શરૂઆતનો અર્થ લગ્ન થાય છે.’ ગુરુ ના જવાબ પર કપિલ શર્માએ મજાક કરતા કહ્યું કે, ‘લગ્ન શરૂઆત નહીં પણ અંત છે.’

આ પછી ગુરુ રંધાવા એ હસતા હસતા કહ્યું કે, મેં જ્યારે પોતાનું ગીત મહેંદી વાલે હાથ શેર કર્યું ત્યારે લોકો કહેવા લાગ્યા હતા કે રિલેશનશિપ પુરી થઈ ગઈ છે. આગળ નવી શરૂઆત અંગેની પોસ્ટ સાથે ગુરુ રંધાવાએ કહ્યું કે, ‘મારુ દિલ પણ તૂટ્યું, જ્યારે મને કોલ આવવાના શરૂ થયા. તેમનો કોલ આવી ગયો અને શુભેચ્છા પણ આપી. મેં કહ્યું કામ ખરાબ થઈ ગયું, ખોટું તીર લાગી ગયું.

ઉલ્લેખનીય છે કે ગુરુએ ‘લાહોર’, ‘પટોલા’, ‘હાઈ રેટેડ ગબરુ’, ‘દારૂ વરગી’, ‘રાત કમાલ હૈ’, ‘સૂટ’, ‘બનજા તુ મેરી રાની’, ‘મેડ ઇન ઇન્ડિયા’, ‘ઇશારે તેરે’, ‘તેરે તે’, ‘ફેશન’, ‘ડાઉનટાઉન’, ‘સ્લોલી સ્લોલી’ જેવા હિટ ગીતો માટે જાણીતા છે.

You cannot copy content of this page