Only Gujarat

Bollywood FEATURED

નેહા કક્કરના હાથમાં સજી પતિના નામની મહેંદી, પીઠી પણ ચોળાઈ

મુંબઈ: બોલીવુડની પ્લેબેક સિંગર નેહા કક્કડ હાલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. હાલતા ચાલતા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેનાર નેહા છેલ્લા કેટલાક સમયથી લગ્નની ખબરોના કારણે મીડિયામાં છવાયેલી છે. હાલ તેની પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથેના લગ્નની વાતો મીડિયામાં ચાલી રહી છે. એવામાં કેટલા દિવસો પહેલા તેમના રોકાની ખબર આવી હતી અને મહેંદી સેરેમનીની આવી રહી છે. તેના મહેંદી લગાવતા કેટલાક ફોટોસ પણ વાયરલ થયા છે. ચહેરા પર જોવા મળી ચમક….

હવે નેહા કક્કડના ઘરમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. સિંગરની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે કાઉચ પર બેસીને રોહનપ્રીતના નામની મહેંદી લગાવતી જોવા મળી રહી છે. ‘નેહૂ દા બ્યાહ’ છે, આ ખાસ મોકા પર તેના ચહેરા પર ખુશી સાફ જોઈ શકાય છે.

હવે નેહા કક્કડના ઘરમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. સિંગરની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે કાઉચ પર બેસીને રોહનપ્રીતના નામની મહેંદી લગાવતી જોવા મળી રહી છે. ‘નેહૂ દા બ્યાહ’ છે, આ ખાસ મોકા પર તેના ચહેરા પર ખુશી સાફ જોઈ શકાય છે.

છેલ્લા કેટલાક દિવસોથી નેહાના લગ્નની ખબરાઓ જોર પકડ્યું છે. આ વચ્ચે તેનું અને રોહનપ્રીતનું ગીત નેહૂ દા બ્યાહ પણ રીલિઝ થયું છે. આશંકા જતાવવામાં આવી હતી કે, ગયા વખતની જેમ આ પણ પ્રમોશન માટેનો સ્ટંટ હોય શકે. પરંતુ જે રીતે મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે, લગભગ એ સાફ થઈ ગયું છે કે નેહા લગ્ન કરી રહી છે.

ખબરોનું માનીએ તો નેહાના લગ્નને લઈને એ વાત કહેવામાં આવી રહી છે કે, લગ્ન આ જ મહીને 24 ઑક્ટોબરે થશે. નેહાએ પોતાની રોકા સેરેમનીનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો.

કહેવામાં આવે છે કે નેહા અને રોહનપ્રીતના લગ્ન ચંદીગઢના ધ એમેલ્ટ્સમાં થશે. નેહા હાલ દિલ્લીમાં છે. જલ્દી જ તે ચંદીગઢ જવા રવાના થશે.

નેહાનું નામ રોહનપ્રીત પહેલા હિમાંશ કોહલી સાથે જોડાયેલું હતું. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. કોઈ કારણોથી ગયા વર્ષે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

આ બાદ ઈન્ડિયન આઈડલના સીઝન 11માં તેના લગ્નની અફવા સિંગર આદિત્ય નારાયણ સાથે ઉડાવવામાં આવી હતી. કહેવાય છે કે, આ શોની ટીઆરપી વધારવા માટે કરવામાં આવ્યું હતું. જો કે, ફાઈનલી હવે નેહાને તેનો લાઈફ ટાઈમ દૂલ્હો મળી ગયો છે.

You cannot copy content of this page