Only Gujarat

FEATURED National

ભાજપ નેતાનાં વેવાઈ-વેવાણની કાર ખીણમાં ખાબકતાં બંનેનાં મોત

રવિવારે સવારે મસૂરીમાં ઈનોવા કાર ખીણમાં પડવાને કારણે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રૂડીના વેવાઈ-વેવાણનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમની પુત્રી અને કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આશરે 300 મીટર ઉંડી ખાઈમાં પડી ગયા પછી કારનાં કુરચે-કુરચા ઉડી ગયા હતા. એસડીઆરએફ અને પોલીસ ટીમોએ ભારે જહેમત બાદ કારને કાપીને મૃતકની પુત્રીને બહાર કાઢી હતી.

રવિવારે સવારે 10 વાગ્યે પોલીસને બાતમી મળી હતી કે, મસૂરી રોડ પર ચીલધાર નજીક એક ઇનોવા કાર (ડીએલ -12 સીકે 9662) ખાડામાં પડી ગઈ છે. માહિતી મળ્યા બાદ દેહરાદૂન અને મસૂરીની પોલીસે લાંબા સમય સુધી તેમની શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ મોબાઇલ નેટવર્કના અભાવને કારણે કાર ખૂબ જ પ્રયાસ પછી મળી આવી હતી. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એસપી સિટી શ્વેતા ચૌબે અને સી.ઓ. મસૂરી નરેન્દ્ર પંતની આગેવાનીમાં ફસાયેલી યુવતીને દરવાજો કાપીને કારમાંથી બહાર કાઢી હતી. તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જ્યારે ડ્રાઇવરને દૂન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અકસ્માતમાં પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

મૃતકોની ઓળખ 55 વર્ષીય નીરજ ત્યાગી પુત્ર આમ્પલ અને 52 વર્ષીય શગુન ત્યાગી પત્ની નીરજ ત્યાગી નિવાસી સેક્ટર 40 નોઇડાનાં રૂપમાં થઈ છે.

આ દુર્ઘટનામાં નીરજ ત્યાગીની 27 વર્ષની પુત્રી આરૂશી ત્યાગી અને 35 વર્ષીય ડ્રાઈવર અશોક ગંભીર રીતે ઘાયલ થયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page