Only Gujarat

Gujarat

કોલવડા હત્યા કાંડમાં નવો વળાંક, પત્ની અને દીકરીએ સાથે મળીને પતિનું કાઢ્યું હતું કાસળ

ગાંધીનગર કોલવડા ગામમાં 23 જૂને પત્નીએ દીકરીએ સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે પત્ની અને દીકરીની ધરપકડ કરી હતી. હત્યાના બનાવમાં એકાએક વળાંક આવ્યો છે. પતિ ન ગમતો હોવાથી મોટેરામાં રહેતા પ્રેમી સાથે પત્ની પ્રયણફાગ ખેલી રહી હતી, જેમા બંને જોડે રહી શકે અને પતિના ભાગની કોવડા ગામની કરોડો રૂપિયાની 3 વીઘા જમીન હડપ કરી શકાય તે હેતુથી હત્યા કરાઈ હતી. પોલીસે પ્રેમીની પણ ધરપકડ કરી છે.


ગાંધીનગરના કોલવડા ગામના ઘનશ્યામ પટેલ હત્યા કાંડ મામલે પ્રેમી સંજય પટેલ અને તેની પત્ની સોનલની પણ સંડોવણી બહાર આવી છે. ત્યારે ગાઢ નિંદ્રામાં સુતેલા ઘનશ્યામ ઉપર સૌથી પહેલાં પ્રેમી સંજયે પરાળનાં ઘા ઝીંકી છાતી ઉપર બેસી જઈ વધુ ઘા માર્યા હતા. આ દરમિયાન રીશીતા અને 15 વર્ષની દીકરીએ ઘનશ્યામનાં હાથ પકડી મોઢું દબાવી ગળું કાપી નાખ્યું હતું. જ્યારે સંજયની પત્ની સોનલે પગ પકડી રાખીને ચારેય જણાએ ભેગા મળીને હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનું પેથાપુર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.


ગાંધીનગરનાં કોલવડા ગામના ઘનશ્યામ પટેલનાં હત્યાકાંડમાં પીએસઆઇ મૂળરાજસિંહ સૂરૂભા રાણાની તલસ્પર્શી તપાસમાં પ્રેમી સંજય પટેલ અને તેની પત્ની સોનલની ભૂમિકા બહાર આવી છે. ત્યારે આ હત્યાકાંડને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેની સિલસિલાબંધ વિગતો દિવ્ય ભાસ્કર ડીજિટલ પાસે આવી છે. દારૂની કુટેવના કારણે ઘનશ્યામ અને રિશીતા વચ્ચે રોજબરોજ ઘર કંકાસ થયા કરતો હતો. એમાંય રિશીતાનાં પ્રેમ પ્રકરણની જાણ થઈ જતાં ઘનશ્યામ સાથે ઝગડા વધી ગયા હતા.


ઘરકંકાશના કારણે રિશીતા તેની દીકરીને લઈને અમદાવાદ રહેવા જતી રહી હતી. આ દરમ્યાન તેની ખાસ બહેનપણી સોનલ અને તેના પતિ સંજય પટેલે બનતી બધી મદદ કરી હતી. જેનાં કારણે સંજય અને રિશીતા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેનાથી સોનલ સાવ અજાણ હતી. બીજી તરફ ઘનશ્યામ દીકરીના ભવિષ્યની ચિંતા કરી બધું ભૂલી જવા માંગતો હતો. એવામાં ઘનશ્યામનાં નામની ત્રણ વીઘા જમીનના ભાવ આસમાને જતાં રિશીતાનાં મનમાં લાલચ જાગી હતી. ઉપરાંત પ્રેમી સંજય વિના પણ રહી શકતી ન હતી. જેનાં કારણે પ્રેમી પંખીડાએ પ્લાન ઘડી કાઢ્યો હતો. અને ઘનશ્યામનું કાસળ કાઢ્યા પછી જમીનનાં પૈસામાંથી સંજયને ભાગ આપવાનું પણ નક્કી થયું હતું.


બીજી તરફ બાળપણથી ઘરકંકાસમાં ઉછેરેલી 15 વર્ષની દીકરી પણ પિતા ઘનશ્યામથી નારાજ હતી. જેનો ફાયદો ઉઠાવી રિશીતા દીકરીના મગજમાં પિતા વિરુદ્ધ કાન ભંભેરણી કર્યા કરતી હતી. બાદમાં અગાઉથી પ્લાન કર્યા મુજબ રિશીતા તેની દીકરીને ઘનશ્યામ સાથે રહેવા મોકલે છે. એટલે ઘનશ્યામ પણ દારૂની લતને તિલાંજલિ આપી દીધી હતી. પણ અચાનક દારૂ બંધ કરવાના કારણે ઘનશ્યામ રાત્રે સૂઈ શકતો ન હતો.


