Only Gujarat

National TOP STORIES

પીએમ મોદીએ કરી એક હાકલ ને આ દંપતીએ કર્યું એવું કામ કે તમે પણ મારશો સલામ

ભોપાલ : કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન છે, આ સમયે અર્થવ્યવસ્થાને પણ ગંભીર અસર થઈ છે. આ સમયે પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતનું આહવાન્ કર્યું. આવા જ વિચાર સાથે મધ્યપ્રદેશના સતના જીલ્લાના પિંડરા ગામના બરહાન મવાન વિસ્તારમાં એક આદિવાસી દંપતીએ એવું કામ કર્યું જે જોઈ અન્ય લોકોને પણ વિશ્વાસ નહોતો થયો.

આ દંપતીએ 20 દિવસ આકરી મહેનત કરી 15 ફૂટ ઊંડો અને 5.5 ફૂટ પહોળો કૂવો ખોદી નાખ્યો. બંનેએ ઘરમાં શાકભાજી ઊગાડવાનું પણ શરૂ કર્યું, આ દંપતીએ જણાવ્યું કે- અન્યોની સામે હાથ લંબાવવા કરતા સારું છે કે આત્મનિર્ભર બની જઈએ.ગરમીના કારણે પિંડરા ગ્રામ પંચાયતના આદિવાસી બહુમતીવાળા ગામ બરહા મવાનમાં જળસંકટની સ્થિતિ ઊભી થઈ હતી. અહીં માત્ર 70 પરિવાર રહે છે.

લૉકડાઉનના કારણે ઘરે રહેતા છોટૂ મવાસી અને તેની પત્ની રાજલલી મવાલીએ નવરા બેસી રહેવા કરતા જળસંકટ દૂર કરવા કંઈ કરીએ. તે પછી દંપતી ઘરની પાછળના ભાગે કૂવો ખોદવાના કામમાં લાગી ગયા. કૂવો ખોદવામાં 20 દિવસનો સમય લાગ્યો, જમીનની અંદર રહેલા મોટા પથ્થરોને તોડવા સરળ વાત નહોતી.

પરંતુ આદિવાસી દંપતીના જુસ્સા સામે પથ્થરો પણ ના ટકી શક્યા. અંતે દંપતીને તેમની મહેનતનું પરિણામ મળ્યું કૂવામાં પાણી આવવા લાગ્યું. આ જળસંકટનો અંત આવ્યા બાદ દંપતીએ ઘરના આંગણામાં શાકભાજી ઉગાડવાનું શરૂ કરી દીધું.


છોટૂ મવાસીએ કહ્યું કે,‘કોરોનાને કારણે મે અને પત્નીએ નિર્ણય લીધો કે ઘરે બેઠા છીએ એ સમયે કુવો ખોદી નાખીએ. અહીં પાણીની સમસ્યા વધુ હોવાથી અમે આ નિર્ણય લીધો. જે પછી અમે નાનું ખેતર પણ બનાવી નાંખ્યું. અગાઉ જે કામ કરતો હતો તે બંધ થઈ ગયું, ખાલી બેસી રહેવા કરતા કંઈ કરવું સારું, એટલે અમે બંનેએ મળી કૂવો ખોદી નાંખ્યો. અમને આ માટે 20 દિવસ લાગ્યા, તંત્ર મદદ કરે તો આ પાક્કુ બની જશે. જેથી ગામના લોકોએ જળસંકટનો સામનો કરવો નહીં પડે.


આ ગામને ક્યારેય કોઈ સરકારી લાભ મળ્યો નથી, ના તો કોઈએ અમારી ચિંતા કરી છે.’ છોટૂની પત્ની રાજલલીએ કહ્યું કે, ‘અમે અમારી મહેનતના દમ પર કૂવો ખોદયો, હવે કોઈ ચિંતા નથી. કોઈના ભરોસે નહીં રહેવું પડે. અમે શાકભાજી પણ ઊગાડી રહ્યાં છીએ. તેથી મુશ્કેલ પરિસ્થિતઓમાં રાહત મળશે.’

You cannot copy content of this page