Only Gujarat

FEATURED National

યુટ્યૂબમાંથી પૂર્વ MLAની પત્ની ઘરે બેસીને જ શીખી કાળા કામો કરતાં

ઝારખંડઃ નકલી નોટ છાપવાની ઘટના ઘણીવાર સામે આવતી રહે છે. જેમાં આરોપીઓ ઘણી ચાલાકી વાપરતા હોય છે. હવે આ મામલે ભાજપના પૂર્વ ધારાસભ્યની પત્ની પર ગંભીર આરોપ લાગ્યો છે. લોકોએ આરોપ લગાવ્યો કે તે છેલ્લા ઘણા દિવસથી નકલી નોટ છાપવાના ગુનામાં સામેલ હતી. તે છેલ્લા ઘણા દિવસોથી નકલી નોટો માર્કેટમાં પધરાવી રહી હતી. મહિલાએ પોતાના સાથીઓની મદદ વડે યુટ્યૂબ પર વીડિયો જોઈ નોટ છાપવાનું કામ સિક્રેટ રૂમમાં શરૂ કર્યું હતું.

આરોપી મહિલાનું નામ મલયા હેમ્બ્રમ છે જે ચાઈબાસમાં પૂર્વ ભાજપ ધારાસભ્ય રહેલા પુતકર હેમ્બ્રમની બીજી પત્ની છે. તે રાતના સમયે જ દુકાનો પર સામાન લેવાના બહાને આ નોટો પધરાવતી હતી, જો કોઈ સવાલ કરે કે તેની નોટ નકલી તો નથીને તો તે હસીને તેમને નોટ અસલી જ હોવાનું કહેતી હતી. જોકે એક દિવસ તે માછલી ખરીદવા માટે એક દુકાન પર ગઈ અને નકલી નોટ આપી હતી.

જોકે દુકાનદારે તેને નોટ ક્યાંથી લાવી તેવો પ્રશ્ન કરતા તેની સાથે લડવા લાગી અને પછી દુકાનદાર સહિતના લોકોએ તેને પોલીસના હવાલે કરવાની વાત કરતા તેણે લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો.

આ ઘટનાથી દુકાનદારની શંકા પ્રબળ બનતા તેણે નોટ એટીએમમાં જમા કરવાનો પ્રયાસ કર્યો તે નકલી હોવાનું સામે આવ્યું. જે પછી દુકાનદારે મહિલા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

દુકાનદારની ફરિયાદના આધારે પોલીસે મોડી રાતે જ મહિલાના ઘર સહિતના સ્થળે રેડ પાડી હતી. જેમાં પોલીસને નકલ નોટ સંબંધિત ઘણા પુરાવા મળ્યા હતા. પોલીસને મહિલા પાસે મળેલી નોટ એકદમ વાસ્તવિક લાગે છે પરંતુ તે નકલી છે. આ નોટ તપાસ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.

You cannot copy content of this page