સચિનની દીકરી સારાએ ઘટાડ્યુ વજન, હવે લાગે છે આવી, તસવીરો જોઈને ફેન્સ થયા પાગલ

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે ઈન્સ્ટ્રાગ્રામમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. તેણે પોતાની આ પોસ્ટમાં તેને કઈ વસ્તુથી પ્રેમ છે તેમ પણ જણાવ્યું. તેની આ પોસ્ટ પર એક્ટરથી લઈને ન્યુટ્રિશિયન, મ્યુઝિશિયન, કોચ, સોશિયલ મીડિયા ઈન્ફ્લૂયંસર સુધી દરેક લોકોએ કમેન્ટ્સ અને રિએક્શન આપ્યા હતાં.

બોલીવુડના સ્ટાઈલિશ સ્ટાર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા જેકી શ્રોફએ પણ આ પોસ્ટ પર કમેન્ટ્સ કરી હતી. સારા આ પોસ્ટમાં વર્કઆઉટ આઉટફિટમાં નજરે આવી રહી છે.

સારાએ તસવીરના કેપ્શનમાં લખ્યું કે અગાઉના વર્ષનો ઉપયોગ કરી એક એક્ટિવિયર બ્રાન્ડ બનાવવા માટે મને મારી દોસ્ત પર ખૂબ જ ગર્વ છે. હું વાયદો આપું છું કે હું પક્ષપાતી નથી પરંતુ હું મારી યૂટિલિટી લેગિંગ્સને ખૂબ જ પ્રેમ કરુ છું. જણાવી દઈએ કે એક્ટિવિયર રમત અને અન્ય શારીરિક ગતિવિધિયો માટે પહેરવામાં આવતા કપડાને કહેવામાં આવે છે.

સારાની આ પોસ્ટ પર એક્ટ્રેસ સૈયાની ખેરે ફાયરવાળી ઈમોજી પોસ્ટ કરી છે. મિક્સડ માર્શલ આર્ટ્સના કોચ એલન ફેનાન્ડેસે લખ્યું શાનદાર સારા તેંડુલકર. મ્યૂઝિશિયન અને સિંગર કનિકા કપૂરે પણ ફાયરવાળી ઘણી ઈમોજી પોસ્ટ કરી. જાવેદ જાફરીની પુત્રી અલાવિયા જાફરીએ પણ લખ્યું ખુબ જ સુંદર. ન્યૂટ્રિશનિસ્ટ કિનિતા કાદાકિયા પટેલે કહ્યું આજે જ ખરીદી રહી છું.

સારાએ આ તસવીરો 19 સપ્ટેમ્બરે 7 વાગ્યાની આસપાસ શેર કરી હતી. અને 19 સપ્ટેમ્બરે જ IPL 2021ના બીજા ચરણની શરુઆત થઈ. અને મુંબઈ ઈન્ડિયન્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી તેથી તેના પર યુઝર્સે મજાકમાં ધ્યાન ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સારા તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરી રહી છે.

You cannot copy content of this page