Only Gujarat

National

પતિની કરાવી હત્યા, ફોન પર ગોળીબારના અવાજો સાંભળીને હસતી રહી પત્ની પણ ભગવાને આપ્યો આમ પરચો

પટનાઃ પોતાનાથી ઓછી ઉંમરના છોકરા સાથે પ્રેમ થઈ જતા તેની સાથે લગ્ન કરવા માટે પત્નીએ પોતાના જ પતિની હત્યા કરાવી દીધી. આ હત્યા પ્રેમી સાથે મળીને તેણે કરાવી. આ માટે પત્નીએ શૂટરોને 40 હજાર એડવાન્સ આપ્યા. જ્યારે બાકીના પૈસા આપવા માટે કોરો ચેક આપ્યો હતો. એટલું જ નહીં પતિની હત્યા સમયે ગોળીઓનો અવાજ સાંભળવાની પણ શરત રાખી હતી, જેને શૂટરોએ પુરી પણ કરી. પરંતુ પકડાઈ જતા પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી, જેને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. આ દરમિયાન પ્રેમિકાએ કહ્યું કે જો ગોલૂ તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેના ઘર પાસે જઈને જીવ આપી દેશે.

પાવર ગ્રિડના પ્રાઈવેટ ઑપરેટર પંકજ કુમાર ગુપ્તાની બાઈક સવાર અપરાધીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઘટનાને ઉકેલવા માટે પોલીસ દિવસ રાત તપાસમાં લાગી હતી. પોલીસને ખબર પડી કે મૃતકની પત્નીએ પોતાના ખાતામાંથી 2 લાખ 80 હજાર રુપિયા ઉપાડ્યા છે. અહીંથી જ પોલીસ પત્ની શોભાની પાછળ પડી ગઈ અને એક બાદ એક તમામ કડીઓ જોડાતી ગઈ. આમ તમામ આરોપીઓ પકડાઈ ગયા.

પોલીસ શોભાની પૂછપરછ કરતી રહી અને તે પ્રેમી ગોલૂ ઉર્ફે સન્ની સાથે લગ્નની વાત કરતી રહી. તેણે પોતાના હાથમાં સન્નીના નામનું ટેટ્ટૂ પણ બનાવ્યું હતું. પોલીસની પકડમાં આવ્યા બાદ પ્રેમીનો મૂડ બદલી ગયો અને તેણે શોભા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. જેથી મહિલા શોભા દેવી અને પ્રેમી વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ ઝઘડો થઈ ગયો.

પોલીસના પ્રમાણે ષડયંત્રમાં સામેલ ગોલૂ ઉર્ફે સન્નીએ શોભા દેવી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. આ જવાબ સાંભળતા જ તે બોલી કે, જો ગોલૂ તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેના ઘરની સામે જ જીવ આપી દેશે. ઘટનામાં કોન્ટ્રાક્ટ કિલર આયુષની બાઈક ચલાવનાર અપરાધી હજી હાથમાં નથી આવ્યો. એડિશનલ એસપી અંબરીશ રાહુલે જણાવ્યું કે તેની શોધખોળ ચાલી રહી છે. જલ્દી જ તેને પકડવામાં આવશે.

પોલીસના પ્રમાણે આરોપી પત્ની શોભાએ પોતાના પ્રેમી સન્ની સાથે મળીને શૂટરોને 45 હજાર રોકડા એકવાન્સમાં આપ્યા હતા. બાકી રકમ માટે કોરો ચેક આપ્યો હતો. સાથે જ નિર્દેશ આપ્યા હતા કે તેને ગોળીઓનો અવાજ સાંભળવો છે. શૂટરોએ હત્યા સમયે પત્ની શોભાને ગોળીઓનો અવાજ પણ સંભળાવ્યો હતો.

You cannot copy content of this page