Only Gujarat

National TOP STORIES

કોરોન્ટાઈન થયેલા પતિને પત્ની કોરોનાના ડરના કારણે નહોતી જતી મળવા તો પતિએ કરી…..

હાલ કોરોના અને લોકડાઉનની સ્થિતિએ જીવનશૈલીને બદલી નાખી છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે સમાજિક અંતર એક જ શ્રેષ્ઠ ઉપાય છે. જો કે આ સમય દરમિયાન કેટલીક એવી ઘટનાઓ સામે આવી રહી છે. જે ચોંકાવનારી છે. ઉત્તરપ્રદેશના જૌનપુરમાં પણ કંઇક આવી જ ઘટના બની, જેમાં કોરોન્ટાઈન થયેલા યુવકે વગર વિચાર્યે એવું પગલું ભર્યું જેનાથી પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો.

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે લોકો એક અંતર રાખીને જીવવાનું પસંદ કરી રહ્યાં છે. લોકડાઉનમાં મુંબઇથી જેમ તેમ કરીને ટ્રકમાં ઘરે પહોંચેલા યુવક પણ નિયમ પ્રમાણ હોમકોરોન્ટાઇન થયો. આ સમયે પત્ની પણ તેમને રૂમની બારીથી જોઇને સંતોષ માની લેતી હતી.

પરંતુ એક રાત્રે પતિએ પત્નીએ રાત્રે તેમના રૂમમાં બોલાવી. પરંતુ પત્નીએ કોરોન્ટાઇન ટાઇમ પૂરો કરવાની વાત કરી. આ જવાબથી દુ:ખી થયેલા પતિએ એકલતાથી પરેશાન થઇને ઝાડ પર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો. આ ઘટના ઉત્તરપ્રદેશના જૌનપુરના ગોપાલપુર બજારની છે.

બારીમાંથી જોઇને જતી રહેતી હતી પત્ની
32 વર્ષિય છોટેલાલ મુંબઇના ભિવંડીમાં એક કંપનીમાં કામ કરતો હતો. લોકડાઉનના કારણે ટ્રકથી 12 મેએ ઘરે પહોંચ્યો હતો. મુંબઇથી આવેલ જય કુમાર મૌર્ય તેમના ઘરના એક રૂમમાં કોરોન્ટાઇન હતો. છોટેલાલનો હોમકોરોન્ટાઇનનો સમય ચાલતો હોવાથી પત્ની માત્ર દૂરથી રૂમની બારીથી તેમને જોઇને સંતોષ માની લેતી હતી પરંતુ તેની નજીક જતી ન હતી.

રૂમમાં આવવાની વારંવાર કરી વિનંતી
15 મેની રાત્રે પતિએ પત્નીને તેમના રૂમમાં આવવા કહ્યું પરંતુ પત્નીએ પતિનો કોરોના રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું,. આ જવાબ બાદ પણ પતિ પત્નીએ રૂમમાં આવવાની વિનંતી કરતો રહ્યો પરંતુ કોરોનાના ડરના કારણે પત્નીએ રૂમમાં આવવાનો ઇન્કાર કરી દીધો. પત્નીના આ વલણથી પતિ નારાજ થઇ ગયો અને આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો શરૂ થઇ ગયો.

સવારે ઝાડ પર લટકતું શબ મળ્યું
એકલતા અને પત્નીની સાથે થયેલા ઝઘડા બાદ નાસમજ પતિ જય કુમારે મૌર્યેએ ઘરના નજીકના ઝાડ પર ગળા ફાંસો ખાઇને જિંદગી ખતમ કરી દીધી. લોકોએ સવારે આ દ્રશ્ય જોયું અને પરિવારને જાણ કરી. આત્મહત્યાની ઘટનાની જાણ થતાં જ ઘરમાં માતમ પસરાય ગયું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની તપાસ હાથ ધરી.

પોલીસે જણાવી આ વાતો
ઘટનાની તપાસ કરતા પોલીસ અધિકારી અશોક કુમારે જણાવ્યું કે, શુક્રવારની રાત્રે મૃતકે તેમની પત્નીને મળવા માટે તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો. પત્નીએ દરવાજો ખોલવા માટે ઇન્કાર કરી દીધો. આ ઘટનાથી દુ:ખી થઇને પતિએ ઘરના નજીકના ઝાડ પર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

You cannot copy content of this page