Only Gujarat

FEATURED National

તો શું પૃથ્વી સિવાય પણ વસ્તી છે? વૈજ્ઞાનિકોએ નવાં બ્રહ્માંડની શોધનો કર્યો મોટો દાવો

ન્યૂ યોર્ક: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સમાંતર બ્રહ્માંડ (પેરેલલ યુનિવર્સ) શોધ્યા હોવાનો દાવો કર્યો છે. આપણા બ્રહ્માંડની પાસે વધુ એક યુનિવર્સ છે, જ્યાં સમય વિપરીત દિશામાં ચાલે છે. આ સમાંતર બ્રહ્માંડ અંગે એન્ટાર્કટિકામાં એક શોધ કરવામાં આવી છે. તેના આધાર પર નાસાના વૈજ્ઞાનિકોએ બીજા બ્રહ્માંડની શોધ કર્યાનો દાવો કર્યો છે.

ઘણા વૈજ્ઞાનિક આ વિષય પર લાંબા સમયથી કામ કરી રહ્યાં હતા. અમુક વૈજ્ઞાનિકો આ બાબતે સહમત નથી. એન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરી બીજા બ્રહ્માંડના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.


વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકા ઈમ્પલસિવ ટ્રાન્સિએન્ટ એન્ટીના (Antarctic Impulsive Transient Antenna – ANITA)ને એક વિશાળ બલૂન થકી ઊંચાઈએ પહોંચાડ્યો. આ બલૂનને એટલી ઊંચાઈએ પહોંચાડ્યો, જ્યાં હવા સુકી છે, આઉટર સ્પેસથી પૃથ્વી પર હાઈ એનર્જી પાર્ટિકલ્સ આવે છે, જે અહીં કરતા લાખ ગણા વધુ શક્તિશાળી હોય છે. જે કણોનું વજન શૂન્ય આસપાસ હોય છે અને લો-એનર્જી હોય છે જેમકે- સબ એટૉમિક ન્યૂટ્રીનૉસ. તે કોઈપણ કણ સાથે ટકરાયા વગર પૃથ્વી પરથી પસાર થઈ જાય છે. પરંતુ હાઈ-એનર્જીના કણ પૃથ્વીના સૉલિડ મેટર સાથે ટકરાઈ અટકી જાય છે.


હાઈ-એનર્જીવાળા કણને આઉટર સ્પેસની નીચે આવ્યા બાદ જ જાણી શકાય છે. પરંતુ ANITAએ એવા ન્યૂટ્રીનૉસ અંગે માહિતી મેળવી જે પૃથ્વી પરથી પસાર થઈને નીકળી રહ્યાં હતા. જે સમાંતર બ્રહ્માંડની થિયરની સાબિત કરે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ‘13.8 મિલિયન વર્ષ અગાઉ બિગ-બેંગ સમયે 2 બ્રહ્માંડ બન્યા હતા. એક જેમાં આપણે રહીએ છીએ, એક જે અમારા મતે પાછળ જઈ રહ્યું છે. એટલે કે ત્યાં સમય વિપરીત દિશામાં જઈ રહ્યો છે. એકથી વધુ યુનિવર્સની થિયરી વર્ષો જુની છે.’


આ બ્રહ્માંડમાં જેમ પૃથ્વી છે તેવી ધરતી બીજા યુનિવર્સમાં પણ હશે. ઘણા બ્રહ્માંડ અંગે વૈજ્ઞાનિકો વચ્ચે 5 થિયરી પ્રચલિત છે. જેમાં બિગ બેંગ ઉપરાંત એક થિયરી છે જે કહે છે કે, બ્લેક હોલથી વિપરીત ઘટનાને કારણે નવા બ્રહ્માંડો પણ રચાયા છે. એક થિયરી કહે છે કે મોટા બ્રહ્માંડ બીજા નાના બ્રહ્માંડ થકી બન્યા છે.


વિશ્વના જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગની અંતિમ રિસર્ચ ઘણા બ્રહ્માંડો અંગે જ હતી. એટલે કે આપણા બ્રહ્માંડ સિવાય પણ અન્ય બ્રહ્માંડ છે. મે 2018માં તેમનું રિસર્ચ પેપર પબ્લિશ થયું હતું. હૉકિંગની થિયર અનુસાર, ‘ઘણા બ્રહ્માંડ આપણા યુનિવર્સ જેવા જ હશે જ્યાં પૃથ્વી જેવા ગ્રહો હશે.

ગ્રહો જ નહીં આપણી જેવા માણસોની વસ્તી પણ હોઈ શકે છે. ઘણાં બ્રહ્માંડમાં ધરતી કરતા અલગ પ્રકારના ગ્રહો હોઈ શકે છે. ત્યાં સૂર્ય કે તારા નહીં હોય પરંતુ ભૌતિક નિયમો આપણી જેવા જ હશે.’ ઉલ્લેખનીય છે કે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, પૃથ્વી ગ્રહ સિવાય અન્ય ગ્રહોમાં પણ માનવ વસ્તી હોવાની વાત કરવામાં આવી છે.

You cannot copy content of this page