સુનિલ શેટ્ટી લાડલી દીકરી આ યુવક સાથે કરશે લગ્ન? બોલિવૂડમાં ચર્ચાએ જોર પકડ્યું

મુંબઇ : સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા અને ક્રિકેટર કે. એલ. રાહુલનાં લગ્ન આગામી ત્રણ મહિનામાં યોજાઈ રહ્યાં હોવાની ચર્ચા ફરી શરુ થઈ રહી છે. જાણકાર સૂત્રોના દાવા મુજબ બંનેએ લગ્નનું શોપિંગ પણ ચાલુ કરી દીધું છે અને ઈવેન્ટસને લગતાં તમામ બુકિંગ પણ થઈ ગયાં છે.


જોકે, સુનિલ શેટ્ટીએ દાવો કર્યો છે કે આથિયાના લગ્નનું હાલ કોઈ આયોજન નથી. આથિયા હાલમાં જ જર્મનીથી બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે ભારત પાછી ફરી છે. રિપોર્ટના અનુસાર, આ પ્રેમીયુગલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરે તેવી શક્યતા છે. તેઓ એકબીજાને છેલ્લા ત્રણ વરસથી ડેટ કરી રહ્યા છે. બન્નેના પરિવારે એકબીજા સાથે મુલાકાત કરી છે. આથિયા અને રાહુલે મુંબઇમાં ઘર પણ લીધું છે તે જોવા પણ આ બન્ને પરિવાર સાથે ગયા હતા.


દાવા અનુસાર મુંબઇમાં આ પ્રેમીપંખીડા આગામી ત્રણ મહિનામાં પ્રભુતામાં પગલા માંડવાના છે. આ લગ્નની તૈયારી પ્રત્યે આથિયા નાનામાં નાની બાબત પર પણ ધ્યાન આપી રહી છે.


આ દરમિયાન કેએલ. રાહુલે પોતાના પ્રશંસકો સાથે સોશ્યલ મીડિયા પર શેર કર્યું છે કે, મારી સર્જરીમાંથી હું સારો થઇ રહ્યો છું. તમારા સંદેશાઓ અને પ્રાર્થના માટે હું તમારો આભાર માનું છું. આપણે જલદી જ ફરી પાછા મળશું.


આથિયા અને રાહુલે પોતાના સંબંધોને ગયા વરસે સોશ્યલ મીડિયા પર જાહેર કર્યા હતા. આ યુગલ આથિયાના ભાઇ અહાનની પ્રથમ ફિલ્મ તડપના સ્ક્રિનિંગ વખતે પ્રથમ વખત જાહેરમાં સાથે આવ્યું હતું.