Only Gujarat

Religion

આજે ‘વાઘબારસ’ ના દિવસે દેવી સરસ્વતીજી કોના ઉપર પ્રસન્ન રહેશે?  વાંચો આપનું રાશિફળ..

રાશિફળ: 12-11-2020: આજે “વાઘબારસ” ના દિવસે દેવી સરસ્વતીજી કોના ઉપર પ્રસન્ન રહેશેજુઓ આપનું રાશિફળ

મિત્રો, સનાતન ધર્મમાં “વાઘબારસ” ના દિવસે દેવી દેવી સરસ્વતીજી તેમજ ગાય માતાની પૂજા કરવામાં આવે છે અને તેવું માનવામાં આવે છે કે આજના દિવસે દેવી સરસ્વતીજી પૂજન કરવામાં આવે તો વિદ્યાની દેવી પ્રસન્ન થાય છે સાથે જ ગાય માતાનું પૂજન કરવા થી પાપનો નાશ થાય છે માટે આપની રાશિ પ્રમાણેની આરાધના માટે નીચે આપેલા મંત્રથી તમે ઉપાસના કરી શકો છો. 

મેષઃ આજે આર્થિક નવા માર્ગો મળતા જણાય તેમજ કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે સાથે જ મનની મુરાદો પૂરી થતી જણાય, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય અને યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની અંદર ધનલાભ સંભવ બને સાથે આપની મહેનતનું સવાયુ ફળ જણાય.
  • પરિવાર: ઘરના સભ્યોમાં અબોલા હોય તેમની સાથે રાગ થવાની સંભાવના સાથે જ સામાજિક પ્રસંગ આગળ વધે.
  • નાણાકીય: ભાઈભાંડુ થકી ધનલાભ સંભવ થાય સાથે આર્થિક બાબતોમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા જાળવી.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ सरस्वत्यै नमः

વૃષભઃ આજે માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ બને સાથે અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય તેમજ ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે અને સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની અંદર સાવધ રહીને કામ કરવું તેમજ યશપદની પ્રાપ્તિ જોવા મળે.
  • પરિવાર: વારસાગત પ્રશ્નોનું મધુર પરિણામ જણાય સાથે જ સુખ શાંતિ અનુભવાય.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય સાથે જ મનોવાંછિત આવક જળવાઇ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વાંચન-મનનની અંદર સમય વધારે પસાર કરવો.
  • સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ महाभद्रायै नमः

 

મિથુનઃ આજે ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય સાથે દિનચર્યામાં થોડો બદલાવ કરવાનું મન થાય, નવા કાર્યોનો શુભારંભ સંભવ બને અને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો સાથે જ આપના સામાજિક કાર્યો આગળ વધે.

  • કાર્યક્ષેત્ર: સહ કર્મચારીઓ થી સાવધ રહેવુ તેમજ મહત્વના કાર્યમાં સફળતા જોવા મળે.
  • પરિવાર:  પારિવારિક મતભેદ ટાળવો સાથે જ નવા નિર્ણયો લઇ શકાય.
  • નાણાકીય: આર્થિક આયોજનનો પાર પડતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ पद्मनिलयायै नमः

કર્કઃ આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય પરંતુ કાર્યક્ષેત્રમાં સંવાદિતતા જળવાઈ રહેશે તેમજ વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, નાના-મોટા પ્રવાસનું આયોજન સંભવ બને, આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય.

  • કાર્યક્ષેત્ર: આપની પડતર સમસ્યાનો ઉકેલ જણાય સાથે જ નવા સાહસો વિચારીને કરવા.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, નકામી વાતો પર આંખ આડા કાન કરવા.
  • નાણાકીય: આર્થિક રીતે દિવસ લાભદાયી રહે, નાણા વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ સારો.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની ચિંતામાં વધારો સંભવ.
  • આજનો મંત્ર: श्रीप्रदायै नमः

સિંહઃ આજે કોઈના માટે મનમાં ભાવનાઓ છે તે વ્યક્ત કરી લેવી સાથે જ નાણાકીય લેવડ-દેવડ વિચારીને કરવી હિતાવહ, કાર્યક્ષેત્રના પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે તેમજ દિવસ પૂરો થતા કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

  • કાર્યક્ષેત્ર: આજે વ્યાપારના વિસ્તાર માટે પ્રયત્નો સફળ થતા જણાય તેમજ સંવાદિતા જણાય.
  • પરિવાર: સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, ગૃહજીવન સારું.
  • નાણાકીય: જોખમ લેવામાં સંકોચ કરવો નહીં, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ पद्माक्ष्यै नमः

કન્યાઃ આજે અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય સાથે જ યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ, નવા કાર્યોનો શુભારંભ સંભવ બને, આર્થિક પ્રગતિનો માર્ગ ખેડાય, સામાજિક સંબંધમાં મીઠાશ વધે, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.

