Only Gujarat

National TOP STORIES

સ્વર્ગમાંથી પડ્યો હતો શ્રીકૃષ્ણનો રહસ્યમયી પથ્થર, હેરાન કરી દેશે આ વાત

આપણી ધરતી પર અનેક રહસ્યમયી વસ્તુ છે. જેના વિશે ક્યારેક આપણે પુસ્તકોમાં વાંચીએ છીએ. તો ક્યારેક કોઈના મોઢે સાંભળીએ છીએ. સાચે જ આ અદભુત વસ્તુઓ અને પથ્થરોના સ્થાન પર સંદેહ થાય છે. આજે અમે તમને દેશમાં ચમત્કારિક માનવામાં આવતાં કેટલાક પથ્થરો વિશે જણાવી. જેને ઓછા લોકો જાણે છે.

આ વિશાળકાય પથ્થર દક્ષિણ ભારતમાં ચેન્નઈના મહાબલીપુરમમાં છે. આ વિશાળ ગોળો એક પહાડના ઢળતાં ભાગ પર 45 ડિગ્રીના ખૂણા પર છે. આ પથ્થર ભગવાન શ્રીકૃષ્ણના બટર બોલના નામથી જાણિતો છે. એવું માનવામાં આવે છે કે, કૃષ્ણના પ્રિય ભોજન માખણનું પ્રતિક છે જે સ્વયં સ્વર્ગથી પડ્યા છે. પથ્થર આકારમાં 20 ફૂટ ઊંચો અને 5 મીટર પહોળો છે. તેનું વજન લગભગ 250 ટન છે. ભગવાનના બટર બૉલ ગ્રેવિટીના નિયમોથી અલગ સદીઓથી એક જ જગ્યા પર સ્થિર છે.

હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી એટલે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર દેશ-દુનિયાથી લોકો આવે છે. તારાગઢ પહાડની તળેટીમાં આવેલા આ પથ્થર વિશે લોકો કહે છે કે, પથ્થર પર કોઈ વ્યક્તિ પર પડવાનો હતો. તે શખ્સે ખ્વાજા સાહેબને યાદ કર્યા અને તે પથ્થર હવામાં રોકી દીધો હતો. આ પથ્થર બેં ઇંચ જમીનથી ઉંચો છે.

આ ચમત્કારિક પથ્થર એટલે ફૅમશ છે કેમ કે, તેને કોઈ બીજી વસ્તુ અથવા પથ્થર અથડાઈ તો તેમાંથી મધુર ધ્વની ઉત્પન્ન થાય છે. એટલે પથ્થર છત્તીસગઢના સરગુજા જિલ્લાના છિંદકાલો ગામમાં સ્થિત છે. વૈજ્ઞાનિકો આ તિલિસ્મ પથ્થરનું રહસ્ય જાણી શક્યા નથી કે, કેવી રીતે તેમાંથી અવાજ આવે છે. ગામ લોકોએ આ પથ્થરનું નામ ઠિનઠિની પથ્થર નામ રાખી દીધું છે. તેનું સાચુ નામ ફોનોટિક સ્ટોન છે.

આવો જ અનોખો કિસ્સો તમને એવું વિચારવા માટે મજબૂર કરી દીશે કે, કેમ આનું રહસ્ય કોઈ આજસુધી જાણી શક્યું નહીં. ચેરાપૂંજીમાં એક નાના પથ્થર પર મોટી ઇમારત ઊભી છે. જેનું બેલેન્સ જોવા લાયક છે. આ પથ્થર વર્ષોથી આમ જ સ્થિર છે. કોઈ પણ તોફાન અથવા ભૂકંપ આ પથ્થરનું બેલેન્સ બગાડી શક્યું નથી.

હજરત કમર અલી દરવેશ બાબાની દરગાહ પુણે-બેંગલોર હાઇવે પર મુંબઈથી 180 કિમી દૂર શિવપુર ગામમાં છે. અહીં 700 વર્ષ પહેલાં સૂફી સંત હજરત કમર અલીને દફનાયા હતાં. આ દરગાહના પરિસરમાં લગભગ 90 કિલોનો પથ્થર રાખવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે, આ પથ્થરને જો 11 લોકો સૂફી સંતનું નામ લઈ પોતાની પહેલી આંગળીથી ઉપાડે તો આ પથ્થર સરળતાથી ઉપડી શકે છે. આ પથ્થરને દરગાહ પરિસરની બહાર પણ લાવી શકાય છે છતાં તેને ઉઠાવી શકાતો નથી.

You cannot copy content of this page