Only Gujarat

FEATURED National

બેગમાં રડતું મળ્યું 5 મહિનાનું ફૂલ જેવું બાળક, સાથે ચિઠ્ઠી લખીને કરી હતી આ વિનંતી

અમેઠી જિલ્લાના મુનશીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રિલોકપુર ગામમાં મંગળવારે પાંચ મહિનાનું બાળક એક બેગમાંથી મળી આવ્યું હતું. બેગમાં શિયાળાનાં કપડાં, જૂતાં, જેકેટ્સ, સાબુ, વિક્સ, દવાઓ અને પાંચ હજાર રૂપિયા પણ રાખવામાં આવ્યા હતા. આ બેગમાં અંગ્રેજીમાં એક પત્ર પણ હતો, જેને વાંચ્યા પછી લાગે છે કે તે બાળકના પિતાએ લખ્યો છે.

મંગળવારે સવારે ત્રિલોકપુર નિવાસી આનંદ ઓઝાના ઘરની સામે એક બેગ મળી આવી હતી. જ્યાં સુધી લોકોનું ધ્યાન બેગ તરપ જાય તે પહેલાં જ બેગમાંથી બાળકનાં રડવાનો અવાજ આવવા લાગ્યો હતો. જ્યારે આનંદના પરિવારે બેગ ખોલી તો, તેમાંથી પાંચ-છ મહિનાનું બાળક મળી આવ્યુ હતુ.

બેગમાંથી અંગ્રેજીમાં લખેલા પાનાનો એક પત્ર પણ મળી આવ્યો હતો. પત્રમાં લખેલું છે કે, મારા દીકરાને 5-6 મહિના ઉછેરી દો, હું દર મહિને પૈસા આપીશ. પત્ર લખનારાએ જણાવ્યુ હતુકે, પુત્ર ઉપર જોખમ છે. બાળક મળી આવ્યા બાદ આનંદના પરિવારે પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાની સાથે જ પોલીસ તેના ઘરે ગઈ હતી. એસઓ મિથિલેશસિંહે એક બાળક મળ્યુ હોવાનું કબૂલ્યું હતું. કહ્યું કે બાળક હાલમાં આનંદના પરિવાર સાથે છે. આ કોનું બાળક છે અને કોણે તેમને કયા સંજોગોમાં છોડ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. આનંદના ઘર બહાર બેગમાંથી બાળક મળવાની માહિતી જાહેર થતાં વિસ્તારમાં ચર્ચાનું બજાર ગરમ છે.

પત્રમાં ભાવુક કરતી વાતો લખી
અંગ્રેજીમાં લખેલાં પત્રમાં લખ્યું છે કે, આ મારો પુત્ર છે. હું આને 5-6 મહિના માટે તમારી પાસે છોડી રહ્યો છું. મે તમારા વિશે બહુજ સારું સાંભળ્યુ છે, તો હું મારું બાળક તમારી પાસે છોડીને જઈ રહ્યો છું, દર મહિને 5000 રૂપિયા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, કે કૃપા કરીને આ બાળકને સંભાળી લો. મારી થોડી મજબુરી છે. આ બાળકની માતા નથી. મારા પરિવારમાં તેના માટે ખતરો છે, તેથી તેને તમારી સાથે રાખો. હું બધું બરાબર કરીને તમને મળીને મારા બાળકને લઈ જઈશ.

હું બાળકને તમારી પાસે છોડી જઉ છું, આ વાત કોઈને ન કહેતા. નહીં તો તે મારા માટે યોગ્ય રહેશે નહીં. દરેકને એવું કહેજો કે, આ બાળક તમારા મિત્રનું છે, જેની પત્ની હોસ્પિટલમાં કોમામાં છે. મારે એક જ સંતાન છે. જો તમને વધારે પૈસા જોઈએ, તો મને જણાવજો. હું વધારે પૈસા આપીશ, ફક્ત બાળકને રાખી લો. તેની જવાબદારી લેવામાં ડરશો નહીં. ભગવાન ના કરે, પણ જો કંઇક થાય તો હું તમને દોષ આપીશ નહીં. મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે, બાળક પંડિતના ઘરનું છે.”

You cannot copy content of this page