Only Gujarat

FEATURED National

કરોડપતિ છે આ મહિલા સરપંચના ઉમેદવાર, જાણો કેટલી છે સંપત્તિ

રાજસ્થાનમાં શુક્રવારે પંચાયત ચૂંટણી માટે 26800 વોર્ડમાં વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમાઘોપુર અને ખંડેલાની 67 પંચાયતોમાં 22 જાન્યુઆરીએ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ઘણાં ઉમેદવારો તો એટલા અમિર છે કે તેમના પાસે ધારાસભ્યો કરતાં પણ વધારે સંપત્તિ અને કેશ છે.

કરોડપતિ છે આ મહિલા ઉમેદવાર

અમે તમને બતાવી રહ્યાં છીએ સીકરના લક્ષ્મગઢની સૌથી અમિર મહિલા ઉમેદવાર રાજકુમારીની. જે બગડી ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધી છે. તેની પાસે જિલ્લાના બધાં ઉમેદવારો કરતાં વધારે સંપત્તિ છે. તેમણે પોતાના શપથ પત્રમાં 1 કરોડ 61 લાખ રૂપિયાની સંપત્તિ બતાવી છે. રાજકુમારી પહેલા પણ આ વોર્ડમાંથી હરીફ સરપંચ બની ગઈ હતી. જેવી રીતે તેનું રાજુકમારી નામ છે તેવી જ રીતે તે અમિર પણ છે.

શ્રીમાઘોપુર પંચાયત સમિતિની ગ્રામ પંચાયત લિસાડિયા અને મિસારલા જાગીરથી ઉમેદવારી નોંધાયેલા જગદીશ યાદવ અને રાજેન્દ્રસિંહ શેખાવતની પાસે ધારાસભ્ય દીપેન્દ્રસિંહથી પણ વધારે સંપત્તિ છે. જગદીશ યાદવના નામાંકનની સાથે પ્રસ્તૃત કરવામાં આવેલ શપથ પત્રમાં 1 કરોડ 30 લાખ રૂપિયાની સંપત્તિ બતાવવામાં આવી છે.

પ્રદેશનું આજે પ્રથમ ચરણનું પંચાયત ચૂંટણી માટે લોકોએ વોટ આપ્યો હતો જે સાંજે 5 વાગ્યે ખત્મ થયું હતું. સવારે 8 વાગેથી લઈને સાંજે 5 વાગ્યા સુધી લગભગ 75 ટકા મતદાન થયું હતું. જેમાં યુવા જ નહીં વૃદ્ધોએ પણ વોટિંગ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page