Only Gujarat

International TOP STORIES

એક્સપેરિમેન્ટના નામે પ્રાણીઓ સાથે ક્રૂરતા કરી રહી છે અમેરિકન લેબ, તસવીરો જોઈને નવાઈ લાગશે

ન્યૂયોર્ક: વિશ્વમાં હાલ કોરોના વાઈરસની સારવાર માટે વેક્સિનની શોધ કરવામાં આવી રહી છે. જ્યારે પણ કોઈ રિસર્ચ કે નવું એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે તો માણસ પર તેનો ઉપયોગ કરતા પહેલા તેની પ્રાણીઓ પર ટ્રાયલ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવું સામે આવ્યું છે કે એક્સપેરિમેન્ટના નામે પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરવામાં આવે છે. તાજેતરમાં યુએસના ઑરેગોનના હિલ્સબોરો સ્થિત નેશનલ પ્રાઈમેટ રિસર્ચ સેન્ટરની અમુક ભયાનક તસવીરો સામે આવી છે. અહીં લેબ એક્સપેરિમેન્ટના નામે વાંદરાઓ સાથે ક્રૂરતા આચરવામાં આવે છે. પેટાએ આ તસવીરોના આધારે રિસર્ચ કરનારાઓ વિરુદ્ધ વિરોધ નોંધાવી તપાસ શરૂ કરી છે.

પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરવા મામલે બદનામ એક ઑરેગોન લેબમાં ગર્ભવતી વાંદરીઓ પર ક્રૂર એક્સપેરિમેન્ટ કરવાનો આરોપ લાગ્યો છે. તેમને લાર્ડ ખાવા અને નિકોટીન તથા દારુની લત માટે મજબૂર કરવામાં આવે છે. લાર્ડ ડુક્કરની ચરબી હોય છે, જેમાં મોટાપ્રમાણમાં ફેટ હોય છે.

ઑરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં સ્થિત હિલ્સબોરોમાં નેશનલ પ્રાઈમેટ રિસર્ચ સેન્ટરમાં જાપાની વાંદરાઓ પર થતા પ્રયોગમાં પશુ અધિકારોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પેટાએ વિરોધ નોંધાવ્યો હતો.

આ લેબ પર છેલ્લા 1 વર્ષમાં પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરવાના ઘણા કેસ નોંધાયા છે. તેમ છતા લેબમાંથી એવી તસવીરો આવી છે. લેબમાં એક્સપેરિમેન્ટ દરમિયાન ઘણા વાંદરાઓનું મોત થયું છે.

રેકોર્ડ્સ અનુસાર, આ લેબમાં હાલ ગર્ભવતી વાંદરીઓને હાઈ ફેટ ડાયેટ આપવામાં આવે છે. આ ડાયટના કારણે તેમના બાળકો પર શું અસર પડશે તે જાણવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે. વાંદરાઓને જાણી જોઈને ટોર્ચર કરાય છે, જેથી જાણી શકાય કે પ્રાણીઓ પર ટોર્ચરને લીધે સ્ટ્રેસ અને એન્ગઝાઈટી જોવા મળે છે કે નહીં.

પેટાએ લેબ પર આરોપ લગાવ્યો કે તેણે એક્સપેરિમેન્ટના નામે ક્રૂરતાની હદો પાર કરી છે. પ્રાણીઓને જે ફેટ ખવડાવવામાં આવે છે જેનાથી તેમની અને તેમના બાળકો પર ખરાબ અસર પડી રહી છે.

ઘણીવાર એક્સપેરિમેન્ટના નામે મુંગા પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરવામાં આવે છે. કોરોનાની વેક્સિન શોધવા માટે પણ પ્રથમ ટ્રાયલ વાંદરાઓ પર જ કરવામાં આવ્યું. હવે આ ટ્રાયલ સક્સેસફુલ રહેતા માણસો પર ટ્રાયલ કરવામાં આવી.

You cannot copy content of this page