Only Gujarat

Bollywood

‘તારક મહેતા’ની Real અંજલિ પણ છે લેખિકા, હાલ જીવે છે આવી લક્ઝૂરિયસ લાઈફ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં એવાં ઘણાં એક્ટર છે. જે સતત ચર્ચામાં રહે છે. દર્શકો તે એક્ટરને ખૂબ પસંદ પણ કરે છે. કહેવાય છે કે કોઈ વ્યક્તિને રડાવવો સરળ છે, પણ તને હસાવવો ખૂબ જ મુશ્કેલ છે. પણ આ સીરિયલમાં તારક મહેતાનો રોલ પ્લે કરનાર શૈલેષ લોઢા માટે આ કોઈ મુશ્કેલ કામ નથી.

તે હસાવવાની સાથે સિરિયલમાં ઘણી બધી શિખામણ આપે છે. પોતાની દમદાર ઍક્ટિંગ અને સરળતાથી વાત કહેવાની રીત દરેકના મનમાં વસી જાય છે. શૈલેષ ઍક્ટિંગ સાથે એક સારા કવિ અને લેખક પણ છે. અત્યાર સુધી તે અનેક સિરિયલ કરી ચુક્યા છે. ‘તારક મહેતા’ સિરિયલે તેમને અલગ જ પ્રકારની સફળતા અપાવી છે.

શૈલેષ લોઢાનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં 15 જુલાઇ 1969માં થયો હતો. બાળપણમાં પિતાનું સતત ટ્રાન્સફર થતું રહેતું હતું જેને લીધે તેમનું જીવન અનેક શહેરોમાં વીત્યું છે. એક કવિ હોવાના ગુણ તેમને તેમની માતામાંથી મળ્યા છે. તેમની માતાને પુસ્તક વાંચવાનો ખુબ જ શોખ હતો અને હિન્દીની પણ સારી સમજણ હતી. જેની અસર શૈલેષ લોઢા પર પણ પડી હતી. તેઓ બાળપણથી જ કવિતામાં રસ ધરાવતા હતા. જેને કારણે નવ વર્ષની ઉંમરમાં શૈલેષને લોકો બાળકવિના નામથી બોલાવવા લાગ્યા હતા.

શૈલેષની પત્ની પણ છે લેખિકા
શૈલેષના લગ્ન સ્વાતિ સાથે થયાં હતાં જે ખુદ એક લેખિકા પણ છે. તે મેનેજમેન્ટ સાથે જોડાયેલા વિષય પર સતત લખતાં રહે છે. તેમના લખેલાં પુસ્તકોએ ઘણાં લોકોના જીવન બદલી નાખ્યા છે. સાથે જ શૈલેષ પણ અત્યાર સુધી 4 પુસ્તકો લખી ચૂક્યા છે. તેમનું પુસ્તક ‘દિલ જલે કા ફેસબુક સ્ટેટસ’ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.

કેવી રીતે મળ્યું તારક મહેતામાં કામ
એક્ટિંગ પહેલાં શૈલેષ લોઢા કવિ હતા અને તમામ શહેર શાયરીની મેહફીલ અને મુશાયરામાં ભાગ લેતા હતા. એકવાર જ્યારે તે હાસ્ય કવિ સંમેલન શૉ ‘વાહ વાહ ક્યા બાત હૈ’ને હૉસ્ટ કરી રહ્યા હતા ત્યારે ટીવી સિરિયલના નિર્દેશક આસિત કુમારની નજર તેમના પર પડી અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે શૈલેષ લોઢાને ‘તારક મહેતા’નો રોલ ઓફર કર્યો. આ પછી તેઓ ટીવી પર છવાઈ ગયા.

શૈલેષ લોઢા ભારતમાં સૌથી વધુ ફી લેનારા કવિઓમાં સામેલ છે. પહેલાં તેમને લક્ઝરી ગાડીના શોખીન તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની પાસે ઑડી અને મર્સિડીઝ સહિતની કાર છે. તેઓ ‘કૉમેડી સર્કસ’માં પણ પ્રતિભાગીના રૂપમાં જોવા મળ્યાં હતાં.

આ ઉપરાંત તે ‘કૉમેડી જંગલ’, ‘અજબ ગજબ ઘર જમાઈ’, અને ‘વાહ વાહ ક્યા બાત હૈ’ સહિતના શૉમાં કામ કરી ચૂક્યા છે. સાથે જ ઘણા બધાં રિયાલિટી શો પણ હોસ્ટ કરી ચુક્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page