Only Gujarat

Bollywood

જ્યારે ટ્વિંકલ સાથે એક વર્ષ લિવ-ઈનમાં રહેવાની સાસુએ અક્ષય સામે મૂકી હતી શરત

મુંબઈ: બોલિવૂડના ક્યૂટ કપલમાંથી એક અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને હાલમાં 19 વર્ષ પૂરા થયા હતા. બંનેની જોડી વારંવાર ચર્ચા હોય છે. સોશ્યલ મીડિયા પર પણ અક્ષય કુમાર હંમેશા એવી તસવીરો અને વીડિયો અપલોડ કરતો રહે છે, જેનાથી બંને વચ્ચેના રસપ્રદ રિલેશનશીપનો અંદાજ આવી જાય છે. બંનેની મેરેજ એનિવર્સરી પર અમે તમને તેમની લવસ્ટોરી જાણાવીએ છીએ.


અક્ષય અને ટ્વિંકલ ખન્નાએ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારે જણાવ્યું હતું કે તેની અને ટ્વિંકલની પહેલી મુલાકાત ફિલ્મફેરના એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી. અક્ષયને ટ્વિંકલ જોતા જ પસંદ આવી ગઈ હતી. ફિલ્મ ‘ઈન્ટરનેશનલ ખિલાડી’ના શૂટિંગ દરમિયાન બને વધુ નજીક આવ્યા હતા. એક ઈન્ટર્વ્યૂમાં ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતું કે જ્યારે તેણે અક્ષયને ડેટ કરવાની શરૂ કરી ત્યારે તે એક લાંબા રિલેશનશિપમાંથી બહાર નીકળી હતી અને તે કોઈની સાથે થોડો સમય માટે એન્જોય કરવા માંગતી હતી.


ટ્વિંકલના જણાવ્યા મુજબ તેણે અક્ષયને ફક્ત 15 દિવસ માટે પોતાનો બૉયફ્રેન્ડ બનાવ્યો હતો. બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.


એક અન્ય ઈન્ટર્વ્યૂમાં અક્ષયે જણાવ્યું હતું કે જ્યારે તે ટ્વિંકલનો હાથ માંગવા માટે તેની માં ડિમ્પલ કપાડિયાને મળવા ગયો ત્યારે તે સમયે ડિમ્પલ સમજતી હતી કે તે સમલૈગિંક છે અને તે તેની દીકરીની જિંદગી ખરાબ કરી નાંખશે.


આ કારણે ડિમ્પલ કપાડિયાએ અક્ષય કુમાર આગળ શરતી રાખી હતી કે તેને એક વર્ષ સુધી ટ્વિંકલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું પડશે. લગ્નનો નિર્ણય ત્યાર પછી લેવામાં આવશે. અંતે તેના એક વર્ષ પછી અક્ષય-ડિમ્પલના લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન પછી ટ્વિંકલે ફિલ્મી કરિયરને અલવિદા કરી દીધી હતી.


આજે રાઈટર તરીકે ટ્વિંકલ ખન્ના લોકપ્રિય છે. ટ્વિંકલ ‘મિસિસ ફની બોન્સ’ નામથી લખે છે. ન્યૂઝપેપરમાં લેખો ઉપરાંત તે બૂક્સ પણ લખી રહી છે. ક્યારેક પોતાના અફેર્સના કારણે ચર્ચામાં રહેનાર અક્ષય આજે બિલકુલ ફેમિલીમેન છે.


અક્ષય કુમારે લગ્ન પહેલાંના તમામ રિલેશનશિપનો સ્વિકાર કર્યો હતો સાથે તેણે એ પણ કહ્યું હતું કે લગ્ન પછી તેનું પૂરું ધ્યાન તેની ફેમિલી પર છે.

You cannot copy content of this page