Only Gujarat

FEATURED Religion

મિથુનનું વાર્ષિક રાશિફળઃ પુરુષાર્થનું પૂરતું ફળ મળશે નહીં, નાની-મોટી બીમારીઓ આવતી રહેશે

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ મિથુન રાશિના (ક.ચ.ઘ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષની શરૂઆતથી શનિ આઠમા સ્થાનમાંથી પસાર થતા કષ્ટદાયક રહેશે સાથે જ ગુરુદેવ આપની રાશિથી આઠમા સ્થાનેથી પસાર થાય છે માટે કોર્ટ–કચેરીના કામકાજોમાં ધ્યાન રાખવું અને આપના પુરુષાર્થનું ફળ ન મળતું જણાય. વર્ષ દરમ્યાન મગજને શાંત રાખવું અને કોઈની જામીનગીરીમાં ન પડવું. વિના કારણ ચિંતાઓ રહે. મૂંઝવણમાં વધારો થાય. દેવુ ન વધે તેનું ધ્યાન રાખજો. ખોટી લાલચોથી દૂર રહેજો. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહે. પતિ–પત્ની વચ્ચે તણાવ રહે. ગેર સમજોથી દૂર રહેવું. સંતાનોના ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ મળશે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. નોકરી–ધંધામાં અવનવી તકો મળશે. તે માટે કાર્યશીલ રહેવું પડશે. અવિવાહિત માટે યોગ્ય પસંદગીનું પાત્ર મેળવવામાં વિલંબ બાદ સફળતા મળશે. યાત્રા–પ્રવાસમાં મુશ્કેલી પડશે સાથે જ વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવવા સખત મહેનત કરવી પડશે.

કાર્યક્ષેત્ર: વર્ષદરમ્યાન પ્રાઇવેટ સંસ્થા સાથે જોડાયેલા વ્યક્તિઓને વિશેષ લાભ જણાય પરંતુ સરકારી તથા અર્ધ સરકારીના કર્મચારીઓ ને ધાર્યા કરતા વધારે મહેનત કરવી પડે. જે લોકો મેડિકલ, કેમિકલ, જવેલરીના વ્યવસાયમાં મનગમતી તક જોવા મળે.

પરિવાર: વર્ષના પ્રારંભ માં દામ્પત્ય જીવનમાં સામાન્ય અણબનાવ જોવા મળે માટે તેનાથી દૂર રહેવું હિતાવહ પરંતુ ડોન્ટવરી એપ્રિલ મહિના પછી ફરીથી સુગમતા જોવા મળે. મોસાળપક્ષથી કોઈ લાભ કારક તક આવતી જણાય સાથે પારિવારિક પ્રશ્નોમાં તમારી ભૂમિકા મહત્વની બની રહેશે.

નાણાકીય: તમારા પ્રયત્નનું ફળ મળતું જણાય પરંતુ બારમાં સ્થાનમાં રાહુ હોવાથી કોર્ટ કચેરીથી દૂર રહેવું હિતાવહ રહેશે, માર્ચ મહિના પછી આર્થિક માર્ગના પ્રશ્નોનું નિરાકરણ જણાય સાથે આર્થિક પ્રશ્નોમાં ખાતર ઉપર દિવેલ ના થાય તેની તકેદારી રાખવી.

સ્ત્રી વર્ગ: વર્ષદરમ્યાન તમારા સ્વભાવના કારણે મનભેદ ના થાય તેનું ધ્યાન રાખવું સાથે ઈર્ષાથી બચવું હિતાવહ રહે સાથે જ તમારા ભવિષ્યનું પ્લાનિંગ કરી શકાશે, કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ ને જાન્યુઆરી થી મે મહિના સુધીનો સમય ખુબજ મધુર બની રહેશે.

વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં તમને કપરા ચઢાણ જણાય પરંતુ એપ્રિલ માસ પછી તમને પરીક્ષામાં સફળતા જોવા મળે સાથે જ સાયન્સના વિદ્યાર્થીઓ ને મહેનતનું પરિણામ જણાય તેમજ વિદેશ જવા ઇચ્છુક લોકોને મન ની મુરાદો પુરી થતી જોવા મળી શકે છે.

સ્વાસ્થ્ય: આરોગ્યમાં લોહીને સંબંધિત બીમીરી વાળા વ્યક્તિઓ એ ખાસ ધ્યાન રાખવું સાથે વર્ષ દરમ્યાન નાની – મોટી શસ્ત્રક્રિયા સંભવ બની શકે છે માટે મુખ્યત્વે વર્ષદરમ્યાન આરોગ્ય બાબતે વિશેષ ધ્યાન આપવું હિતાવહ રહે.

શુભ ઉપાય: જાતકોએ વર્ષ દરમ્યાન હનુમાનજી તેમજ શનિદેવની વિશેષ પૂજા અર્ચના કરવી સાથે જ પશુ – પક્ષીને યથાશક્તિ દાન આપવું શ્રેયકર બની રહેશે.

You cannot copy content of this page