Only Gujarat

Business

સુંદરતા ને ફેશનમાં નીતા અંબાણીની લાડલી ઈશા સામે બોલિવૂડ એક્ટ્રેસિસ ભરે પાણી!

મુંબઈઃ ઈશા અંબાણી દેશના સૌથી અમિર બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એક માત્ર દીકરી છે. આકાશ અંબાણી તેમના જુડવા ભાઈ છે. અમેરિકાની યેલ યૂનિવર્સિટી અને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસથી ડિગ્રી લીધા પછી ઈશા અંબાણી પરિવારના બિઝનેસ સાથે જોડાઈ ગઈ. તે રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રિટેલનું કામ જોવે છે. ઇશા અંબાણી એક બિઝનેસવુમન પણ છે. ફેશન અને સ્ટાઇલ બાબતે પણ તેમનો કોઈ મુકાબલો કરી શકે નહીં. તેમની સ્ટાઇલ ખૂબ જ ગ્લેમરસ છે. ઇશા અંબાંણી ફેશન અને સ્ટાઇલમાં બોલિવૂડ એક્ટ્રસને ફોલો કરે છે. ઇશા અંબાણીના લગ્ન પિરામલ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર આનંદ પિરામલ સાથે થયાં છે. આજે અમે તમને બતાવીએ ઇશા અંબાણીના કેટલાક ગ્લેમરસ ફોટો.

ઇશા અંબાણીના ડ્રેસ દેશ-વિદેશના ફેમસ ડિઝાઈનર તૈયાર કરે છે. આમ તો, મોટે ભાગે તેમનો સમય બિઝનેસ સાથે જોડાયેલી જવાબદારીઓને નિભાવવામાં પસાર થાય છે, પણ છતાં તે પાર્ટીઓમાં સામેલ થાય છે. તેમની ફેશન અને અંદાજ જોવાલાયક હોય છે.

ઇશા અંબાણીના ડ્રેસ અને જ્વેલરીની કિંમતનો અંદાજો લગાવવા સામાન્ય માણસ માટે સંભવ નથી. તેની કિંમત લાખોમાં હોય છે. ઇશા અંબાણીની પાસે મોંઘા ડ્રેસ અને જ્વેલરીનું કલેક્શન પણ છે.

ઇશા અંબાણીનો આ ફોટો તેમના લગ્નનો છે. શાનદાર મેકઅપ અને મોંઘી જ્વેલરીમાં તેમનું સૌંદર્ય ખીલી રહ્યું છે.

ઇશા અંબાણીની બ્યૂટી નેચરલ છે. તેમના પર દરેક પ્રકારના ડ્રેસ અને જ્વેલરી સારી લાગે છે.

બોલિવૂડ એક્ટ્રસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નમાં સામેલ થવા માટે મા નીતા અંબાણી સાથે જતી ઈશા અંબાણી. પ્રિયંકા ચોપડા તેમની સારી ફ્રેન્ડ છે.

એક ફંક્શનમાં પિતા મુકેશ અંબાણીનો હાથ પકડીને જતી ઈશા અંબાણી. આ ફોટોમાં અંબાણી પરિવારના બીજા મેમ્બર્સ પણ જોવા મળી રહ્યાં છે.

ઇશા અંબાણી બાળપણમાં થોડીક જાડી હતી. પછી તેમના લુકમાં ઘણો ચેન્જ જોવા મળ્યો હતો. હવે તેમના લુક અને સ્ટાઇલમાં મુકાબલો બોલિવૂડની સુંદરીઓ પણ કરી શકતી નથી.

એક ફેશન ઇવેન્ટમાં પોતાની ભાભી શ્લોકા મહેતા અને નાના ભાઈ અનંત અંબાણીની થનારી વહુ રાધિકા મર્ચેન્ટ સાથે ઇશા અંબાણી. તેમનો અંદાજ સૌથી અલગ જોવા મળી રહ્યો છે.

મા નીતા અંબાણી સાથે ઇશા અંબાણી. સુંદરતા અને ફેશન બાબતે બંનેનો કોઈ જવાબ નથી.

મા નીતા અંબાણી સાથે ઇશા અંબાણનો ખૂબ જ સુંદર ફોટો. આ અંબાણી પરિવારના આલ્બમનો ખાસ ફોટો છે.

પતિ આનંદ પિરામલ સાથે ઇશા અંબાણી. આ ફોટો તેમના લગ્ન પછીનો છે. આ ફોટોમાં ઇશા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી છે.

You cannot copy content of this page