Only Gujarat

FEATURED International

કોરોના વાયરસ રસીને લઈને આવ્યા સારાં સમાચાર, આ દેશમાં ઓક્ટોબરમાંથી શરૂ થશે રસીકરણ

કોરોના વાયરસના વધતા જતા કહેરથી ઝઝૂમતા લોકોને રશિયાએ સારા સમાચાર આપ્યા છે. રશિયાના આરોગ્ય પ્રધાન મિખાઇલ મુરાશ્કોએ જાહેરાત કરી છે કે આ વર્ષે ઓક્ટોબરથી રશિયામાં મોટા પાયે કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રસીકરણ દરમિયાન તબીબી કર્મચારીઓ અને શિક્ષકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

રશિયા રસીના 20 કરોડ ડોઝ બનાવશે
રશિયા તેની પ્રાયોગિક કોરોના વાયરસ રસીના 3 કરોડ ડોઝ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. એટલું જ નહીં, મોસ્કો પણ વિદેશમાં આ રસીના 17 કરોડ ડોઝ બનાવવાનો ઇરાદો ધરાવે છે. રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના વડા કિરીલ દિમિત્રીવે કહ્યું છે કે એક મહિના માટે 38 લોકો પર કરવામાં આવેલું પહેલું ટ્રાયલ પુરૂ થઈ ગયુ છે. સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે તેનો ઉપયોગ સલામત છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વિકસાવી રહી છે. જો કે, આ પ્રતિક્રિયા કેટલી મજબૂત છે તે અંગે શંકા છે. આવતા મહિને રશિયા અને સપ્ટેમ્બરમાં અન્ય દેશોમાં તેને મંજૂરી મળતાં ઉત્પાદન પર કામ શરૂ થશે.

Herd Immunity માટે જરૂરી ડોઝ
આ રસી મોસ્કોની Gamaleya Instituteમાં વિકસાવવામાં આવી છે. ડોઝ અહીં ક્લિનિકલ ટ્રાયલ્સ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ Alium (Sistema conglomerate) અને R-Pharm બોટલિંગનું કામ કરશે. બંને હાલમાં આવતા કેટલાક મહિનામાં ઉત્પાદનની તૈયારી માટે પોતપોતાની લેબમાં કામ કરી રહી છે. દિમિત્રીવે કહ્યું કે એવું માનવામાં આવે છે કે Herd Community માટે રશિયામાં 4-5 કરોડ લોકોને રસી અપાવવી પડશે. તેથી અમને લાગે છે કે આ વર્ષે 3 કરોડ ડોઝ તૈયાર કરવાનું યોગ્ય રહેશે અને આવતા વર્ષે અમે રસીકરણ ફાઈનલ કરવામાં સમર્થ થઈશું. તેમણે એમ પણ અહેવાલ આપ્યો છે કે પાંચ દેશો સાથે ઉત્પાદન કરાર થયા છે અને 17 કરોડ ડોઝ બહાર બનાવવામાં આવી શકે છે.

સપ્ટેમ્બરમાં મોટા પાયે ઉત્પાદન માટેની તૈયારી
રશિયાની ગમલેઈની રસી પશ્ચિમી દેશો કરતા ઝડપથી વધી રહી છે. આ રસીનું ફેઝ 3નું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે. રશિયા, સાઉદી અરેબિયા અને યુએઈના હજારો લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે. માનવામાં આવે છે કે રશિયા સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસની રસી પેદા કરશે. ગમલેઈ સેન્ટરના વડા, એલેક્ઝાંડર જિંટ્સબર્ગે સરકારી સમાચાર એજન્સી TASSને જણાવ્યું હતું કે તેમને અપેક્ષા છે કે આ રસી 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટની વચ્ચે ‘સિવિલ સર્ક્યુલેશન’માં આવી જશે. એલેક્ઝાંડરના જણાવ્યા મુજબ, ખાનગી કંપનીઓ સપ્ટેમ્બરથી રસીનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરશે. ગમલેઇ સેન્ટર હેડના જણાવ્યા મુજબ, આ રસી માનવ પરીક્ષણોમાં સંપૂર્ણપણે સલામત હોવાનું સાબિત થયું છે.

Moderna Incની રસી પણ પરીક્ષણમાં પાસ
આ પહેલાં અમેરિકન કંપની Moderna Incની કોરોના વાયરસની રસી પણ તેની પ્રથમ ટ્રાયલમાં સંપૂર્ણ રીતે સફળ રહી હતી. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા આ અધ્યયમાં કહેવામાં આવ્યું છે કે 45 સ્વસ્થ લોકો પર આ રસીની પ્રથમ પરીક્ષાનું પરિણામ ખૂબ સારું આવ્યુ છે.

આ રસીએ પ્રત્યેક વ્યક્તિમાં કોરોના સામે જંગ માટે એન્ટિબોડીઝ વિકસિત કરી હતી. આ પ્રથમ પરીક્ષણમાં 45 એવા લોકો શામેલ હતા જે સ્વસ્થ હતા અને તેમની ઉંમર 18 થી 55 વર્ષની વચ્ચે હતી. તેની એટલી કોઈ ખાસ નોંધપાત્ર આડઅસર નથી જેના કારણે રસી ટ્રાયલ બંધ થવી જોઈએ.

Oxfordની રસીનું ઉત્પાદન પણ
દિમિત્રીવે એમ પણ જણાવ્યું હતું કે બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના રસીનાં દેશમાં ઉત્પાદન માટે રશિયાએ Astrazeneca સાથે સોદો કર્યો છે. ઓક્સફર્ડની દવામાં વોલંટિઅર્સમાં વાયરસની સામે ઈમ્યુનિટી વિકસિત થતી ગઈ છે. ઓક્સફોર્ડ વૈજ્ઞાનિકો માત્ર રસી ChAdOx1 nCoV-19 (હવે AZD1222) ની સંપૂર્ણ સફળતા માટે આત્મવિશ્વાસ ધરાવે છે, પણ 80% સુધી વિશ્વાસ છે કે રસી સપ્ટેમ્બર સુધીમાં મળી જશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page