Only Gujarat

FEATURED National

મજૂરો ખોદકામ કરતા અને અચાનક જ મળી આવ્યા તાંબાના બે મોટા ઘડા, અંદર હતું સોનું ને ચાંદી

ઉજ્જૈનઃ ભારતને ‘સોને કી ચિડિયા’ તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે જ ઘણીવાર લોકોને જમીનમાં દટાયેલો ખજાનો મળી આવે છે. આવી જ એક ઘટના ઉજ્જૈનમાં બની. અહીં એક 100 વર્ષ જૂના ખંડેરમાં ખોદકામ દરમિયાન મળેલા ઘડામાંથી સોના ચાંદીના ઘરેણાં અને સિક્કા મળી આવ્યા.

ખોદકામ દરમિયાન મળ્યો ખજાનોઃ આ ઘટના જીલ્લાના મહિદપુર ગામની છે, જ્યાં બુધવારે (29 જુલાઈ) 100 વર્ષ જૂના ખંડેર મકાનને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન 2 મજૂરોને અચાનક તાંબાના 2 ઘડા જોવા મળ્યા, તેમણે તેને બહાર નીકાળ્યા તો અંદરની વસ્તુઓ જોઈ દંગ રહી ગયા. કારણ કે તે ચાંદીના સિક્કાથી છલોછલ ભરાયેલા હતા. મજૂરો માલિકને જણાવ્યાં વગર ઘરેણાં લઈ ભાગી ગયા.

પોલીસે બંને મજૂરોની કરી ધરપકડઃ સાંજે મકાન માલિકને જાણ થઈ તો તેણે બંને મજૂરોની ફરિયાદ કરી. પોલીસે બંને મજૂરોની ધરપકડ કરી તેમની પાસેથી ખજાનો કબજે કર્યો હતો. જેમાં અંદાજે 5 કિલો ચાંદીના ઘરેણાં અને 200 ગ્રામ સોનું હતું.

આ સિક્કા મુઘલકાળના હોવાનું સામે આવ્યુંઃ પોલીસે ઘરેણાંની તપાસ કરી તો સામે આવ્યું કે આ ઘરેણાં વર્ષ 1800ના મુઘલકાળના સમયના છે. પોલીસે મજૂરોની પૂછપરછ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ખજાનો જોવા ઉમટ્યા હતા.

You cannot copy content of this page