Only Gujarat

Bollywood Sports

જ્યારે 70 વર્ષના દાદાને કરવા હતા પીવી સિંધુ સાથે લગ્ન અને આપી દીધી હતી આવી ધમકી

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનો 5 જુલાઇ 2020ના જન્મદિવસ હતો. સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્યિન જીતનાર એક માત્ર ખેલાડી છે. તેમણે ગત વર્ષે જ આ સિદ્ધિ મેળવી હતી. સાઇના નેહવાલ બાદ સિંધુ એક એવી ખેલાડી છે, જેના કરોડો ફેન છે. પોતાના નામે કેટલાક રેકોર્ડ કરનાર સિંધુના યુવા ફેન્સ તો છે જ પરંતુ તેમનો એક સનકી વૃદ્ધ ફ્રેન પણ છે. આ ફેને તેમની સાથે લગ્ન કરવા માટે બધી જ હદ પાર કરી દીધી હતી. આટલું જ નહીં તેમણે તો સિંધુને કિડનેપ કરવાની પણ ધમકી આપી હતી.

વાત છે તમિલનાડુના એક 70 વર્ષિય ફેનની જેણે સિંધુ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં તેમણે સિંધુને કિડનેપ કરવાની પણ ધમકી આપી હતી. ગત વર્ષ 2019માં તમિલનાડુના 70 વર્ષના મલાયસામી નામના વૃદ્ધે સિંધુ સાથે લગ્ન કરવાનું આવેદન પત્ર ક્લેક્ટરને આપ્યું હતું. આ ઘટનાની જાણ થતાં લોકો દંગ રહી ગયા હતા.

મલ।યસામીએ જણાવ્યું હતું કે,.જો સિંધુ સાથે લગ્નની વ્યવસ્થા ન કરાઇ તો તે બેડમિન્ટન સ્ટારનું અપહરણ કરીને લઇ જશે. તેમણે કલેક્ટરને સિંધુ અને પોતાના એક ફોટો સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ વ્યક્તિની આવી દિવાનગી જોઇને ક્લેક્ટર પણ ચૌંકી ગયા હતા.

વૃદ્ધને તેના પત્રમાં એવો પણ દાવો કર્યો હતો કે, તે 70 વર્ષનો વૃદ્ધ નથી પરંતુ 16 વર્ષનો યુવક છે. તેનો જન્મ 4 એપ્રિલ 2004માં થયો હતો. જો કે કલેક્ટર કાર્યલયે જ તેમનું આવેદન રિઝેક્ટસ કરી દીધું હતું. આ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે, વૃદ્ધની માનસિક સ્થિત ઠીક નથી માટે તેની તપાસ કરવામાં આવશે. ઓલ્મપિક રમતમાં સિલ્વર મેડલ જીતનાર સિંધુને ગત વર્ષે ઇતિહાસ રચી દીધો. તેમણે બીડબ્યુએફમાં બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019ના ફાઇનલમાં જાપાનની નોજોમી ઓફુહારાને માત આપીને વિજય મેળવ્યો હતો.

આ સિધુનું વર્લ્ડ ચેમ્પિયનશિપનું પાંચમું મેડલ હતું. આ સિદ્ધિ હાંસિલ કરનાર તે દુનિયાની બીજી મહિલા ખેલાડી છે. તેમણે 1 ગોલ્ડ, 2 બ્રોન્ઝ મેડલ તેમના નામ કર્યા છે. સિંઘુએ 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું હતું. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ 2018 (ગોલ્ડ કોસ્ટ)માં તેમણે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેળવ્યો હતો. આ સિવાય કોમનવેલ્થ ગેમમાં તે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.

You cannot copy content of this page