Only Gujarat

Bollywood FEATURED

ઈશીમાની દીકરી રૂહી હવે થઈ ગઈ છે આટલી મોટી, છે એકદમ ટેણી ને વર્ષે કમાય છે લાખો રૂપિયા

મુંબઈઃ પોપ્યુલર ટીવી શૉ ‘યે હૈ મહોબ્બતે’ની ક્યૂટ એક્ટ્રસ રુહાનિકા ધવન હવે 13 વર્ષની થઈ ગઈ છે. સિરિયલમાં ઇશિતા અને રમન ભલ્લાની દીકરીનો રોલ પ્લ કરનારી રુહાનિકાને તેમના ફેમિલી મેમ્બર્સ ‘રુ’ કહીને બોલાવે છે. જોકે, તેમની મા ડૉલી ધવન તેમને ‘રુહાન’ નામથી બોલાવે છે. રુહાનિકાનું ઑનસ્ક્રીન માં દિવ્યાંકા ત્રિપાઠી સાથે આજે પણ રિઅલ મા જેવું જ બૉન્ડિંગ છે.

‘યે હૈ મહોબ્બતે’ની શરૂઆત 3 ડિસેમ્બર, 2013માં થઈ હતી. છેલ્લાં 5 વર્ષ સુધી સિરિયલમાં મા-દીકરીનો રોલ પ્લે કરતાં દિવ્યાંકા અને રુહાનિકાની કેમિસ્ટ્રી રિઅલ મા-દીકરી જેવી બની ગઈ છે.

આ દરમિયાન બંને વચ્ચે ખૂબ જ ક્યૂટ બૉન્ડિંગ જોવા મળી છે. સિરિયલના સેટ પર દરેક આર્ટિસ્ટ રુહાનિકાને ખૂબ જ પસંદ કરે છે. રુહાનિકા જ્યારે શૂટિંગ પર ન હોય ત્યારે તે રમકડાં અને આઇપેડ સાથે રમવાનું પસંદ કરે છે. તેને ડરામણા રોલર કોસ્ટર વીડિયો જોવાનું પસંદ છે.

રુહાનિકા ઘણાં સમયથી એક્ટિંગ વર્લ્ડમાં એક્ટિવ છે. રિપોર્ટ મુજબ તેમની નેટવર્થ લગભગ 1 મિલિયન ડૉલર એટલે કે 7 કરોડ રૂપિયા છે. તો શૂટિંગ પર જવા માટે તેમની પાસે 50 લાખ રૂપિયયાની ઑડી A4 કાર પણ છે, જેને તે ખુદ મેનટેઇન કરે છે.

એટલું જ નહીં, રુહાનિકાએ મુંબઈમાં ખુદે ખરીદેલા 3BHK ફ્લેટમાં પરિવાર સાથે રહે છે. વાત જો તેમના ફ્યૂચર પ્લાનની કરીએ તો તે મોટાં થઈને સિંગર, એક્ટર અને ફેશન ડિઝાઈનર બનવા માગે છે.

રુહાનિકાની મા ડૉલી ધવન મુજબ, ‘તેમની દીકરી એક્ટ્રસ બનવા માગે છે પણ તેમને ફેશન ડિઝાઈનનો પણ શોખ છે. તે છાંપાના પેજ કાપી પોતાની બાર્બી માટે કપડાં બનાવે છે. આ જોઈ મને ખૂબ જ સારું લાગે છે.’

રુહાનિકાની શરૂઆતથી જ જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. માત્ર આટલી ઓછી ઉંમરમાં તેમના ઇન્સ્ટાગ્રામ પર 1.7 મિલિયન ફોલોઅર્સ છે. ઓછા લોકો જાણે છે કે, રિલ લાઇફમાં ભલે રુહાનિકાએ મેચ્યોર છોકરીનો રોલ પ્લે કર્યો હોય પણ રિઅલ લાઇફમાં તે ખૂબ જ ફન લવિંગ છે.

રુહાનિકાને સ્ટડીમાં સબજેક્ટ્સમાં મેથ્સ, આર્ટ્સ, સાયન્સ અને થીમ્સ પસંદ છે.

ઉલ્લેખનીય છે કે, ટીવી સિરિયલ ઉપરાંત રુહાનિકા ફિલ્મ ‘જય હો’ અને ‘ઘાયલ વન્સ અગેન’માં પણ કામ કરી ચૂકી છે.

You cannot copy content of this page