Only Gujarat

Business FEATURED

Suzuki Swiftનું નવું મોડલ કરાયું લોન્ચ, ઓલ્ડ કરતાં ન્યુ મોડલમાં શું છે નવા ફિચર્સ?

નવી દિલ્હી: Suzuki એ પોતાની લોકપ્રિય હેચબેક સ્વિફ્ટનું નવુ મૉડલ લોન્ચ કરી દીધું છે. 2020 Suzuki Faceliftને જાપાનમાં લૉન્ચ કરવામાં આવી. તેની કિંમત 15.35.600 જાપાની યેન એટલે કે 10.88 લાખ રૂપિયા જેટલી છે. નવી સ્વિફ્ટમાં ડિઝાઈન અને ઈન્ટિરિયરમાં નજીવા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કારમાં અમુક નવા ફિચર પણ સામેલ છે. નવી સુઝુકી સ્વિફ્ટમાં રહેલા ચેન્જીસ ઈન્ડિયન મૉડલમાં પણ જોવા મળશે. ભારતમાં નવી સુઝુકી સ્વિફ્ટ આ વર્ષના અંતે અથવા આગામી વર્ષના પ્રારંભ લૉન્ચ થઈ શકે છે. અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ નવી અને જુની સ્વિફ્ટમાં શું અંતર છે.

ડિઝાઈનમાં શું ફેરફાર કરાયા?
નવી સુઝુકી સ્વિફ્ટમાં સૌથી વધુ ફેરફાર તેના ફ્રન્ટમાં કરવામાં આવ્યા છે. અપડેટેડ કારમાં હનીકૉમ્બ પેટર્ન અથવા નવી ડાયમંડ ડિઝાઈન સાથે જુના મૉડલથી જુદી ગ્રિલ આપવામાં આવી છે. ગ્રિલની વચ્ચે ક્રોમ કે રેડ સ્ટિપ છે. કારની હેડલાઈટ્સની ડિઝાઈનમાં અમુક ફેરફાર કરાયા છે. ફ્રન્ટ બમ્પર અગાઉ કરતા વધુ એગ્રેસિવ લુક વાળું છે. સ્વિફ્ટ ફેસલિફ્ટમાં નવી સ્ટાઈલના અલૉય વ્હિલ્સ પણ આપવામાં આવ્યા છે. કારમાં 2 નવા કલર ઓપ્શન- ઓરેન્જ અને યલો અપાયા છે. જોકે આ બંને કલર ઑપ્શન માત્ર જાપાનમાં જ મળે તેવી શક્યતા છે.

નવી સ્વિફ્ટનું ઈન્ટિરિયર કેટલું અલગ?
સુઝુકી સ્વિફ્ટના જુના મૉડલની સરખામણીએ નવી કારના ઈન્ટિરિયરમાં કોઈ ખાસ ફેરફાર નથી થયા. જોકે નજીકથી જોવા પર ખબર પડે છે કે નવી કારના ડૈશબોર્ડની ડિઝાઈનમાં થોડો ફેરફાર કરાયો છે. આ ઉપરાંત નવી સ્વિફ્ટમાં અપડેટેડ સ્વિફ્ટમાં નવી સીટ ફેબ્રિક, નવી અપહોલ્સ્ટ્રી અને નવા હેડલાઈનર્સ આપવામાં આવ્યા છે. કારના ઈન્સ્ટ્રૂમેન્ટ કંસોલને પણ મલ્ટી-કલર એમઆઈડી (મલ્ટી-ઈન્ફોર્મેશન ડિસ્પ્લે)ની સાથે અપડેટ કરવામાં આવ્યું છે, જ્યારે જુના મૉડલમાં બેસિક ડિઝિટલ એમઆઈડી છે.

સેફ્ટી ફિચર્સ
નવી સુઝુકી સ્વિફ્ટ જુના મૉડલથી વધુ સારા સેફ્ટી ફિચર્સ છે, સ્વિફ્ટ ફેસલિફ્ટમાં ઘણા એવા સેફ્ટી ફિચર સામેલ કરાયા છે. જે સામાન્ય રીતે મોંઘી કારમાં હોય છે. જેમાં ‘સુઝુકી સેફ્ટી સપોર્ટ’નાની સેફ્ટી ટેકનોલોજી આપવામાં આવી છે. જેમાં ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, બ્લાઈન્ડ સ્પૉટ મૉનિટરિંગ, રિયર ક્રૉસ ટ્રાફિક એલર્ટ અને લેન કીપિંગ આસિસ્ટ જેવા ફિચર્સ સામેલ છે. નવી કારમાં ટ્રાફિક સાઈન રિકગ્નિશન અને ઑટોમેટિક હેડલેમ્પ્સ પણ આપવામાં આવ્યા છે.

એન્જિન અને માઈલેજ
નવી સ્વિફ્ટ જાપાનમાં હાઈબ્રિડ અને માઈલ્ડ-હાઈબ્રિડ પાવરટ્રેન ઓપશન્સ સાથે ઉપલબ્ધ છે. અપડેટેડ કારના એન્જિનમાં ફેરફાર નથી કરાયા. તેમાં અગાઉની જેમ 1.2 લીટર ડ્યૂલ-જેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 98 bhpનું પાવર અને 118Nm ટૉર્ક જનરેટ કરે છે. સુઝુકીનો દાવો છે કે CVT ગિયરબૉક્સ સાથે તેનું માઈલેજ 20 કિલોમીટર પ્રતિ લીટર અને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ સાથે 21.8 કિલોમીટર પ્રતિ લિટર છે. જ્યારે હાઈબ્રિડનું માઈલેજ 28.6 કિલોમીટર પ્રતિ લિટર છે.

ઈન્ડિયન મૉડલમાં નવુ એન્જિન મળશે
જુના મૉડલની સરખામણીએ જાપાનમાં લૉન્ચ થયેલી સ્વિફ્ટમાં થોડા ફેરફાર કરાયા છે. જ્યારે ભારતમાં લૉન્ચ થનારી સ્વિફ્ટ ફેસલિફ્ટમાં આના કરતા વધુ અપડેટ મળવાની શક્યતા છે.

સ્વિફ્ટ ફેસલિફ્ટના ઈન્ડિયન મૉડલમાં નવું 1.2- લિટર ડ્યુલજેટ પેટ્રોલ એન્જિન મળશે, જે તાજેતરમાં લૉન્ચ થયેલી નવી ડિઝાયરમાં આપવામાં આવ્યું છે. મારુતિ સ્વિફ્ટના વર્તમાન એન્જિન કરતા નવા એન્જિનનું પાવર 7hp વધુ હશે. આ ઉપરાંત માઈલેજ પણ વર્તમાન મૉડલથી વધુ હશે. આ સાથે જ માઈલેજ વર્તમાન મૉડલ કરતા વધુ હશે.

You cannot copy content of this page