Only Gujarat

Bollywood

‘મિર્ઝાપુર 2’ હજી સુધી નથી જોઈ? તો જોઈ લ્યો આ 10 સીન્સ, પડી જશે મોજ એ નક્કી!

મુંબઈઃ લોકડાઉનના લાંબા સમય પછી રિલીઝ થયેલી મોસ્ટ અવેટેડ વેબસિરીઝ ‘મિર્ઝાપુર’ની સેકન્ડ સીઝન દર્શકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી. લોકોની આશા મુજબ, મિર્ઝાપુરના સેકન્ડ સિઝનમાં માત્ર જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળ્યા છે. આ સાથે 10 મોમેન્ટ એવી પણ છે જે ઘણાં સમય સુધી દર્શકોની યાદમાં રહેશે. અમે તમને જણાવીએ મિર્ઝાપુરના તે 10 બેસ્ટ સીન વિશે.

1. ડિમ્પી અને ગોલૂ વચ્ચે સીરીઝની શરૂઆતમાં થયેલી વાતચીત એક યાદગાર ક્ષણ છે. ડિમ્પીનું ગોલૂને કહેવું કે, ‘હમમે સે કોઈ રોયા નહીં અબ તક’ તમને ઇમોશનલ કરી શકે છે.

2. ગોલૂ સાથે થયેલું પહેલું મર્ડર પણ ક્રૂર પણ, એપિક સીન છે. જેના વિશે કદાચ જ કોઈએ વિચાર્યું હશે. આ સીનમાં ગોલૂના અંદર ભરેલો ગુસ્સો જોઈ થોડી ક્ષણો માટે આપણે પણ સ્તબ્ધ થઈ શકીએ છીએ.

3. ગુડ્ડુ દ્વારા ગોલૂને પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ આપવી પણ સીરીઝનો એક મજબૂત સીન છે. આ સીનમાં ગુડ્ડૂ અને ગોલૂની જબરદસ્ત બોન્ડિગ બતાવવામાં આવી છે.

4. કાલીન ભૈયાનું ડૉક્ટર પાસે જવું આ સીરીઝનો બેસ્ટ કોમેડી સીન છે. જેમાં કાલીન ભૈયા પોતાની બીમારી છુપાવવા માટે મકબૂલને દર્દી તરીકે રજૂ કરે છે.

5.ગુડ્ડુ અને ગોલૂનું એક સાથે રડવું એક ક્ષણ માટે આપણેને એટલાં ઇમોશનલ કરી દે છે. બંનેના રોલ પોતાના ભાઈ-બહેન બબલૂ અને સ્વીટીને યાદ કરી ધ્રૂસકે-ધ્રૂસકે રડે છે.,

6. ત્રિપાઠીની ફેક્ટરી સળગવી ‘મિર્ઝાપુર ’ સીરીઝમાં એપિક સીનમાંથી એક છે. મિર્ઝાપુરમાં કાલીન ભૈયાની ક્ટ્ટાની ફેક્ટરીને આગને હવાલે કરવા ગુડ્ડ ભૈયા આ જણાવી દે છે કે તે મિર્ઝાપુર પાછો આવી ગયો છે.

7. મિર્ઝાપુરની સીઝન વનમાં જે ચાચાએ મુન્નાને ગાળ આપી હતી, સીરીઝના સેકન્ડ સીઝનમાં તે ચાચા પોતાની બેઇજ્જતીનો બદલો લેતાં જોવા મળે છે. મુન્ના અને ચાચાનો આ આમનો-સામનો ખૂબજ રોમાંચક છે.

8. માધુરીનું ખુદને સીએમ જાહેર કરવું મિર્ઝાપુર સીરીઝમાં એક અલગ જ ટ્વીસ્ટ લાવે છે. આ તે સીન હોય છે જ્યારે કાલીન ભૈયાનું બધા પ્લાનિંગ પર એક રીતે ફુલ સ્ટોપ લાગી જાય છે.

9. વગર હાથે બાબૂજીની હત્યા થતી જોઈ તમે એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ શકો છો. આ સીન પછી મિર્ઝાપુર વેબસીરીઝ એક અલગ જ પડાવ પર પહોંચી જાય છે.

10. સીરીઝનું સૌથી એપિક કેરેક્ટર મુન્નાનું મોત પણ મિર્ઝાપુરના સૌથી ઇમોશનલ સીન્સમાંથી એક છે. મુન્નાના ગયા પછી તમને એવું લાગશે કે વેબસીરીઝ મિર્ઝાપુરમાં એક ખાલીપન આવી ગયો છે જેને ભરવો મુશ્કેલ છે.

You cannot copy content of this page