Only Gujarat

National

SBIના લોકરમાં મૂક્યું હતું લાખો રૂ.નું સોનું, 5 વર્ષ બાદ ખોલીને જોયું તો ના થયો આંખોને વિશ્વાસ

જયપુરઃ સોનાને સુરક્ષિત રાખવા માટે સામાન્ય રીતે આપણે બેન્કના લોકરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો આ જ સોનુ થોડા વર્ષ બાદ પથ્થર બની જાય તો ? વાત થોડી આશ્ચર્યચક્તિ કરી દેતી છે પરંતુ નવાઇની વાત તો એ છે કે, આવી જ એક ઘટના રાજસ્થાનનના જિલૌરી જિલ્લામાં બની છે. જ્યાં પાંચ વર્ષ પહેલા ખોલેલા લોકરના એ હાલ થયા જે જાણીને આપની પણ આંખો ફાટી જશે. અહીં પાંચ વર્ષ પહેલા ખોલેલા લોકરમાં સોનાના આભૂષણો મૂકવામાં આવ્યાં હતા પરંતુ જ્યારે ગ્રાહકે પાંચ વર્ષ બાદ લોકર ખોલ્યું તો સોનાની જગ્યાએ મારબલના પથ્થર નીકળ્યાં હતાં. ઘટના રાજસ્થાનના જાલૌર જિલ્લાની છે.


બેન્કની વિશ્વનિયતા પર સવાલ ઉભા કરતી ઘટનાઃ રાજસ્થાનના જાલૌર જિલ્લામાંથી સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પાંચ વર્ષ પહેલા બેન્ક લોકરમાં સોનુ રાખ્યું હતું પરંતુ લોકર ખોલ્યું તો પથ્થર નીકળ્યાં. સમગ્ર ઘટના રાજસ્થાનના જાલોર જિલ્લાની છે. અહીં એસબીઆઇ બેન્કમાં આશ્ચર્યચક્તિ કરી દેતી ઘટના સામે આવી છે. જાલૌર શહેરના નિવાસી પારસમલ જૈને પાંચ વર્ષ પહેલા એસબીઆઇ બેન્કના લોકરમાં સોનું મૂકર્યુ હતું પરંતુ પાંચ વર્ષ બાદ જ્યારે તેને લોકર ખોલીને જોયું તો લોકરમાં સોનુ નહીં પરંતુ પથ્થર મળ્યા.

પારસમલ જૈનનો મહારાષ્ટ્રના ભિવંડીમાં બિઝનેસ છે. લોકડાઉનના કારણે 20 દિવસ પહેલા પારસ જૈન જાલૌર પરત ફર્યાં હતા. ત્યારબાદ બેન્કમાં જઇને તેમણે 5 વર્ષ પહેલા ખોલાવેલા લોકરની બેન્કમાં જઇને તપાસ કરી. લોકર ખોલતા જ પારસમલ જૈનના આઘાતમાં સરી પડ્યાં કારણે કે અહીં લોકરમાં સોનાને બદલે મોટા મોટા પથ્થર હતા.

પારસમલે આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી. પોલીસ ફરિયાદ મુજબ પારસમલે લગભગ 800 ગ્રામ સોનાના આભુષણ બેન્કમાં મૂક્યાં હતા. જોકે, અહીં પાંચ વર્ષ બાદ લોકર ખોલતા સોનાના આભૂષણને બદલે મારબલના પથ્થર મળ્યા. આ ઘટના બાગ પોલીસ હરકતમાં આવી છે અને પ્રશાસનમાં પણ હડકંપ મચી ગઇ છે.

બેન્કના લોકરમાંથી 800 ગ્રામ સોનું ગાયબ થઇ જતાં ચિંતીત પારસમલે સૌથી પહેલા તો બેન્ક મેનેજર રામદીનનો સંપર્ક કરવાની કોશિશ કરી. પરંતુ કોઇ સંતોષકારક જવાબ ન મળ્યો. આ મુદ્દે પારસમલે અન્ય બેન્ક અધિકારીનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ કોઇ સંપર્ક ન થઇ શક્યો. આખરે હારી થાકીને પારસમલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને સમગ્ર આપવીતિ જણાવી અને એસબી આઇની બેન્કના લોકરમાંથી સોનાના ઘરેણા ગાયબ થઇ ગયાની ફરિયાદ નોંધાવી.

જ્યારે મામલો ગરમાયો તો બેન્ક મેનેજરે જણાવ્યું કે, પારસમલ જ્યારે અમારી બેન્કમાં તેમનું લોકર ઓપરેટ કરાવવા માટે આવ્યા ત્યારે તેમની સહી વગેરેની ખરાઇ કરીને જ અધિકારી સાથે જ લોકરને ખોલાયું હતું. લોકર એકદમ બરાબર હતું. લોકરને ઓપરેટ પણ પારસમલના હાથે કરવામાં આવ્યું હતું.

મેનેજરે આ મુદ્દે બચાવ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પારસમલ ચેમ્બરમાં બેઠા હતા ત્યારે તેમણે લોકરમાંથી પથ્થર મળ્યાની વાત કરી હતી. લોકરની ચાવી ગ્રાહક પાસે જ સુરક્ષિત રહે છે. બેન્ક પાસે માત્ર માસ્ટર કી હોય છે જેનો ઉપયોગ પણ ક્યારેય ગ્રાહકની ગેરહાજરી વગર થઈ શકતો નથી. સહી વગેરેની ખરાઇ કરીને જ લોકર ખોલવામાં આવે છે તેમજ બધા જ લોકરને નીચેથી જ લોક કરવાામાં આવે છે.

આ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ અધિકારી બાદ સિંહે જણાવ્યું કે. ફરિયાદી પારસમલે પાંચ વર્ષ પહેલા એસબીઆઇ બેન્કમાં 800 ગ્રામ સોનાના ઘરેણા મૂક્યા હતા. જે હવે લોકર ખૂલતા માત્ર પથ્થર જ મળ્યાં છે. ફરિયાદીની રિપોર્ટ મુજબ ફરિયાદ નોંધીને આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો આ મામલો ખરેખર રસપ્રદ બની ગયો છે. જેની આસપાસના શહેરોમાં પણ ચર્ચા થઇ રહી છે. દિલચસ્પ વાત એ છે કે એકબાજુ બેન્કના મેનેજર કહે છે કે ગ્રાહકની ગેરહાજરીમાં ક્યારેય લોકર ખૂલ્યું જ નથી તો બીજી તરફ ફરિયાદી પારસમલ 800 ગ્રામ સોનું ગાયબ થઇ જવાની ફરિયાદ કરી રહ્યાં છે. જો આ ઘટના સત્ય હોય તો બેન્કની વિશ્વનિયતા પર પણ મોટો સવાલ ઉભા થાય છે. હાલ તો ઘટનાની સંવેદનશીલતાને જોતા જિલ્લા પોલીસે સમગ્ર ઘટનાને લઈ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page