Only Gujarat

FEATURED Health

જીમ જવાનો ટાઈમ નથી અને વજન વધે જાય છે? ઘરે રોજ 10 મિનિટ કરો આ ને જુઓ ચમત્કાર

અમદાવાદઃ સતત બદલાતી લાઈફ સ્ટાઈલને કારણે આપણે જૂની રમતો ભૂલતા જઈએ છીએ અને તેમાંની એક રમત દોરડા કૂદવા એ છે. દોરડા કૂદવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેઓ ઝડપથી વજન ઘટાડવા માગતા હોય તેમના માટે દોરડા કૂદવા બેસ્ટ ઓપ્શન છે. તે શરીર માટે અનેક રીતે લાભદાયી છે. નાનપણમાં આપણે દોરડા કૂદતા હતાં. જોકે, જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ દોરડા ક્યાંક ખોવાઈ ગયા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે દોરડા કૂદવાથી વજન ઝડપથી ઘટે છે. શરીરને ફેટ તથા સ્વસ્થ રાખવા માટે આ બેસ્ટ વર્કઆઉટ છે. કેલરીને બર્ન કરે છે અને બોડીને શૅપમાં રાખે છે.

1. દોરડા કૂદવાથી વજન ઘટે છેઃ વધતું વજન તથા ફાંદની સીધી અસર આપણા લુક પર પડે છે અને સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ પડે છે. ગંભીર બીમારી થવાની શક્યતા વધી જાય છે. લોકો ડાયટથી લઈ જીમમાં જઈ વર્કઆઉટ કરે છે પરંતુ વજન બહુ ઓછું ઘટે છે. જો તમને ઘુંટણનો દુખાવો ના હોય તો તમે રોજ દોરડા કૂદો તો શરીરમાં સ્ટેમિના આવે છે. આ ઉપરાંત વજન ઝડપથી ઘટે છે.

2. બ્લડ સર્ક્યુલેશન માટે ફાયદાકારકઃ દોરડા કૂદવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. એનર્જીનો સંચાર થાય છે. શરીર સુડોળ બને છે. ઝડપથી વજન ઘટે છે. વજન વધારે હોવાથી અનેક સમસ્યાનો ભોગ બની શકી છીએ. આના માટે શરીરમાંથી વધારાની ચરબી ઓછી કરવી પડે.

3. હાડકાં મજબૂત બનેઃ શરીરને ચુસ્ત તથા ફીટ બનાવે છે અને હાડકાં મજબૂત બનાવે છે. વજન ઘટાડવા માટે માત્ર દોરડા જ નથી કૂદવાના પરંતુ ડાયટ પણ ફોલો કરવુ જરૂરી છે.

4. મગજને સચેત કરે છેઃ કસરત આપણા શરીરને સચેત બનાવવામાં તથા સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે. તમે જ્યારે પણ કોઈ કામ કરવા માટે શારીરિક તથા માનસિક બંને ગતિવિધિઓને સામેલ કરે છો તો તે ફાયદાકારક બની શકે છે. દોરડા કૂદવામાં આમાંથી જ એક છે.

દોરડા કૂદવા ઉપરાંત તમારે જંક ફૂડ, સુગર તથા તળેલી વસ્તુઓ સહેજ પણ લેવી નહીં. આ વસ્તુઓ બંધ કરવાથી અને રોજ દોરડા કૂદવાથી વજન ઝડપથી ઘટશે. દોરડા રોજ 10થી 15 મિનિટ કૂદવા અને પછી ધીમે ધીમે સમય વધારવો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page