Only Gujarat

FEATURED International

છેલ્લાં 15 વર્ષથી સંઘર્ષ કરતાં હતાં, માર્ચમાં શરૂ કર્યો નવો બિઝનેસ ને કમાઈ લીધા અબજો રૂપિયા

લંડનઃ કોરોના વાયરસે દુનિયાના દરેક વ્યક્તિને અસર કરી છે. આ વાયરસના કારણે કોઇ તેના સ્વજન પ્રિયજનને ગુમાવી રહ્યાં છે કેટલાક પરિવારની આર્થિક સ્થિતિ બદતર થઇ ગઇ છે. આ મહામારીએ કેટકેટલા દેશોની આર્થિક સ્થિત ખરાબ કરી દીધી છે. જો કે દુનિયામાં કેટલાક એવા લોકો પણ છે કે જેનું નસીબ લોકડાઉનમાં એવું ચમક્યું કે કોરોનાના જ તેમની સફળતાનું નિમિત બની ગયો. આવું જ એક યૂકેનું કપલ છે. જેમણે કોરોના કારણે ઝળહળતી સફળતા મળી. 48 વર્ષની રેચલે અને તેમના પતિ એન્ડૂએ માર્ચે મહિનામાં એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને માત્ર ત્રણ મહિનાની મહેમનતમાં આ કપલ અબજોપતિ બની ગયું. હાલ આ કપલની ખૂબ ચર્ચા થઇ રહી છે તો આવો જાણીએ આખરે લોકડાઉનમાં તેમણે એવો તે ક્યો બિઝનનેસ કર્યો કે માત્ર 3 મહિનામાં તે અબજોપતિ બની ગયું.

ચૂકેમાં માર્ચમાં કોરોનાએ દસ્તક આપી. આ સમયે એન્ડૂની વાઇફ રેચલે સેનેટાઇઝરનો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો. આ કપલને ક્યાં ખબર હતી કે આ બિઝનેસથી તેમની જિંદગી બદલી જશે. લોકડાઉનમાં તેમણે હેન્ડ સેનિટાઇઝરનો બિઝનેસ શરૂ કર્યો. આ પહેલા તેઓ 15 વર્ષથી કોઇ બીજો બિઝનેસ કરી રહ્યાં હતા. જો કે તેમને તેમાં કોઇ ખાસ સફળતા ન હતી મળી.

આ કપલ 15 વર્ષથી પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતું હતું. જો કે તેમણે આ કામમાં ઘણો સંઘર્ષ કર્યો. જ્યારે માર્ચેમાં યૂકેમાં કોરોનાનોએ દસ્તક દીધી તો તેમણે બિઝનેસ બદલવાનો નિર્ણય કરી લીધો. ચાર બાળકોના પેરેન્ટસ આ દંપતીએ તેમના એક મિત્ર ડીસીડે ડિસ્ટિલરી નામના ફાર્મ પર કામ શરૂ કર્યું. બંને માર્ચ મહિનાથી હેન્ડ સેનેટાઇઝરના બિઝનેસ પર ફોક્સ કર્યું. તેમણે ફ્રન્ટલાઇન વર્કર્સ અને લોકો માટે ક્લિયર વોટર હાઇઝીન નામથી સેનિટાઇઝ બનાવવાનું શરૂ કર્યું.


આ પ્રોડક્ટ ખૂબ જ ફેમસ થઇ ગઇ. આ સેનિટાઇઝરની અડધા લિટરની કિંમત 2700 રૂપિયા છે. જે કંપની હેઠળ આ સેનિટાઇઝર બની રહ્યું હતું તે કંપની આર્થિક તંગીના કારણે બંધ થવાની હાલતમાં હતી. જોકે આ દંપતીએ સમયની માંગને સમજીને તેનો ઉપયોગ કર્યો. જેમાં તેમને સારી સફળતા મળી. જૂનના અંત સુધીમાં આ દંપતી 80 કરોડનું માર્કેટ ફેલાવી ચૂક્યાં હતા.

 


તેમની સફળતા વિશે વાત કરતા આ દંપતીએ જણાવ્યું હતું કે, આ બિઝનેસમાં ઘણી મુશ્કેલી આવી. બ્રિટન પર પ્લાસ્ટિક બોટલ માટે ચીન પર નિર્ભર હતું. જો કે ત્યારબાદ અમે લોકલ માર્કેટ પાસેથી આ બોટલ બનાવડાવી. બ્રિટનમાં તેમની પ્રોડક્ટની ઘણી ડિમાન્ડ છે. આ સેનિટાઇઝર યૂકેના અનેક વિસ્તારમાં સપ્લાઇ થાય છે. આ દંપતીએ જણાવ્યું કે, આ પણ એક વિચારવા જેવી બાબત છે કે, ચીને જ આ વાયરસ ફેલાવ્યો અને હવે તે જ પીપીઇ કિટ અને સેનિટાઇઝર સપ્લાય કરે છે.

હેન્ડ સેનિટાઇઝર પ્રોડક્ટને સફળતા મળ્યાં બાદ હવે આ દંપતીનો પ્લાન અન્ય કેટલીક હાઇઝીન પ્રોડક્ટ લોન્ચ કરવાનો છે. જેમાં સ્માર્ટ સ્ટેંડૂસ સામેલ છે. જે રેસ્ટોરન્ટ, દુકાન, બારની બહાર લગાવેલા હશે, તેના પર આવતા અઠવાડિયાથી કામ શરૂ કરાશે. હાલ કપલના બિઝનેસની સફળતાની ખૂબ ચર્ચા થઇ રહી છે. લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.

You cannot copy content of this page