Only Gujarat

FEATURED International

આ પથ્થરો નથી મામૂલી, કિંમત સાંભળીને આંખો ચકરાઈ જશે એ નક્કી!

ન્યૂયોર્કઃ હરાજીમાં વેચવામાં આવતા આ પત્થરો સામાન્ય નથી પરંતુ સુંદર ઉલ્કાપિંડનો એક દુર્લભ સંગ્રહ છે. એવું કહેવામાં આવે છે અમુક તો અબજો વર્ષ જુના છે. તેમાં ચંદ્રના આકારના ખડકોના નમૂના પણ સામેલ છે. આ પત્થરની કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા છે.

ઘણા વૈજ્ઞાનિકો આ સમયે અવકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવતા 3 ઉલ્કાપિંડ પર નજર રાખી બેઠાં છે, જેમાંથી અમુક અલૌકિક પત્થરોની તસવીરો સામે આવી છે. યુએસએમાં વિજ્ઞાન અને પ્રાકૃતિક ઈતિહાસ વિભાગના પ્રમુખ જેમ્સ હ્યસલોપે કહ્યું કે,‘આ એક શ્રેષ્ઠ હરાજી રહેશે, જેમાં ઘણા સુંદર પત્થરોની હરાજી થશે અને તે માર્કેટમાં પહોંચશે.’

આ હરાજી 25 ઓગસ્ટના રોજ ઓનલાઈન પ્લેટફોર્મ પર યોજાશે. જો તમે આ હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો તેમાં જોડાઈ શકો છો. હરાજીમાં અવકાશના સૌથી મોંઘા ઉલ્કાપિંડના પત્થર પણ સામેલ રહેશે. સામાન્ય રીતે આ ટુકડાઓને ઓળખવા સરળ નથી પરંતુ વૈજ્ઞાનિક ઢબે એ જાણી શકાય છે કે કયો પત્થર પૃથ્વી પરનો છે અને કયો અવકાશમાંથી આવ્યો છે.

આ અલૌકિક પત્થરોમાં ચંદ્રમાં આકારના પત્થરની હરાજી 27 હજાર પાઉન્ટ એટલે કે આશરે 23 લાખમાં તથા એક નાના પત્થરની હરાજી 15000 પાઉન્ટ એટલે કે લગભગ 13 લાખમાં થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, ઉલ્કાપિંડ ગ્રહોના તૂટેલા ભાગ હોય છે જે અવકાશમાંથી તૂટીને બીજા ગ્રહો પર પડે છે અને અમુક પૃથ્વી પર પડતા હોય છે.

You cannot copy content of this page