Only Gujarat

National TOP STORIES

લોકડાઉનમાં પ્રવાસી મજૂરની આ તસવીર થઈ વાયરલ, જાણો કોણ છે આ વ્યક્તિ?

બેગુસરાય: કોરોના વાઈરસના કારણે સૌથી વધુ સમસ્યા એ વર્ગને થઈ છે જેઓ રોજગારની શોધમાં ઘરથી દૂર છે. આ વર્ગના લોકો રોજીંદા આવકથી ગુજરાન ચલાવે છે. 24 માર્ચથી લૉકડાઉનમાં ફેક્ટ્રીઓ-બજારો બંધ થયા તો તેમને કામ મળતું બંધ થઈ ગયું. થોડી બચતોના આધારે અમુક દિવસ જેમતેમ કાઢ્યા. પરંતુ જેમ દિવસો નીકળતા ગયા તેમ સમસ્યાઓ વધતી ગઈ. 3 મેના લૉકડાઉનમાં ઢીલ મળ્યા બાદ વિવિધ રાજ્યોથી મજૂરો માટે વિશેષ ટ્રેન ચલાવવામાં આવી. જેથી યુપી-બિહાર, બંગાળ સહિતના અન્ય રાજ્યોના પ્રવાસી મજૂરો ઘરે પરત ફરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી આ તસવીર
લૉકડાઉનના કારણે લાખો મજૂર રસ્તા પર છે. કોઈ ચાલીને તો કોઈ પૈસા ઉધાર લઈ ખાનગી વાહનમાં પોતાના ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘણા પ્રવાસી મજૂરોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરો પ્રવાસી મજૂરોની પીડા અને કોરોનાના કેરનું પોસ્ટર એક સમાન છે. વાઈરલ તસવીરોમાં એક તસવીર એવી છે જે છેલ્લા 4-5 દિવસથી ઘણી ચર્ચામાં છે, જેમાં એક પ્રવાસી મજૂર રસ્તા પર બેસી ફોન પર વાત કરતા સમયે રડીને કોઈને પોતાની પીડા જણાવી રહ્યો છે.

તેજસ્વી યાદવે ટ્વિટર પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખ્યું
બિહારના નેતા તેજસ્વી યાદવે આ મજૂરની તસવીરને પોતાની ટ્વિટર પ્રોફાઈલ પિક તરીકે રાખી. વાઈરસ તસવીર તમે અગાઉ પણ જોઈ હશે. મોબાઈલ પર વાત કરતા રડતો આ મજૂર બિહારના બેગુસરાય જીલ્લાનો છે. તેનું નામ રામપુકાર પંડિત છે. જે દિલ્હીના નજફગઢમાં મજૂરી કરતો હતો. રામપુકારની આ તસવીર ત્યારે ક્લિક કરવામાં આવી હતી જ્યારે તે નિઝામુદ્દીન પુલ પર ફોન પર વાત કરતા-કરતા રડતો હતો.

યોગ્ય સારવાર ના મળતા દીકરાનું મોત થયું
બેગુસરાયના બરિયારપુરમાં રહેતો રામપુકાર પંડિત લૉકડાઉનના કારણે દિલ્હીમાં ફસાયો હતો. આ દરમિયાન તેના દીકરાની તબિયત લથડી હતી. દીકરાની બીમારીની વાત સાંભળી તે ઘરે જવા નીકળ્યો. પરંતુ નિઝામુદ્દીન પુલ પર પોલીસે તેને અટકાવ્યો. રામકુમાર 3 દિવસ પુલ પર જ ફસાયેલો રહ્યો. આ દરમિયાન તેના દીકરાનું મોત થયું. આ દુ:ખના સમયે જ્યારે તે પરિવારજનો સાથે વાત કરતા સમયે તે રડી રહ્યો હતો ત્યારે પીટીઆઈના ફોટોગ્રાફરે આ તસવીર ક્લિક કરી હતી. રામકુમારની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

બિહાર પહોંચ્યો પરંતુ ના કરી શક્યો દીકરાના અંતિમ દર્શન
બિહારમાં દીકરાના નિધન બાદ જ્યારે પોલીસ અને મીડિયાને પોતાની વાત જણાવી તો તે લોકો પણ ભાવુક થયા હતા. પોલીસે તેને દિલ્હી સ્ટેશને મોકલ્યો. શ્રમિક સ્પેશિયલ ટ્રેન વડે રામકુમારને બિહાર મોકલ્યો.

હવે રામકુમાર બિહાર પહોંચ્યો તો ખરા પરંતુ દીકરાના અંતિમ દર્શન ના કરી શક્યો અને પરિવારને મળી શક્યો નથી. તેને તેના હોમટાઉનના ક્વારેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. બિહાર સરકારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા પ્રવાસી મજૂરોના 14 દિવસ સુધી ક્વારેન્ટાઈનમાં રાખવાની વ્યવસ્થા કરી છે.

You cannot copy content of this page