Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્ટ કરીના કપૂર એક બે દિવસ પણ નહીં 24-24 દિવસ સુધી લાડલાથી રહેશે દૂર

મુંબઈઃ કરીના કપૂર અત્યારે દિલ્હીમાં આમિર ખાન સાથે તેમની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી રહી છે. આ શેડ્યુલ ચાલુ મહિનાનાં અંત સુધી ચાલશે. ઘણાં વર્ષોમાં આવું પહેલીવાર છે કે, કરીના એકલી શૂટિંગ પર આવી છે. કોરોનાનાં ખતરાને લીધે કરીના તૈમૂરને દિલ્હી સાથે લઈ જતી નથી. તૈમૂર પટોડી પેલેસમાં પોતાની સ્પેશિયલ ટીચર પાસે સ્પેનિશ શીખી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કરીના કોરોના મહામારીમા પણ આઠથી દસ કલાક શૂટિંગ કરે છે.

સૂત્રો મુજબ કરીના આ ફિલ્મમાં આમિર ખાનની રૂપા બની છે. આમિર લાલ નામના ફૌજીના રોલમાં જોવા મળશે. શુક્રવારથી બંને ઇન્ડિયા ગેટ પર ફિલ્મનું એક રોમેન્ટિક સોંગ શૂટ કરવાના છે.

આ ગીત બેકડ્રોપમાં ચાલશે અને બંને તેના પર પર્ફોમન્સ કરશે. આમિર-કરીના પર ફિલ્માવવામાં આવનાર આ ગીતને સરોજ ખાનના દીકરા રાજૂખાન કોરિયોગ્રાફ કરશે.

ફિલ્મનું શૂટિંગ દિલ્હીની એક સ્કૂલ ઉપરાંત કેટલાક વિસ્તારમાં કરવામાં આવશે. હાલમાં જ હોટેલ અને રોડ પર આમિર ખાનના એક્શન સીન સિક્વન્સ શૂટ કરવામાં આવ્યાં હતાં.

કનૉટ પ્લેસના રોડ પર ગાડીઓ વચ્ચે આમિર ખાનનો દોડતો સીન પણ શૂટ કરવામાં આવ્યો હતો. સેટ પર કરીના સાથે સાથે ક્રૂ મેમ્બર્સ પણ સેફ્ટીનું ધ્યાન રાખી રહ્યાં છે.

સૂત્રો મુજબ, ફિલ્મમાં ગોલ્ડન ટેમ્પલવાળું ઓપરેશન બ્લૂ સ્ટાર નથી, પણ રાઇટર્સે આમાં કારગિલ યુદ્ધનો એક સિક્વન્સ રાખ્યો છે.

આમિર ખાન કારગિલ સિક્વન્સને તુર્કીની પહાડો પર ફિલ્માવવા માગતા હતા એટલા માટે તે તુર્કી પણ ગયાં હતાં, જ્યાં તેમની રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકત થઈ હતી. જે બાદ આમિર ખાન ખૂબ જ ટ્રોલ પણ થયાં હતાં.

આ પછી તુર્કીનો પ્લાન કેન્સલ કરી દીધો હતો. હવે કારગિલનો સેટ લદ્દાખ અથવા લાહૌલ સ્પીતિમાં કોઈ જગ્યાએ રીક્રિએટ કરવામાં આવશે.

You cannot copy content of this page