Only Gujarat

Bollywood FEATURED

વરુણ-નતાશાના લગ્નમાં હાજરી આપતા પહેલાં મહેમાનોના ફોન થશે જપ્ત, CCTV પણ બંધ

બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન અને નતાશા દલાલ 24 તારીખ એટલે રવિવારે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ સ્ટાર વેડિંગ અલીબાગના ધ મેન્શન હાઉસમાં થઈ રહ્યાં છે. લગ્નને બહુ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્નમાં ધવન અને નતાશાના પરિવારજનો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સાથે જ વેન્યુમાં અને આસપાસના વિસ્તારમાં સિક્યોરિટી કડક કરી દેવામાં આવી છે. સુત્રો પ્રમાણે, મહેમાન લગ્નનના વેન્યુ પર પોતાના મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ કેરી કરી શકશે નહીં. આની પાછળ પ્રાઈવેસી અને સિક્યોરિટી કારણ માનવામાં આવી રહ્યું છે.

જોકે કહેવામાં આવી રહ્યું છે કે, વરૂણ ધવન અને નતાશા દલાલે પોતાના લગ્નની તસવીરો માટે મેગેઝિન સાથે કોન્ટ્રેક્ટ કર્યો છે. એટલા માટે તેઓ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી શકશે નહીં.

મહત્વની વાત એ છે કે, જે મેન્શનને વરૂણ ધવન અને નતાશાએ પોતાના લગ્ન માટે પસંદ કર્યું છે તેમાં 25 રૂમો છે જ્યારે ગ્રાન્ડ પાર્ટી માટે તેનું લોકેશન પણ પરફેક્ટ માનવામાં આવી રહ્યું છે. આ આખા મેન્શનને એક રાત માટે બુકિંગ કરવા માટે 4 લાખ રૂપિયા ભાડુ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત જમવાની એક પ્લેટની કિંમત 1800 રૂપિયાથી શરૂ થાય છે. લગ્ન બાદ વરૂણ ધવન અને નતાશા દલાલ પોતાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં આપશે. જેમાં બોલિવૂડની તમામ મોટી હસ્તીઓથી લઈને અન્ય મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે.

નતાશા વરૂણની નાનપણની મિત્ર છે જ્યારે ચાહકો આ લગ્ન માટે બહુ જ એક્સાઈટેડ છે. નતાશાની વાત કરવામાં આવે તો, તે એક ફેશન ડિઝાઈનર છે. તેનું પોતાનું બ્રાન્ડ નેમ છે. ન્યૂયોર્કમાં અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ તે 2013માં ભારત પરત ફરી હતી.

મહેંદી સેરેમની માટે જાણીતી મહેંદી આર્ટિસ્ટ વીણા વેન્યુ પર પહોંચી ગઈ છે. હવે માત્ર ચાહકો વરૂણ અને નતાશાના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યાં છે.

You cannot copy content of this page