  • કાર્યક્ષેત્ર: પ્લાનિંગ કરેલા કાર્ય અધૂરા રહી જતા જણાય, ઉતાવળિયું પગલું ભરવું નહિ.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, આવક ના સ્ત્રોત્ર વધતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આવકનાં સ્રોતમાં વધારો જોવા મળે, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય.
  • સ્વાસ્થ્ય: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • આજનો મંત્ર: ॐ पुस्तकभृते नमः

તુલાઃ આજે આપે બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય સાથે જ આર્થિક બાબતોમાં સાવધાની જરૂરી  રહે અને પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી હિતાવહ, વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય, મિત્ર સુખ ઉત્તમ જણાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ रमायै नमः

વૃશ્રિકઃ આજે યાત્રા – પ્રવાસ ટાળવા હિતાવહ  સાથે જ રચનાત્મક વિચારો આવે, અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો તેમજ અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, વૈવાહિક જીવનનાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • આજનો મંત્ર: ॐ कामरूपायै नमः

ધનઃ આજે આપની સામાજિક જવાબદારીમાં વધારો જણાય સાથે જ વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, નાના-મોટા પ્રવાસનું આયોજન સંભવ, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય તેમજ નવસર્જનના વિચારો આવે.
  • પરિવાર: પારિવારિક સ્નેહ જળવાઈ રહે સાથે તેમની મદદથી કાર્ય અંગે સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું,  નવા સાહસો વિચારી ને કરવું.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર:  ॐ महाविद्यायै नमः

મકરઃ આજે મનની મૂંઝવણો દૂર થતી જણાય તેમજ આકસ્મિક ધનલાભ સંભવ બને પરંતુ કાર્યક્ષેત્રમાં કામનું વધારે દબાણ જણાય તેમજ પારિવારિક સમય આનંદમય રીતે પસાર થાય, મોસાળ પક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું હિતાવહ, ધંધાકીય પ્રવાસો મિશ્રફળદાયી રહે.
  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નોના કારણે મનભેદ-મતભેદ જણાય, કૌટુંબિક સહકાર સારો મળી રહે.
  • નાણાકીય: સંપત્તિના પ્રશ્નોમાં મધુર ફળ ચાખવા મળે,  નવા આવકના સ્ત્રોતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ महाभुजायै नमः

કુંભઃ આજે આર્થિક ગુંચવણનું નિરાકરણ જોવા મળે સાથે જ એકાએક આવી પાડેલો પ્રશ્ન આપની બેચેનીમાં વધારો કરશે, જૂના રોકાણથી લાભ થતા જણાય, પારિવારિક માધુર્યતા જળવાઈ રહે, સ્પિરિચ્યુઅલ કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: નવીન કાર્યરચના સંભવ, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય, પારિવારિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવાય, જમીન અંગેના પ્રશ્નોનું હરાકાત્મક નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખવું.
  • સ્વાસ્થ્ય: વિધાર્થીઓને અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર: ॐ महाभोगायै नमः

મીનઃ આજે અતિ મહત્વના કાર્યમાં ખાતર ઉપર દીવેલ જેવી સ્થિતિ સર્જાતી જણાય, વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં પોઝેટીવ પરિણામ જણાય, પારિવારિક નિર્ણય વિચારીને કરવો, અતિ ભાવુકતાથી સાવધ રહેવું, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કોઈ નવી તકનું નિર્માણ સંભવ તથા નવી જવાબદારી મળી શકે છે.
  • પરિવાર: પરિવારિક ચિંતા દૂર થતી જણાય, પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ થતો જણાય, આવકના નવા દ્વાર ખુલતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર:    महाभागायै नमः
You cannot copy content of this page