23 મી જુન હત્યાકાંડના અઠવાડિયા અગાઉ રિશીતા પણ કોલવડા રહેવા આવી ગઈ હતી. જે ઘનશ્યામને ઊંઘની ગોળીઓ આપતી રહેતી હતી અને ઘનશ્યામ કેટલી વાર સુધી ગાઢ નિંદ્રામાં રહે છે તેનું પણ ધ્યાન રાખવા લાગી હતી. આખરે 20મી જુનના રોજ રિશીતાએ પ્રેમી સંજયને ફોન કરીને આખો પ્લાન ઘડી કાઢ્યો હતો અને 23 મી જૂનના રોજ ઘનશ્યામ બપોરના સમયે ગાઢ નિંદ્રામાં હતો. તે વખતે સંજયને રિશીતાએ ફોન કરીને કોલવડા ગામ બહાર ઊભો રહી બોલાવું એટલે ઘરે આવી જવા કહ્યું હતું. રિશીતા અને ઘનશ્યામ વચ્ચે ઝગડો થયો હોવાનું પત્ની સોનલને કહીને સંજય ઘરેથી એક્ટિવા લઇને નિકળ્યો હતો. જેથી સોનલ પણ સાથે આવવાં તૈયાર થઈ હતી. બાદમાં બંને કોલવડા બહાર એક ઝાડ નીચે આવીને ઉભા રહ્યા હતા. અને રિશીતાનો ફોન આવતા જ ઘરે પહોંચી ગયા હતા. જ્યાં હત્યા કરવાની વાત સાંભળીને સોનલે નનૈયો ભણી દીધો હતો. જેથી કરીને સંજયે કહ્યું હતું કે, રિશીતા આપણાં 18 વર્ષના દીકરાને વિદેશ મોકલવા માટે પૈસા આપશે. આ સાંભળીને સોનલ પણ લાલચમાં આવી ગઈ હતી.


ઘેનની ગોળીના નશામાં ગાઢ નિદ્રામાં સુતેલા ઘનશ્યામ ઉપર સંજયે પરાળનાં ઘા ઝીંકયાં હતા. એટલે એના મોઢામાંથી ચીસ નીકળતા જ રિશીતાએ મોઢું દબાવી દીધું હતું અને તેની દીકરીએ કટરથી ગળું કાપી નાખ્યું હતું. જેનાં કારણે ઘનશ્યામ તરફડિયાં મારવા લાગતા માં દીકરીએ હાથ પકડી રાખી મોઢું દબાવી રાખતા સંજય છાતી પર બેસી ગયો હતો અને ઘા મારવા લાગ્યો હતો. તો સોનલે ઘનશ્યામના પગ પકડી રાખ્યા હતા. છતાં ઘનશ્યામમાં જીવ બાકી રહેતા રિશીતાએ પણ પરાળનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. બાદમાં સંજય – સોનલ એક્ટિવા લઈને અમદાવાદ રવાના થઈ ગયા હતા.


બીજી તરફ અગાઉથી નક્કી થયા મુજબ દીકરી પર દાનત બગડતા હત્યા કર્યાની માં દીકરીએ પોલીસ સમક્ષ થિયરી વર્ણવી હતી. પણ પીએસઆઇ રાણાનાં ગળે માં દીકરી થિયરી ઉતરી ન હતી. દિવ્ય ભાસ્કર ડીજિટલ દ્વારા પ્રેમી સંજયની સંડોવણી હોવા સબબના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતાં પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો અને કોલ ડિટેઇલ્સ મેળવતા હત્યાના દિવસે રિશીતા અને સંજય વચ્ચે ચાર વાર વાત થઈ હોવાનું બહાર આવ્યું હતું. અને સંજયના મોબાઇલનું લોકેશન પણ કોલવડાનું મળી આવ્યું હતું.


પોલીસે પચાસ જેટલા સીસીટીવી ચેક કર્યા
સંજયની પૂછતાંછ કરતાં તે ગોળ ગોળ જવાબ આપ્યા કરતો હતો. આથી પોલીસે અમદાવાદથી કોલવડા સુધીમાં પચાસ જેટલા સીસીટીવી ચેક કરતાં હત્યાના દિવસે સંજય અને સોનલ એક્ટિવા પર કોલવડા તરફ જતાં દેખાયા હતા. જે સમય ગાળો વીસેક મિનિટનો હતો. પરંતુ પરત જવાનો સમય 45 મિનિટ હતો. એમાંય કોલવડા જતી વખતે સમયે પીળા કલરની ટીશર્ટ પહેરી હતી અને વળતા વાદળી રંગની ટી શર્ટમાં સંજય દેખાયો હતો.


નક્કર પુરાવા હાથમાં આવતાં જ પોલીસે સંજયને ઉઠાવી લીધો હતો. જેની આકરી પૂછતાંછ કરતાં આખા હત્યાકાંડ સિલસિલાબંધ હકીકત સંજયે કબૂલાત કરી હતી અને પી.એસ.આઈ એમ એસ રાણાએ સંજય – સોનલની પણ ધરપકડ કરી આખા હત્યાકાંડની ગૂંથી ઉકેલી કાઢવામાં આવી છે.

You cannot copy content of this page