Only Gujarat

FEATURED National

ઈંગ્લિશ ટીચરે પરિવારનું ગુજરાન ચલાવવા શરૂ કરી શાકભાજીની લારી

કોરોનાના કહેરથી બચવા માટે સરકારે લોકડાઉન લાગુ કર્યું હતું. જેના કારણે દેશમાં લાખો લોકો બેરોજગાર થઇ ગયા. અનેક મલ્ટીનેશનલ કંપનીઓએ લોકોને નોકરીથી કાઢી મૂક્યા. તો અનેક કર્મચારીઓને વેતન પણ નથી આપ્યું. સ્થિતિ તો એવી પણ છે કે પરિવારનું ગુજરાન ચલાવવાના પૈસા પણ નથી. કોઇ શાકભાજી વેચવા મજબૂર છે તો કોઇ મજૂરી કરવા લાગ્યા છે. આવી જ એક માર્મિક કહાની નવી દિલ્હીથી સામે આવી છે. અહીં એક ઇંગ્લિશ ટીચરને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીની રેકડી કાઢવી પડી રહી છે.

આ મજબૂર ટીચરનું નામ છે વજીર સિંહ જેઓ દિલ્હીની સર્વોદય બાળ વિદ્યાલયમાં અંગ્રેજી ભણાવતા હતા. તેઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ વધુ એક મહિનો ઘરે બેસી ઘરખર્ચ ચલાવી શકે. એવામાં મજબૂર થઇ તેમને શાકભાજીની રેકડી શરૂ કરવી પડી.

લોકડાઉને એવા દિવસો દેખાડ્યા છે કે શિક્ષકને પોતાના અને પરિવારનું પેટ ભરવા માટે શેરી શેરીએ ફરી શાકભાજી વેચવી પડી રહી છે.

ટીચર વજીરનું કહેવું છે કે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે આવા દિવસો પણ આવશે કે મારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીની રેકડી લઇને શેરીએ શેરીએ ફરવું પડશે.

વજીર સિંહ જ્યારે શાકભાજીની રેકડી લઇને શેરીઓમાં નિકળે છે તો તેમના ઓળખીતા આ જોઇને દંગ રહી જાય છે કે કેવી રીતે એક શિક્ષક શાકભાજી વેચવા માટે મજબૂર થઇ ગયા છે. પરંતુ વજીર સિંહનું કહેવું છે કે મને ખુદને પણ થોડું અજુકતું લાગે છે પરંતુ જીવીત રહેવું છે તે બધુ કરવું તો પડશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page