Only Gujarat

Bollywood FEATURED

બેબી બમ્પને છૂપાવવા માટે કરીનાએ પહેર્યો એવો ખુલતો ડ્રેસ કે ચાલવામાં પણ પડી મુશ્કેલી!

મુંબઈઃ કરીના કપૂર અત્યારે પ્રેગ્નન્સિ પીરિયડ એન્જોય કરી રહી છે. પ્રેગ્નન્સિના છઠ્ઠા મહિને તે ઘરે આરામ કરવાની જગ્યાએ પોતાના એસાઇનમેન્ટ પૂરા કરી રહી છે. હાલમાં જ તેમની મોટી બહેન કરીશ્મા કપૂર સાથે તે તેમના ઘરની બાલ્કનીમાં એક શૂટ કર્યું હતું. તો બુધવારે તે પિન્ક કલરનું લોન્ગ અનારકલી કુર્તો પહેરીને જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તે તેમને આ લુકમાં જોઈ લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે, કદાચ બેબો પોતાનું બેબી બંપ છુપાવવા માટે આટલો ઢીલો કુર્તો પહેરે છે. વાઇરલ ફોટોમાં જોઈ શકાય છે કે, જરૂરથી વધારે લાંબો કુર્તો પહેરવાને લીધે કરીનાને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે.

કોરોના મહામારીમાં કરીના ઘરે આરામ કરવાની જગ્યાએ પોતાના કામ પર ફોક્સ કરી રહી છે. આ બાબતે તે બાન્દ્રામાં સ્પોટ થઈ હતી.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કરીના એડશૂટથી લંચ ડેટ સુધી ઘણી જગ્યાએ સ્પોટ થઈ છે. આ દરમિયાન તે અકથી એક લુક્સમાં જોવા મળી છે.

કરીના આ બેબી બંપને ફ્રેન્ડલી અટાયરની વાત કરીએ તો તેમાં ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તાએ ડિઝાઈન કર્યું છે, જેમાં ઘેરવાળી અનારકલી સાથે ચૂડીદાર અને મેચિંગનો દુપટ્ટો છે. જોકે, બેબોએ તેમના કમ્ફર્ટને ધ્યાનમાં રાખી આ ડ્રેસ પર દુપટ્ટો કેરી કર્યો નથી.

કરીના આ બેબી બંપને ફ્રેન્ડલી અટાયરની વાત કરીએ તો તેમાં ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તાએ ડિઝાઈન કર્યું છે, જેમાં ઘેરવાળી અનારકલી સાથે ચૂડીદાર અને મેચિંગનો દુપટ્ટો છે. જોકે, બેબોએ તેમના કમ્ફર્ટને ધ્યાનમાં રાખી આ ડ્રેસ પર દુપટ્ટો કેરી કર્યો નથી.

આ દરમિયાન કરીનાના ચહેરા પર પ્રેગ્નન્સિનો ગ્લો પણ જોવા મળતો હતો. રિપોર્ટ્સ મુજબ તે પોતાના આવનારા બાળકના સ્વાસ્થ્ય માટે યોગા પણ કરે છે.

કરીનાએ કારથી ઉતરતી વખતે ચહેરા પર માસ્ક પહેર્યું હતું. પણ, થોડીવાર પછી તેમણે માસ્ક હટાવી પણ દીધું હતું.

બાંદ્રામાં તે પોતાની કોઈ ફ્રેન્ડ સાથે જોવા મળી હતી. બંનેના ચહેરા પર માસ્ક જોવા મળ્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો બેબોએ અત્યારે પોતાની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ શૂટિંગ પુરું કર્યું છે.

You cannot copy content of this page