Only Gujarat

Bollywood

સલમાન ખાનની કરોડોની કાર તો અક્ષયને મળી છે કિંમતી ગિફ્ટ

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. એવામાં હવે અનલૉક 2માં જનજીવન સામાન્ય થયું છે. મોટાભાગના મંદિર, જિમ અને ઓફિસ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન મુજબ મુંબઈમાં ફિલ્મ, સિરિયલ અને વેબસિરીઝના શૂટિંગ શરૂ થઈ ગયા છે. એવામાં સેલેબ્સ તેમના થ્રોબેક ફોટો અને વીડિયો શેર કરી રહ્યાં છે. આ દરમિયાન સેલેબ્સને મળેલી મોંઘી ગિફ્ટના સમાચાર સામે આવ્યાં છે. અમે તમને જણાવીએ સલમાન ખાન, અક્ષય કુમારથી લઈ અમિતાભ બચ્ચન અને રણવીર સિંહ સુધી કેવી મોંઘી ગિફ્ટ મળી છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને કરોડોની કાર, અમિતાભ બચ્ચનને બંગલો, રણવીર સિંહને કિંમતી ઘડિયાળ ગિફ્ટમાં મળી છે.

ડિરેક્ટર રમેશ શિપ્પીએ ફિલ્મ ‘સત્તે પે સત્તા’ સુપરહિટ થયાં પછી ફી તરીકે અમિતાભ બચ્ચનને જલસા બંગલો ગિફ્ટ કર્યો હતો. આ બંગલામાં અમિતાભ બચ્ચન આજે રહે છે. આ ફિલ્મ 1982માં આવી હતી.

ડિરેક્ટર વિપુલ શાહે અક્ષય કુમારને 18 લાખ રૂપિયાની વિન્ટેજ વૉચ ગિફ્ટ કરી હતી.

ડિરેક્ટર રોહિત શેટ્ટીએ અજય દેવગનને ફિલ્મ ‘ઓલ ધી બેસ્ટ’ના શૂટિંગ સમયે તેમના બર્થડે પર એક સ્પોર્ટ્સ કાર ગિફ્ટ કરી હતી.

ફિલ્મ ‘કિક’ સુપરહિટ થયાં પછી સાજિદ નડિયાદવાલાએ સલમાન ખાનને 3 કરોડ રૂપિયાની રૉલ્સ રૉયસ કાર ગિફ્ટ કરી હતી.

ડિરેક્ટર રોહિત શેટ્ટીએ રણવીર સિંહને ‘સિંબા’ના શૂટિંગ દરમિયા 8 લાખ રૂપિયાની ઘડીયાળ ગિફ્ટ કરી હતી.

પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહરે આલિયા ભટ્ટને તેમના બર્થડે પર એક મોંઘુ ક્લચ ગિફ્ટમાં આપ્યું હતું.

ફિલ્મ ‘એકલવ્ય’નું શૂટિંગ પુરું થયાં પછી ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાએ અમિતાભ બચ્ચને ફી આપવાની જગ્યાએ રૉલ્સ રૉય્સ ફેન્ટમ ગિફ્ટ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page