Only Gujarat

FEATURED Religion

વૃષભનું વાર્ષિક રાશિફળઃ જૂની બીમારીઓનો અંત આવશે, નવીન તકોનું થશે નિર્માણ

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ વૃષભ રાશિના (બ.વ.ઉ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષના પ્રારંભથી શનિ આપના ભાગ્ય સ્થાનેથી પસાર થતા મહેનતનું ફળ મળશે સાથે જ ગુરુ દેવ આપની રાશિથી નવમાં સ્થાનમાં થી પસાર થશે માટે ધર્મનું પાલન કરશો એટલી વધારે સફળતા મળશે પરંતુ સતત કાર્યશીલ રહેવું પડશે. વિલંબ બાદ સફળતા જોવા મળે સાથે જ અવનવી તકો મળશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. નવીન રોકાણ કરવાથી લાભ થાય. લગ્ન જીવનમાં ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખજો અને અવિવાહિત માટે વિવાહ યોગ્ય સમય છે. પ્રેમલગ્નોમાં ખૂબ જ વિચારપૂર્વક આગળ વધવુ. સંતાનોની ચિંતા દૂર થાય પરંતુ આરોગ્યની કાળજી રાખવી. નોકરી–ધંધામાં સફળતા મળશે. યાત્રા–પ્રવાસમાં સફળતા, વિદેશ પ્રવાસમાં વિઘ્નોનો સામનો કરવો પડે. ધારેલી સફળતા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડે. કોર્ટ કચેરીના કાર્યોમાં જાગૃત રહેવું હિતાવહ રહે.

કાર્યક્ષેત્ર: વર્ષદરમ્યાન કાર્યક્ષેત્રની અંદર સ્થાન પરિવર્તન જોવા મળે સાથે જ તમારા મહત્વ ના પ્રશ્નો નું નિરાકરણ આવતું જોવા મળે. એપ્રિલ 2021પછી કોઈ નવી તકનું નિર્માણ થતું જોવા મળે પરંતુ આપણા સહ સર્મચારી તરફથી અણબનાવ ન થાય તેની તકેદારી રાખવી. એક્સપોર્ટ, ટ્રાવેલ્સ, સરકારી ક્ષેત્ર, જમીન તથા શેર બજાર સાથે સંકાળેયેલા વ્યક્તિઓને વર્ષદરમ્યાન મધુરસ ચાખવા મળે.

પરિવાર: વર્ષદરમ્યાન તમારી પારિવારિક શાંતિ જળવાઈ રહે પરંતુ દામ્પત્ય જીવનમાં ગેરસમજ ઉભી ના થાય તે ધ્યાન રાખવું સાથે જ મહત્વના કાર્યોમાં ઘરના સભ્યોનો સાથ-સહકાર મળી રહેશે અને માંગલિક કાર્યો સંભવ બને. આપને મનગમતી પાત્ર સાથે પ્રેમલગ્નમાં મે મહિના સુધી પ્રબળ યોગ રહે સાથે માર્ચથી જુલાઈ સુધી નિ:સંતાન લોકો માટે શુભ સમય નીવડે પરંતુ સંતાનોથી આરોગ્યની સમસ્યા આપણી બેચેનીમાં વધારો કરશે.

નાણાકીય: આર્થિક આયોજનો પૂર્ણ થતા જણાય સાથે જ નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો, વર્ષના શરૂવાતથી રાહુદેવ તમારી જ રાશિમાં થી પસાર થતા હોવાથી ભાગીદારી, મિત્રો સાથે સાવચેતી પૂર્વક વ્યવહાર રાખવો સાથે જ આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું વર્ષદરમ્યાન ધ્યાન રાખવું હિતાવહ બની રહેશે.

સ્ત્રી વર્ગ: વર્ષદરમ્યાન ઉતાવળિયો સ્વભાવ ત્યજી સમજી વિચારીને નિર્ણય લેવા સાથે સાથે જ આપના ભોળપણ નો લાભ બીજા ના લે તેની તકેદારી રાખવી હિતાવહ રહેશે જે સ્ત્રી ગર્ભાવસ્થામાં છે તેમને ખુબજ સચેત રહેવું સાથે જ કાર્યક્ષેત્રમાં માન-સમ્માન જળવાઈ રહેશે સાથે જ આર્થિક આયોજનો માં સફળતા જોવા મળે પરંતુ આરોગ્ય બાબતે સચેત રહેવું.

વિદ્યાર્થી વર્ગ: વર્ષદરમ્યાન ધીમે ધીમે પ્રગતિ કરી ઉચ્ચ સ્થાને પહોંચે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં મધુર પરિણામ ચાખવા મળી શકે છે. ડિઝાઇનિંગ, આર્ટિકેટ, ઇન્ટિરિયલ તેમજ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધાર્યા કરતા વધારે મહેનત કરવી પડે સાથે અભ્યાસ ની અંદર ધ્યાન કેન્દ્રિત કરવું હિતકારી બની રહેશે.

સ્વાસ્થ્ય: આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ સારું જણાય સાથે જ તમારી જે જૂની બીમારી છે તેનો અંત આવતો જણાય પરંતુ બહારના ખાદ્યપદાર્થ થી તમારે ધ્યાન રાખવાનું છે સાથે જ માનસિક સ્વસ્થતા ના કારણે આપણું મન પ્રફ્ફુલિત રહે અને તેનાથી વર્ષ સાનુકૂળ રહે.

શુભ ઉપાય: વર્ષ દરમિયાન વૃષભ રાશિના જાતકોએ તમારા ઈષ્ટદેવ અને રાહુદેવની વિશેષ પૂજા કરવી તેમજ દાન-પુણ્ય કરવું શ્રેયકર રહેશે.

You cannot copy content of this page